ગુજરાત સરકારના આ નિર્ણય છે રાજ્યના હજારો શિક્ષકોને થશે આ મોટો ફાયદો..

સરકાર દ્વારા હાલ પૂરતા સમય માટે ૨૫ જૂનનો પરિપત્ર રદ, શિક્ષકોના ગ્રેડ પેને લઈને સરકારે કરી મોટી જાહેરાત

પાછળના ઘણા દિવસથી શિક્ષકોના પે ગ્રેડને લઈને શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેમજ સોશિયલ મીડિયામાં પણ આ અંગે અવાજ ઉઠી રહી હતી, ત્યારે હવે કોરોનાના કહેર વચ્ચે શિક્ષકો માટે સરકારે રાહતના સમાચાર આપ્યા છે. 4200ના ગ્રેડ પેને લઈને સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે. આ બાબતે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અગત્યની જાહેરાત કરતા ૨૫ જુનના પરિપત્રને હાલ પુરતો રદ ગણાવીને શિક્ષકોને ખુશખબર આપ્યા હતા. આ પે ગ્રેડને લઈને છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષકો દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી હતી જેમાં મીડીયાએ પણ શિક્ષકોની આ મુહીમને સાથ આપ્યો હતો. જો કે આટલી લડત પછી હવે અંતમાં ગાંધીનગરથી શિક્ષકો માટે સારા સમાચાર આવ્યા છે.

image source

આ નિર્ણયથી 65 હજાર શિક્ષકોને સીધો ફાયદો

મીડિયા અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી ઘણા સમયે શિક્ષકોને રાહતના સમાચાર સાંભળવા મળ્યા છે. આટલા દિવસ પછી હવે સરકારે પે ગ્રેડને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય દ્વારા લગભગ રાજ્યના ૬૫ હાજર શિક્ષકોને સીધો ફાયદો થશે. આ અંગે જણાવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા કરીને ગુજરાત સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

image source

શિક્ષકના ૪૨૦૦ પે ગ્રેડનો વિવાદ શું છે

આપને જણાવી દઈએ કે વર્ષ 2019માં રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રમાં 4200નો પે ગ્રેડ ઘટાડવામાં આવ્યો હતો. આ પે ગ્રેડમાં ઘટાડો કરિને એને ૪૨૦૦ થી ઘટાડીને ૨૮૦૦ કરવામાં આવ્યો હતો. પરિણામે પે ગ્રેડમાં શિક્ષકોને પ્રમોશન અને આર્થિક આવકને લઈને નુકશાન થતું હતું. હવે નવા ગ્રેડથી શિક્ષકોને ફરી પોતાના જુના ગ્રેડ મુજબ જ બધું મળશે.

image source

સરકારે 25/6/19 નો પરિપત્ર સરકારે રદ કર્યા

પે ગ્રેડ વિશે ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, વર્ષ 2010 પછી જોડાયેલા તમામ શિક્ષકોને આ પે ગ્રેડથી ફાયદો થશે. જો કે નવા પરિપત્રના કારણે શિક્ષકોને 8000થી વધારેનું નુકશાન થઇ રહ્યું હતું. જો કે હવે આ નુકશાન માંથી શિક્ષકોને રાહત મળી છે. સરકારે 25/6/19ના પરિપત્રને રદ કર્યા છે. હવે આ પરિપત્રના કારણે એકપણ શિક્ષકને આર્થિક નુકશાન ભોગવવું નહિ પડે, આ સાથે જ આગામી સમયે હવે નીતિવિષયક પત્ર રજુ કરવામાં આવશે. આગામી બે મહિનામાં શિક્ષકોને ફરીથી લાભ મળવાનો શરૂ થઇ જશે. તેમ જ 4200 ગ્રેડ પે લેવા માટેના તમામ હકદાર શિક્ષકોને લાભ મળશે.

image source

આવનાર વર્ષના અભ્યાસક્રમને લઈને મહત્વનો નિર્ણય

આ સાથે જ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને સરકારે ચાલુ વર્ષ એટલે કે ૨૦૨૦-૨૧ના અભ્યાસક્રમને ઘટાડવા અંગે નિર્ણય લીધો છે. આ બાબતે શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે કે કોરોનાના કારણે અભ્યાસક્રમ સામાન્ય વર્ષોની તુલનામાં ઓછો હશે. એટલે કે જેટલો પણ અભ્યાસ આગળના વર્ષ માટે જરૂરી હશે એટલા જ અભ્યાસક્રમને આ વર્ષ માટે રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ક્યા પ્રકરણો હટાવવા એ અંગેનો નિર્ણય શિક્ષણ વિભાગ કરશે. જો કે મુખ્ય હેતુ એટલો જ રહેશે કે ઉપરના ધોરણમાં ઉપયોગી હોય એવા અભ્યાસક્રમને જ રાખવામાં આવે. તેમજ શિક્ષણમંત્રીએ વધુમાં આશ્વાસન આપ્યું હતું કે સરકાર દ્વારા અભ્યાસક્રમને લઈને કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવામાં આવશે નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત