ગુજરાત સહિત આ રાજ્યોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું, જાણો 24 કલાકમાં ક્યાં થશે વરસાદ

ભારતીય હવામાન વિભાગે ગુરુવારે દેશના ઘણા ભાગો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન અને ગુજરાત માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ રાજ્યોમાં 26 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે લોકોને ખરાબ હવામાનને જોતા જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન આ રાજ્યોની દૃશ્યતા ઘટશે અને તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. જોકે, દિલ્હીમાં આજે તાપમાન 29 ડિગ્રીએ પહોંચી ગયું છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ આગામી ત્રણ દિવસ સુધી રાજસ્થાન અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

image soucre

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. તો ઘણા વિસ્તારમાં ભારે વરસાદને પગલે નુકશાની પણ થય છે. નોંધનિય છે કે, સૌરાષ્ટ્રમાં થોડા દિવસ પહેલા જ ભારે વરસાદ પગલે જે બાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હવે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે જેમા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

image soucre

નોંધનિય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે હવામાન વિભાગના મતે રાજ્યના કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે ત્યારે આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી સપ્ટેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, 25 સપ્ટેમ્બર બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા રેહલી છે, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

image source

તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વલસાડમાં ઉપરવાસમાં સારો વરસાદ પડવાના કારણે મધુબન ડેમની જળસપાટી ભયજનક સ્તર પર પહોંચી ગઈ છે. આ ડેમમાં 1.59 લાખ કયુસેક પાણીની આવક થતાં ડેમની હાલની સપાટી 79.45 મીટરે પહોંચી છે જે બાદ 10 દરવાજા 2 મીટર ખોલવાની ફરજ પડી છે. આ ડેમના દરવાજા ખોલીને દમણગંગા નદીમાં 1.70 લાખ કયુસેક પાણી છોડવામાં આવતા નદીમાં ઘોડા પૂર આવ્યું છે. જેથી લોકોને નદીકિનારાથી દૂર રહેવા સુચના આપવામાં આવી છે.

image source

આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, એક જ દિવસમાં ડેમમાં ઉપરવાસમાંથી 18 હજાર 11 કયુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 50 સેન્ટીમીટર વધીને 122.54 મીટરે પહોંચી ગઈ છે. માઉન્ટ આબુમાંથી નીકળતી આબુ નદી તથા બનાસ નદી વહેતી થતાં હવે દાંતીવાડા ડેમમાં પાણીની આવક થશે.

દિલ્હીમાં પાણી ભરાવાની સમસ્યા

image soucre

હાલમાં હવામાન વિભાગે દિલ્હી માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. અગાઉ, હવામાન એજન્સીએ અત્યંત ખરાબ હવામાનની ચેતવણી આપી હતી, બુધવારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં ભારે વરસાદના કારણે લોકોને પાણી ભરાવાની સમસ્યા તેમજ ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.

હિમાચલ અને હરિયાણામાં વરસાદની સંભાવના છે

image soucre

આ સાથે જ ઉત્તરાખંડમાં 25 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય હિમાચલ રાજ્ય, પંજાબ અને હરિયાણામાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. આજથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને વરસાદની ઋતુમાં બહાર ન નીકળવાની અપીલ કરી છે.

હૈદરાબાદમાં વધુ વરસાદની સંભાવના

image socure

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પણ ગુરુવારે ભારે વરસાદની સંભાવના છે. ગઈકાલે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે શહેરના ઘણા વિસ્તારોમાં થોડા દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. બુધવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો અને જગતિયાલમાં રાયકલમાં રાજ્યમાં સૌથી વધુ 40.3 મીમી વરસાદ નોંધાયો હતો.