હરભજન સિંહે મુંબઈમાં વેચ્યું પોતાનું ઘર, જાણો મળ્યા કેટલા કરોડ રૂપિયા.

ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ ફેન્સની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે અને તેની ફેન ફોલોઈંગ પણ ઘણી જબરદસ્ત છે. હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલો રહે છે. એક વેબસાઈટ પરથી મળેલા દસ્તાવેજોથી એ ખબર સામે આવી છે કે હરભજન સિંહે તાજેતરમાં મુંબઈમાં પોતાનું એક એપાર્ટમેન્ટ રૂ. 17.58 કરોડમાં વેચ્યું છે

ભજ્જીએ કરોડોમાં વેચ્યું પોતાનું એપાર્ટમેન્ટ

image soucre

માહિતી અનુસાર, ખરીદનાર જેબીસી ઇન્ટરનેશનલ એલએલપી છે અને પ્રોપર્ટીના વેચાણની તારીખ 18 નવેમ્બર 2021 ના રોજ નોંધવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મનીકંટ્રોલે જેબીસી ઈન્ટરનેશનલના પાર્ટનર નીરજ ગોએન્કાનો સંપર્ક કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ એપાર્ટમેન્ટ 2,830 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલું છે.

2017માં ખરીદ્યું હતું આ એપાર્ટમેન્ટ

image soucre

આ એપાર્ટમેન્ટ મુંબઈના અંધેરી વેસ્ટમાં રૂસ્તમજી એલિમેન્ટ્સ નામના પ્રોજેક્ટના નવમા માળે આવેલું છે. દસ્તાવેજો દર્શાવે છે કે ખરીદદારે રૂ. 87.9 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. હરભજન સિંહે ડિસેમ્બર 2017માં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું અને માર્ચ 2018માં તેને 14.5 કરોડ રૂપિયામાં રજિસ્ટર કરાવ્યું હતું. અન્ય એક ક્રિકેટર શ્રેયસ અય્યરે સપ્ટેમ્બર 2020માં લોઢા વર્લ્ડ ક્રેસ્ટ, મુંબઈમાં એક યુનિટ ખરીદ્યું હતું. વર્લ્ડ ટાવર્સમાં 2,618 ચોરસ ફૂટનું આ એપાર્ટમેન્ટ લોઅર પરેલમાં આવેલું છે અને આ 11.85 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. એમને સોદા માટે 24.7 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી કરી હતી

હરભજન સિંહનું ક્રિકેટ કરિયર

image soucre

હરભજન સિંહે વર્ષ 1998માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચથી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં હરભજને અત્યાર સુધી 103 મેચમાં કુલ 417 વિકેટ પોતાને નામ કરી છે. પોતાની ટેસ્ટ કારકિર્દીમાં ભજ્જીએ 5 વખત ટેસ્ટ મેચમાં 10 વિકેટ લીધી છે, જ્યારે 25 વખત તેણે 5થી વધુ વિકેટ લીધી છે. વર્ષ 2011માં, ભજ્જી ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ લેનાર ભારતનો પ્રથમ ઓફ સ્પિનર બન્યો હતો. હરભજને વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ લીધેલી પહેલી હેટ્રિકમાં રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોન જેવા મોટા વિકેટ મેળવીને ઇતિહાસ રચી દીધો હતો.

વન ડે- ટી 20માં કરી કમાલ

image soucre

હરભજને 1998માં જ ન્યૂઝીલેન્ડ સામે તેની વન ડે કારકિર્દીની શરૂઆત કરી હતી અને પોતાની બોલિંગથી 50 ઓવરના આ ફોર્મેટમાં ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. હરભજને અત્યાર સુધી રમાયેલી 236 વનડેમાં કુલ 269 વિકેટ લીધી છે અને તેની ઈકોનોમી પણ માત્ર 4.31 રહી છે. ભજ્જીએ T20 ઈન્ટરનેશનલમાં 25 વિકેટ લીધી છે