ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કંઈક એવું કે એમના પત્ની રડી પડ્યા

સુરત શહેરમાં શ્રી ડીસા શ્રીમાળી જૈન મિત્રમંડળ,સુરત દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સન્માનમાં યોજવામાં આવ્યો હતો, એ દરમ્યાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હું તો આજેય હર્ષ છું અને આજીવન હર્ષ રહીશ,’ તમણે એમની વાત આગવ ચલાવતા કહ્યું હતું કે એમના માતા-પિતાએ તેમના માટે ઘણું બધું કર્યું છે, આ ઉપરાંત એમની પત્નીએ પણ તેમને દરેક ક્ષણે સાથ આપ્યો છે.

આ સમારોહમાં આપેલ વક્તવ્ય દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીની આંખો ભરાઈ આવી હતી. એમની સાથે સાથે તેમનાં માતા અને પત્ની પણ ઇમોશનલ થઈ ગયા હતા.

image soucre

તમને જણાવી દઈએ કે આ સમારોહમાં હર્ષ સંઘવી પોતાના પરિવાર વિશે વાત કરતા કરતા ભાવુક થઈ ગયા હતા. તેમને પોતાના પરિવાર વિશે કહ્યું કે, મારા મારા-પિતાએ મારા માટે એટલું બધુ કર્યું છે કે, તેમને પોતાની ઈચ્છા શક્તિને બાજુમાં રાખી દીધી હતી અને હંમેશા અમારા બધા ભાઈ-બહેનો માટે પોતાના જીવનનો બધો જ અમૂલ્ય સમય આપી દીધો છે. તેમને આગળ કહ્યું કે મારા લગ્ન થયા એ પછી અમુક જ વર્ષમાં હું રાજકીય જવાબદારીમાં આવી ગયો હતો. એવા સમયમાં મારા બાળકો અને મારા માતા-પિતાને સાચવવાની તેમજ સમાજના અન્ય વિષયોનું ધ્યાન રાખવા સહિતની જવાબદારીમાં જો કોઈ મને ખરેખર મદદરૂપ થયું હોય તો એ છે મારી વાઈફ પ્રાચી. મારી વાઈફે પોતાના મનને મનાવી લીધું હતું, એટલું જ નહીં એને એની બધી જ ઈચ્છાઓ બાજુમાં મૂકીને મને દરેકેદરેક સ્થિતિમાં સ્પોર્ટ કર્યો છે. હર્ષ સંઘવી જ્યારે આ વાતો કહી રહ્યા હતા ત્યારે તેમની માતા અને તેમની પત્ની એમના આંસુ રોકી નહોતા શક્યા

તમને જણાવી દઈએ કે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે હર્ષ સંઘવી હાલની સરકારમાં સૌથી નાની ઉંમરના મંત્રી તો છે જ, સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનું બહુમાન મેળવ્યું છે.

જો હર્ષ સંઘવીને પિતાની વાત કરીએ તો હર્ષ રમેશકુમાર સંઘવીના પિતા વેપાર સાથે જોડાયેલા છે.

હર્ષ સંઘવી શ્રીનગરના લાલચોકમાં વર્ષ 2011માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યા હતા. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં ભારે બહુમતીથી જીતીને આજે તે 36 વર્ષની ઉંમરે રાજ્યન સૌથી નાની ઉંમરના ગૃહ રાજ્યમંત્રી બન્યા છે.