હવામાન વિભાગે કરી લોકોને થથરાવી મૂકે એવી આગાહી, વાવાઝોડા સાથે વરસાદ અને બરફવર્ષાથી મચી જશે તબાહી

આગામી બે-ત્રણ દિવસમાં લોકોની ગરમીથી પરેશાની વધવાની સંભાવના છે. અહીં આખા અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં શુષ્ક વાતાવરણનો અનુભવ થવાની શક્યતાઓ દેખાઇ રહી છે. તાજેતરમા ફરી એક વખત હવામાન વિભાગે એક આગાહી કરી હોવાની માહિતી મળી રહી છે. જણકારોના દ્વારા આપેલી માહિતી મુજબ, હવામાનમા થતા પરિવર્તનની દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનો ખૂબ જ મહત્વનો બની જતો હોય છે. અત્યારની સ્થિતિ પર નજર કરવા જઇએ તો પરિસ્થિતી એવી છે કે, રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની આસપાસના તમામ વિસ્તારોમા તાપમાનમાં સતત વધારો થવાને કારણે સૂર્યનું તાપમાન પણ વધારે નોધાઇ રહ્યું છે.

image source

જો વાત કરીએ, આગામી 48ની તો છેલ્લા 48 કલાકમાં જ હવામાનમાં ફેરફારને કારણે લોકોને હળવા શિયાળાનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમા જ, ભારતીય હવામાન ખાતાની ચેતવણી આપતા જણાવ્યુ છે કે, પશ્ચિમી ખલેલને કારણે આ અઠવાડિયામાં પર્વતોમાં વરસાદ, બરફવર્ષા, તોફાન અને વીજળી પડવી આ તમામ માટે સંભાવના દેખાઇ રહી છે.

image source

આ આગાહી અંગે વધારે માહિતી આપતા તેઓએ જણાવ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાચલ અને ઉત્તરાખંડની નજીકના જ વિસ્તારમા છે. આ બંને રાજ્યોમાં આ અઠવાડિયે હવામાન બદલાવાની સંભાવના ઘણી વધારે છે અને તેની અસર મેદાનો પર પણ જોવા મળશે તેવુ દેખાઇ રહ્યુ છે.

image source

આ બાબતે વધારે સંભાવના ઉત્તરાખંડમાં આ અઠવાડિયે હવામાન ખૂબ અસ્થિર થવાની છે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકો જણાવ્યા મુજબ, ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગ જિલ્લામાં હળવા વરસાદ, ગાજવીજ અને બરફવર્ષાની સંભાવના જણાવામા આવી છે. તો બીજી તરફ, હિમાચલ પ્રદેશના કેલોંગ, ચંબા, ધર્મશાળા, કલ્પ, મનાલીમાં વાવાઝોડા સાથે વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. આ સિવાય સબ-હિમાલય પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડના હવામાનના આ ફેરફારની અસર આ રાજ્યને અડીને આવેલા રાજ્યો પર પણ પડશે.

image source

જો વાત કરવામા આવે દેશની રાજધાનીમાં દિલ્લીની કે અહી હવામાન કેવું રહેશે તો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં આ અઠવાડિયે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હાલના સમયની વાત કરીએ તો, અહી ઠંડા પવન પણ આગળ વધવાની અપેક્ષા છે. મળતી માહિતી અનુસાર, મંગળવારે દિલ્હીમાં જોરદાર ઠંડા પવનો ફુકાઇ શકે છે.

image source

આ સિવાય, દિલ્હીની સાથે હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં પણ તાપમાનમા ફેરફાર જોવા મળી શકે છે. જો કે, આ અઠવાડિયાના અંત સુધીમાં દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી જવાની જાણ કરવામા આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!