Honda City Hybrid કાર ૨૫ કિલોમીટર કરતા વધારે આપશે માઈલેઝ, જાણીએ તેની કિંમત અને ફીચર્સ વિષે.

હાઈબ્રિડ કાર

image source

Honda City Hybrid કાર જલ્દી જ આવી રહી છે ભારતમાં, ૨૫ કિલોમીટર કરતા વધારે આપશે માઈલેઝ, જાણીએ તેની કીમત અને ફીચર્સ વિષે.

સાર

રીપોર્ટમાં જણાવ્યા મુજબ હોન્ડા કંપની હાલમાં જ આ હાઈબ્રિડ કારને થાઈલેન્ડમાં લોન્ચ કરી દીધી છે. હવે હોન્ડા કંપની આ કારને જલ્દી જ ભારતમાં પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે.

વિસ્તાર

image source

Honda Cars India (હોન્ડા કાર્સ ઈન્ડિયા) એ જાહેર કર્યું છે કે, તેઓ નવા વર્ષમાં ભારતમાં એક નવી હાઈબ્રિડ (Hybrid) કાર લોન્ચ કરવા જઈ રહ્યા છે. હોન્ડા કંપની પોતાના સૌથી વધારે વેચાણ થનાર સેડાન કાર Honda City (હોન્ડા સિટી) કારના હાઈબ્રિડ મોડલને લોન્ચ કરશે. હોન્ડાએ સિટી હાઈબ્રિડને સૌથી પહેલા મલેશિયામાં પ્રસ્તુત કરવામાં આવી હતી. રીપોર્ટમાં જણાવ્યા મુજબ હોન્ડા કંપનીએ હાલમાં જ આ કારને થાઈલેન્ડમાં લોન્ચ કરી દેવામાં આવી છે. હવે હોન્ડા કંપની આ કારને જલ્દી જ ભારતમાં પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ખાસ વાત એ છે કે, એમાં માઈલેઝ પણ વધારે મળશે. જાણીશું આ કાર વિશેની તમામ જાણકારી….

હોન્ડા સિટી હાઈબ્રિડનું એંજીન:

image source

નવી હોન્ડા સિટી હાઈબ્રિડમાં ૧.૫ લીટર i- VTEC પેટ્રોલ એંજીન આપવામાં આવ્યું છે. આ એંજીન એક ઇલેક્ટ્રિક મોટર સાથે સજ્જ છે. કારમાં બે ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવી છે. જેમાંથી એક મોટર એંજીન સ્ટાર્ટ કરે છે અને બીજી મોટર વ્હીલ્સને પાવર પહોચાડે છે. કારમાં કંપનીએ i- MMD (ઈન્ટેલીજન્ટ મલ્ટી મોડ ડ્રાઈવ) હાઇબ્રિડ સિસ્ટમના સૌથી નાના વર્જનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારની ઇલેક્ટ્રિક મોટર 108 PS અને 253 Nmનો મેક્સિમમ ટોર્ક જનરેટ કરે છે. ત્યાં જ ૧.૫ L Atkinson cycle DOHC i- VTEC એંજીન 98 PSનો પાવર અને 127 Nmના પીક ટોર્ક જનરેટ કરે છે. હોન્ડા સિટી હાઈબ્રિડ કારમાં ૭ સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. હોન્ડા કંપનીએ દાવો કર્યો છે કે, આ કાર ૨૫.૬૪ કિલોમીટર પ્રતિ લીટરની માઈલેઝ આપી શકે છે.

ડીઝાઈન અને લુક:

image source

એક્સટિરીયર ફીચર્સની વાત કરવામાં આવે તો હોન્ડા સિટી હાઈબ્રિડ કારના ફ્રંટમાં હનીકોમ્બ ગ્રિલ, LED હેડલાઈટસ, LED DRLs (ડેટાઈમ રનિંગ લાઈટ્સ) મળે છે. કારના રિયરમાં અપડેટેડ ફ્રંટ બંપર અને ડીફ્યુઝર આપવામાં આવ્યા છે. આની સાથે જ કારમાં ૧૬ ઈંચ ડ્યુઅલ ટોન અલોય વ્હીલ્સ મળે છે.

શાનદાર ફીચર્સ:

હોન્ડા સપોર્ટ હાઈબ્રિડમાં સ્ટીયરીંગ વ્હિલ પૈડ્લ્સ મળે છે. આ કારમાં ૭ ઈંચ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ડિસ્પ્લે, ૭ ઈંચની એડવાન્સડ ટચ સ્ક્રીન ઓડિયો સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. એના સિવાય કારમાં ઓટોમેટીક હાઈ બીમ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, એડેપ્ટીવ ક્રૂઝ કંટ્રોલ, ઓટોનોમસ ઈમરજન્સી બ્રેકીંગ, લેન કીપિંગ અસિસ્ટ અને હોન્ડાના લેનવોચ બ્લાઈંડ સ્પોટ કેમેરા મળે છે.

સેફટી ફીચર્સ:

image source

નવી હોન્ડા સિટી હાઈબ્રિડ કારમાં ઘણા બધા સુરક્ષા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારમાં CMBS બ્રેકીંગ સિસ્ટમની સાથે કોલિજન વોર્નિંગ સિસ્ટમ, ૬ એરબેગ્સ, એબીએસ/ ઈબીડી બ્રેકીંગ સિસ્ટમ, રોડ અસિસ્ટ, રિયર વ્યુ કેમેરા, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ, ISOFIX અને ચાઈલ્ડ એંકર જેવા કેટલાક સેફટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

કીમત અને લોંચિંગ:

image source

હોન્ડા કંપનીએ Honda City Hybridને થાઈલેન્ડમાં ૮૩૯,૦૦૦ Bhatમાં લોન્ચ કરી છે. ભારતીય ચલણ મુજબ આ કીમત અંદાજીત ૨૦.૫ લાખ રૂપિયા જેટલી થાય છે. પરંતુ રીપોર્ટમાં જણાવ્યા મુજબ Honda City Hybrid કારને બજારમાં ફેસ્ટીવ સીઝન વર્ષ ૨૦૨૧ પહેલા ઉતારી શકે છે. ભારતમાં આ કારની કીમત અંદાજીત ૧૫થી ૧૮ લાખ રૂપિયાની આસપાસ રાખવામાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત