અહીંયા એક સુંદર ઘર ખરીદવા માટે જરૂર પડશે બસ 100 રૂપિયાની, બસ આ શરત કરવી પડશે પુરી

દુનિયામાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે એનું પોતાનું એક ઘર હોય. પણ આજની મોંઘવારીના જમાનામાં ઘર ખરીદવું કે બનાવવું એક મુશ્કેલ કામ છે. એક મિડલ કલાસ માણસના જીવનભરની કમાણી એક ઘર ખરીદવામાં જ જતી રહે છે. આ બધા છતાં દરેકનું સપનું હોય છે કે એનું પોતાનું એક ઘર હોય. પણ અહીંયા એટલું સસ્તું ઘર મળી રહ્યું છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ નહિ થાય.

image soucre

જો તમને ખબર પડે કે ફક્ત 100 રૂપિયામાં ઘર મળી રહ્યું છે તો તમને આ વાત પર વિશ્વાસ થશે? તમે આ વાત પર બિલકુલ વિશ્વાસ નહિ કરો. જો કે ભારતમાં આટલા સસ્તા ઘર નથી મળી રહ્યા. આ ઘર એબ્રુઝો રાજ્યના પ્રેટોલા પેલીગના નામની જગ્યાએ મળી રહ્યા છે. પ્રેટોલા પેલીગના એપેનીન પર્વતો વચ્ચે આવેલું છે. અહીંયા લોકોને રહેવા માટે ફક્ત 100 રૂપિયામાં ઘર મળી રહ્યું છે. અહિયાંની સરકારે એક યોજના લોન્ચ કરી છે જે હેઠળ લોકોને સસ્તામાં ઘર આપવામાં આવી રહ્યા છે.

image soucre

પ્રેટોલા પેલીગનામાં સરકારની આ યોજનાની શરૂઆત હમણાં થોડા દિવસ પહેલા જ કરવામાં આવી છે. જે લોકોને ઘરની જરૂરત છે એમની પાસે આવેદન માંગવામાં આવી રહ્યા છે. અહીંયા 250 ઘરને સરકાર વેચવા માગે છે. જો કે ખરીદનારને એનું રીનોવેશન કરાવવું પડશે જેના પર ઘણા પૈસા ખર્ચ થઈ શકે છે.

image source

આ ઘરને તમે ફક્ત 100 રૂપિયામાં ખરીદી તો શકો છો પણ એનું સમારકામ કરાવવા માટે તમારી પાસે પૈસા હોવા જોઈએ. પ્રોટોલા પેલીગના ઓથોરિટી અનુસાર આવતા 6 મહિનામાં ઘરનું સમારકામ ન કરાવવામાં આવ્યું તો ઘરના માલિકને લગભગ 9 લાખ રૂપિયા દંડ ભરવો પડશે.

image soucre

આ ઘર જ્યાં બનેલા છે ત્યાંથી સ્કી રિસોર્ટ ખૂબ જ નજીક છે. એ સિવાય થોડા કિલોમીટર દૂર જ રોમ પણ આવેલું છે. એ પહેલા પણ ઘણીવાર ઇટલીની ઓથોરિટીઝ દ્વારા એક યુરોમાં ઘર વેચવાની યોજના લાવવામાં આવી હતી. આ ઘરોની નિલામી કરવામાં આવશે અને એની શરૂઆત એક યુરોથી થશે. ઘરના માલિકોએ ત્રણ વર્ષમાં એને રહેવા લાયક બનાવવાનું હશે. જો કોઈ ઇટલીની બહારના રહેવાસી છે અને એ ખરીદી રહ્યા છે તો એને 2 લાખ 62 હજાર રૂપિયા ફી આપવી પડશે. એ પહેલાં પણ અહિયાંની સરકારે અન્ય ઘણા શહેરોમાં સસ્તા ઘરની યોજના લાગુ કરી હતી.