જાણી લો ક્યાં છે ઇન્ડિયન આઇડલના અત્યાર સુધીના વિજેતા, પવનદીપ રાજને જીત્યો સિઝન 12નો ખિતાબ.

ટેલિવિઝન સિગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ સિઝન 12ને એનો વિજેતા મળી ગયો છે. પવનદીપ રાજન ઇન્ડિયન આઇડલ 12ના વિજેતા બન્યા છે. રવિવારે આ શોનો ગ્રાન્ડ ફીનાલે હતો. પણ શું તમે જાણો છો કે આ પહેલાની ઇન્ડિયન આઇડલની સીઝનના વિજેતા હાલ શુ કરી રહ્યા છે? તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ.

અભિજીત સાવંત સિઝન 1.

image soucre

અભિજીત સાવંતને ઇન્ડિયન આઇડલના પહેલા વિનર તરીકે યાદ કરવામાં આવે છે. એમને એકથી લઈને એક ચડિયાતા ગીતોથી બધાનું દિલ જીતી લીધું છે. અભિજીતે ન ફકત ઇન્ડિયન આઇડલ પણ જો જીતા વો હી સિકંદર અને એશિયન આઇડલમાં પણ સેકંડ અને થર્ડ રનરઅપ તરીકે જીત મેળવી છે. ઇન્ડિયન આઇડલ 1ના વિજેતા અભિજીત સાવંત હાલના દિવસોમાં કઈ ખાસ ચર્ચામાં નથી રહેતા. ઇન્ડિયન આઇડલની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી અનેં દેશને પોતાનો પહેલો ઇન્ડિયન આઇડલ અભિજીત સાવંત મળ્યો હતો. 130 કન્ટેસ્ટન્ટને ટક્કર આપીને અભિજીતે પહેલા ટોપ 11માં જગ્યા બનાવી અને પછી બધાને પાછળ છોડીને ટ્રોફી પર કબજો કર્યો.

સંદીપ આચાર્ય સિઝન 2.

image soucre

રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ સિઝન 2ના વિનર સિંગર સંદીપ આચાર્ય હતા. ત્યારે સંદીપની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. જીતવા ઓર એ સમયે એમને સોની બીએમજી સાથે એક કરોડનો કોન્ટ્રાકટ, એક મ્યુઝિક આલ્બમનો કોન્ટ્રાકટની સાથે એક શાનદાર કાર પણ મળી હતી. એ સીઝનમાં નેહા કકકરે પણ ભાગ લીધો હતો પણ એ ત્રીજા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી અને હવે એ આ શોની જજ બની ગઈ છે. સંદીપ હવે આ દુનિયામાં નથી. 15 ડિસેમ્બર 2013ના રોજ કમળાના કારણે એમનું નિધન થઈ ગયું.

પ્રશાંત તમાંગ- સિઝન 3.

ઇન્ડિયન આઇડલ સિઝન 3ના વિનર રહ્યા હતા પ્રશાંત તમાંગ એમને વર્ષ 2007માં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. ઇન્ડિયન આઇડલમાં આવતા પહેલા પ્રશાંત પોલીસ ઓરકેસ્ટ્રામાં ગાતા હતા. જો કે હવે એ ક્યાં છે એ વિશે કોઈ જાણકારી નથી.

સૌરભી દેબબર્મા – સિઝન 4.

image soucre

ઇન્ડિયન આઇડલની સિઝન 4ની વિજેતા મહિલા હતી. ત્રિપુરાની સૌરભી દેબબર્મા ઇન્ડિયન આઇડલ 4ની વિજેતા બની હતી. આ સીઝનમાં કૈલાશ ખેર, સોનાલી બેન્દ્રે, જાવેદ અખ્તર અને અનુ મલિક જજની ખુરશી પર હતા. આ ખિતાબ માટે એમને દહેરાદુનના કપિલ થાપાને હરાવ્યા હતા. એ પછી એમને લગ્ન કરી લીધા.

શ્રી રામ ચંદ્ર મયનમપતિ- સિઝન 5.

image soucre

ઇન્ડિયન આઇડલની પાંચમી સિઝન શ્રી રામ ચંદ્ર મયનમપતિના નામ રહી. એમની જબરદસ્ત ફેન ફોલોઇંગ અને સારી સિગિંગના કારણે એ બધાના ફેવરિટ બની રહ્યા હતા.એ પછી એમને મ્યુઝિક અને સિગિંગ બન્ને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર શરૂ કર્યું.

વિપુલ મહેતા- સિઝન 6

image soucre

ઇન્ડિયન આઇડલ 6ની ટ્રોફી પંજાબના અમૃતસરના વિપુલ મહેતાના નામે રહી. ફાઈનલ રાઉન્ડમાં ત્રણ સિંગર્સ પહોંચ્યા હતા વિપુલ મહેતા, અમિત મહેતા અને દેવેન્દ્ર પાલ. આખરે વિપુલ બાજી મારી લીધી.

અંજના પદ્મનાભન- સિઝન 7

વર્ષ 2013માં ઇન્ડિયન આઇડલ સિઝન 7ની શરૂઆત થઈ અને આ વખતે બદકોમે પોતાનું ટેલેન્ટ અજમાવવાનો મોકો આપવામાં આવ્યો. પહેલી ઇન્ડિયન આઇડલ જુનિયર બની અંજનાને 25 લાખ રૂપિયા, એક કાર, પાંચ લાખ રૂપિયાની એફડી અને એક સ્પોન્સર તરફથી બે લાખ રૂપિયા મળ્યા હતા.

અનન્યા શ્રિતમ નંદા- સિઝન 8

image soucre

ઇન્ડિયન આઇડલ જુનિયર આઇડલની આ બીજી સીઝનમાં ઓડિશાની 13 વર્ષની અનન્યા શ્રિતમે બાજી મારી. આ અસીઝનમાં સલીમ મર્ચન્ટ, વિશાલ દદલાની અને સોનાક્ષી સિન્હા જજની ખુરશી પર હતા.

એલવી રેવંત- સિઝન 9.

ઇન્ડિયન આઇડલની નવમી સીઝનના વિજેતા એલવી રેવંત હતા. વિનર બનવા પર એલ વી રેવંતની વિજેતાની ટ્રોફી સિવાય 25 લાખ રૂપિયા અને મહિન્દ્રા તરફથી એક ગાડી ઇનામ તરીકે આપવામાં આવી. એ સિવાય રેવંતની સોની મ્યુઝિક સાથે ગીત ગાવાનો પણ કોન્ટ્રાકટ મળ્યો હતો.

સલમાન અલી – સિઝન 10.

image soucre

ઇન્ડિયન આઇડલ સિઝન 10 સલમાન અલીએ જીતી હતી. હરિયાણાના મેવાતમાં રહેતા સલમાન અલી લાઈવ વોટિંગના આધારે વિનર બન્યા હતા. એમને ઇનામ તરીકે 25 લાખ રૂપિયા અને એક કાર આપવામાં આવી હતી. સલમાને 6 વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કરી દીધું હતું. નાની ઉંમરમાં જ સલમાન એમના પિતા કાસીમ અલી સાથે જાગરણ અને લગ્નમાં જતા હતા. અહીંયાંથી જ એમના ગીતોનો સિલસિલો પણ ચાલ્યો.’

સની હિન્દુસ્તાની- સિઝન 11.

image soucre

પંજાબના રહેવાસી સની હિન્દુસ્તાની ઇન્ડિયન આઇડલ 11ના વિનર રહ્યા. ઇન્ડિયન આઇડલ સિઝન 11ના વિજેતા સની હિન્દુસ્તાનીને 25 લાખ રૂપિયાનો ચેક, એક નવી ટાટા અલટ્રોઝ કાર અને ટીસીરિઝની આગામી ફિલ્મમાં એક ગીત ગાવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો.

image source

પવનદીપ રાજન ઇન્ડિયન આઇડલ 12ના વિજેતા બન્યા છે. ઇન્ડિયન આઇડલ 12ના ફીનાલેમાં પવનદીપ રાજનનો મુકાબલો અરુણીતા કાંજીવાલા, મોહમ્મદ દાનીશ, શનમુખ પ્રિયા, નિહાલ તારો અને સાયલી કાંબલે સાથે હતો. ઉત્તરાખંડના રહેવાસી પવનદીપ રાજન સારું ગાય છે. એ પહેલાં પણ એક સિગિંગ રિયાલિટી શો જીતી ચુક્યા છે. એ વર્ષ 2015માં ટીવી શો ધ વોઇસ ઓફ ઇન્ડિયા જીતી ચુક્યા છે. એ ઇન્ડિયન આઇડલ 12ના ખિતાબ માટે સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહ્યા હતા.