કેપ્ટન વિરાટ કોહલીના ખાસ હોવના ના મળ્યા કોઈ ફાયદા, દૂધ માંથી માખીની જેમ બહાર કરી દેવામાં આવ્યા આ 3 ખિલાડીઓ.

T20 World Cup 2021 માટે બીસીસીઆઈએ ગત મહીને જ ભારતીય ટીમની ઘોષણા કરી દીધી હતી. પરંતુ કેટલાક ખેલાડી એવા પણ છે જેઓ આમ તો વિરાટ કોહલીના ફેવરેટ છે પરંતુ એમને ટીમમાં જગ્યા નથી આપવામાં આવી.

-વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલ ભારતીય ટીમ.

-આ ખેલાડીઓના કપાઈ ગયા પત્તા.

-વિરાટ કોહલીના છે ફેવરેટ.

image soucre

ટી20 વર્લ્ડ કપ 2021નું એલાન તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૧થી યુએઈ અને ઓમાનમાં થવા જઈ રહી છે. બીસીસીઆઈએ ગત મહીને જ ૧૫ ખેલાડીઓની બારતીય ટીમ જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ કેટલાક ખેલાડીઓ એવા પણ હતા જેઓ વિરાટ કોહલી માટે ખુબ જ ખાસ છે પરંતુ તેમ છતાં પણ આ ટીમમાં જગ્યા બનાવવામાં અસફળતા જ મળી. એવા ખેલાડીઓની બહાર થઈ જવાથી બધાને ખુબ જ નવાઈ લાગી છે.

શ્રેયસ ઐય્યર.

image source

મિડલ ઓર્ડરના શાનદાર બલ્લેબાજ માનવામાં આવતા શ્રેયસ ઐય્યરનો કેપ્ટન વિરાટ કોહલીની સાથે સબંધ ખુબ જ સારા રહ્યા છે. શ્રેયસ ઐય્યરને ટી20 વર્લ્ડ કપ ૨૦૨૧ (ICC T20 World Cup 2021)ના સ્ટેન્ડ બાય પ્લેયર્સ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ખભાના ભાગે જખમી હોવાથી તેઓ છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટથઈ અંતર જાળવી રહ્યા હતા. પરંતુ હવે તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ છે જો કે, તેમને ૧૫ સભ્યોની ટીમમાં જગ્યા આપવામાં આવી નથી.

યુજવેન્દ્ર ચહલ

image soucre

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ટી20 બોલર યુજવેન્દ્ર ચહલનું નામ ટી20 વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યા નથી. આ ખુબ જ આશ્ચર્યજનક નિર્ણય હતો કેમ કે, ટી20 ક્રિકેટમાં ચહલ ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે. એમની જગ્યાએ યુવા સ્પિનર રાહુલ ચાહરને સામેલ કરવામાં આવ્યા, જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફક્ત ૫ ટી20 મેચ રમ્યા છે. ચહલના વિરાટ કોહલીની સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે અને તેઓ આઈપીએલમાં એમની ટીમ આરસીબીથી જ રમ્યા છે. પરંતુ તો પણ તેઓ ટીમમાં જગ્યા બનાવવામાં અસફળ રહ્યા.

મોહમ્મદ સિરાજ

image soucre

આરસીબીના જ એક અન્ય સ્ટાર તેજ બોલર મોહમ્મદ સિરાજ પણ કેપ્ટન વિરાટ કોહલીના ખાસ ખેલાડીઓ માંથી જ એક છે. ટેસ્ટ ટીમમાં સતત સિરાજને ટીમમાં જગ્યા આપવામાં આવી છે પરંતુ ટી20 વર્લ્ડ કપ ટીમ માંથી તેમને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. એટલું જ નહી, આઈપીએલના પહેલા ફેઝમાં સિરાજનું પ્રદર્શન સારું રહ્યું હતું અને તેઓ ખુબ જ ઝડપથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું બનાવી રહ્યા છે. જો કે, સિલેક્ટર્સને સિરાજ પર વિશ્વાસ હતો નહી.

ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ.

image soucre

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), કે. એલ. રાહુલ, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.