અહીંથી ખરીદી લો જાફરાબાદી ભેંસ અને જાણો કમાણીથી લઈને પાલન સુધીની તમામ જાણકારી

દૂઘારુ ભેંસમાં એક નામ જાફરાબાદી ભેંસનું છે. ખાસ કરીને ગુજરાતના ભાવનગર જિલ્લામાં આ ભેંસ મળે છે. તેનું મૂળ સ્થાન ગુજરાતનું જાફરાબાદ છે અને તેના કારણે તેનું નામ પણ જાફરાબાદી ભેંસ રખાયું છે. જાફરાબાદી ભેંસનું વજન ઘણું વધારે હોય છે, તેનું મોઢું નાનું હોય છે અને શિંગડા વળેવા હોય છે. દૂઘનો વ્યવસ્યા કરનારા લોકો માટે આ ભેંસ ખૂબ જ કામની માનવામાં આવે છે.

image source

ગુજરાતના ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં આ ભેંસ મોટી સંખ્યામાં પાળવામાં આવે છે. અમરેલીમાં જાફરાબાદી ભેંસની સૌથી સારી જાતો મળી આવે છે. જાફરાબાદી ભેંસના શિંગડા વળેલા હોય છે પણ મુર્રા નસ્લથી વધારે વળેલા હોય છે. ભેંસમાં આ સૌથી ભારે ભરખમ જાતિ છે. તેનું વજન 800 કિલો થી લઈને 1 ટન સુધીનું હોય છે. આ ભેંસના માથા પર ગુંબજના આકાર હોય છે અને તનો રંગ સામાન્ય રીતે કાળો હોય છે અને ત્વચા ઢીલી હોય છે.

જાફરાબાદી ભેંસની ઓળખ

image source

જાફરાબાદી ભેંસ અન્ય ભેંસની તુલનામાં વધારે દિવસ સુધી દૂઘ આપે છે. આ ભેંસ દર વર્ષે બચ્ચાને જન્મ આપે છે જે ડેરીના કામ કરનારા લોતોને મોટો ફાયદો આપે છે. બાળકને તેઓ પાળે છે અને મોટું કરે છે અને પછી તે દૂધ આપવા લાયક બને છે. જાફરાબાદી ભેંસના માથા પર સફેદ નિશાન હોય છે જે તેની અસલિયતની ઓળખ છે. જાફરાબાદીની ક્રોસ બ્રિડ કરાવીને અનેક દૂઘારું નસ્લ તૈયાર કરાય છે. તેના દૂધને વેચીને આ ભેંસને વધારે વેચીને વધારે નફો કમાય છે.

આ ચીજ ખવડાવી શકાય છે

image source

આ ભેંસના આહાર અને આરામનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. તેને સાદુ પીવડાવવામાં આવે છે. આરામ આપવો એટલા માટે જરૂરી છે કેમકે તેની મોટી અસર દૂધના ઉત્પાદન પર થાય છે. આહારમાં સંતુલન રાખવું જરૂરી છે. ચારામાં એક સંતુલન જરૂરી છે. લીલો ચારો જેટલો વઘુ જરૂરી છે તેટલું જ દાણા પણ જરૂરી છે. જાફરાબાદી ભેસ વજનવાળી હોય છે આ માટે તેનો આકાર પણ મોટો હોય છે. ચારામાં લગભગ દાણાનું પ્રમાણ 35 ટકા હોવું જોઈએ. આ સિવાય ચણા, મગફળી, અળસી અને બિનૌલાનું ખળ ખવડાવવામાં આવે છે.

સંતુલિત આહાર છે જરૂરી

image source

સંતુલિત આહાર માટે જાફરાબાદી ભેંસને અનેક ચીજો આપવામાં આવે છે. મોટી દુધારુ ભેંસને રોજ ઓછામાં ઓછા 3-4 કિલો દાણા આપવા જરૂરી છે. દાણાના રૂપમાં ઘઉં, જવ, બાજરા, મકાઈ કે અન્ય અનાજના ફાડા આપી શકાય છે. દાણા અને ચારો સીઝન અનુસાર આપવો. આમ કરવાથી જાફરાબાદી ભેંસ વધારે દૂધ આપે છે. દાણાને પાણીની સાથે ગરમ કરીને આપવાથી પણ વધારે ફાયદો મળે છે.

ડેરીને માટે આર્થિક મદદ

image source

ડેરીને માટે કામ શરૂ કરનારા લોકો જાફરાબાદી ભેંસની મદદથી સારી કમાણી કરી શકે છે. આ કામ માટે સરકારી લોન પણ લઈ શકાય છે. ભેસની કિંમત વઘારે હોય છે માટે આર્થિક મદદની જરૂર રહે છે. ભેંસનું દૂધ કાઢીને ડાયરેક્ટ વેચી શકાય છે અને તેનાથી પણ સારા પ્રમાણમાં આવક થાય છે. દૂધથી ઘી કાઢીને તેને પણ વેચી શકાય છે. આ ભેસના બચ્ચાઓ જલ્દી તૈયાર થઈ જાય છે અને તે પણ તમારી કમાણીનું સાધન બનતાં તમને વધારે ફાયદો મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!