આ દિવસે નહીં થઈ શકે કોઇ જ પ્રકારનું ઓનલાઇન ટ્રાન્જેક્શન, આરબીઆઈએ ચેતવણી આપતાં કહ્યું કે….

લોકો હવે ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરતાં થયાં છે. ઓનલાઇન શોપિંગથી લઈને પૈસાની અન્ય લેવડ-દેવડ પણ હવે ઓનલાઇન જ કરી રહ્યાં છે. પહેલાંની જેમ હવે બેન્કો પર પૈસા ઉપાડવા કે જમા કરાવવા માટે લાઈનો દેખાતી નથી. લોકો સીધા ફોનમાંથી જ કે એટીએમની મદદથી કામ કરી લે છે. આ વચ્ચે એક મોટી જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આરબીઆઈએ સોમવારે કહ્યું હતું કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સુવિધા 18 એપ્રિલ રવિવારે ઓછામાં ઓછા 14 કલાક કામ કરશે નહીં.

image source

આવું કરવા પાછળનું કારણ જણાવતાં બેંકે કહ્યું હતું કે આ તકનીકી સુધારણા અને આરટીજીએસના વધુ સારા વ્યવહાર માટે કરવામાં આવી રહ્યું છે જેથી ગ્રાહકોએ તેમના મહત્વપૂર્ણ કામ અગાઉથી કરી કે તેવું અમારું નિવેદન છે. આ અંગે આરબીઆઈ દ્વારા લેખિત નોટિસ પણ જારી કરવામાં આવી છે. આ નોટિસમાં આરબીઆઈએ કહ્યું છે કે ‘સભ્ય બેંકો તેમના ગ્રાહકોને ચુકવણી કામગીરીની યોજના માટે માહિતી આપી શકે છે’. આરટીજીએસ સભ્યો સિસ્ટમ પ્રસારણ દ્વારા ઇવેન્ટ અપડેટ્સ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે.

image source

આ સાથે જાણવાં મળ્યું છે કે આ સમયે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) સિસ્ટમ સામાન્ય રીતે કાર્યરત રહેશે. હજી સુધી માત્ર બેંકોને આરટીજીએસ અને એનઇએફટી ચુકવણી સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી હતી તેવી માહિતી મળી હતી પરંતુ આ પછી ગયા અઠવાડિયે સેન્ટ્રલ બેંકે નોન-બેંક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોમાં NEFT અને RTGS સુવિધાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો.

image source

મળતી માહિતી મુજબ હવે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (પીપીઆઈ), કાર્ડ નેટવર્ક અને એટીએમ ઓપરેટર રીસીવએબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (ટીઆરડીડીએસ) પ્લેટફોર્મ એનઇએફટી અને આરટીજીએસ મોડનો ઉપયોગ કરી શકે છે. નોન-બેંકો ભાગીદારીમાં વધારો કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ નોટિસ પછી ઘણાં લોકો પુછી રહ્યાં છે કે આરટીજીએસ શું છે? તો તમને જણાવી દઈએ કે આરટીજીએસ એ ફંડ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે .

image source

આ પ્રક્રિયામાં વ્યવહાર ઝડપથી થાય છે. તેનું પૂરું નામ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ છે. આ સિસ્ટમની મદદથી તમે સરળતાથી એક બેંક ખાતામાંથી બીજામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પૈસા તરત જ આરટીજીએસમાં સ્થાનાંતરિત થાય છે. આ સાથે આ સિસ્ટમની મહત્વની વાત એ છે કે તેમાં પૈસા મોકલવાની મર્યાદા છે. આ હેઠળ તમે ઓછામાં ઓછા બે લાખ રૂપિયાનું ટ્રાંઝેક્શન કરી શકો છો. આ નોટિસ પછી ટ્રાંઝેક્શ દ્વારા લેવડ દેવડ કરનારા લોકો મોટે મહત્વની છે કે તેઓ તેમનાં મહત્વનાં કામો 18 એપ્રિલ પહેલાં પૂરા કરી લે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!