એક વર્ષમાં કરોડો રૂપિયા કમાય છે આ ગુજરાતી મહિલા, જાણો ગામડામાં રહીને કેવી રીતે કરે છે કમાણી

દરેક ઘરમાં ગૃહિણીનો દિવસની શરૂઆત દૂધ લઈ અને તેને ગરમ કરવાથી થાય છે. આ દૂધ આપનાર વ્યક્તિ લાખોપતિ હોઈ શકે છે તેવું તમે વિચાર્યું છે ? ન વિચાર્યું હોય તો આજે તમને જણાવીએ એક એવી મહિલા વિશે જે દૂધનો વ્યવસાય કરી અને વર્ષે કરોડોની કમાણી કરે છે.

image source

તાજેતરમાં જ બનાસડેરી દ્વારા 10 પશુપાલક મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ દૂધ ધરાવનાર મહિલા તરીકેનો એવોર્ડ નવલબેન ચૌધરીએ મેળવ્યો છે. ન બે નહીં બનાસ ડેરી તરફથી 25 હજારનું ઇનામ અને એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. નવલબેન 65 વર્ષના છે તેમ છતાં તેઓ સવારે પાંચ વાગ્યાથી રાત સુધી દોડધામ કરે છે અને પશુપાલનનો વ્યવસાય ચલાવી રહ્યા છે.

image source

65 વર્ષની ઉંમરે પણ પશુપાલન અને દૂધના વેચાણથી તેઓ મહિને લાખો રૂપિયાનાં અને વર્ષેય એક કરોડથી વધુની કમાણી કરે છે. વીસ-પચ્ચીસ પશુઓ સાથે નવલબેનને દૂધનો વ્યવસાય શરૂ કર્યો હતો ત્યારે હવે તેમની પાસે 200 થી વધુ પશુ છે. તેઓ સવારે પાંચ વાગ્યાથી દૂધ દોહવા સહિત નું કામ શરૂ કરે છે અને દિવસ દરમિયાન 1000થી 1200 લીટર દૂધ બનાસડેરીમાં ભરાવે છે.

image source

આ રીતે નવલબેન મહિને 8થી 9 લાખ રૂપિયાની કમાણી કરે છે જ્યારે તેમની વાર્ષિક આવક એક કરોડથી પણ વધુ છે. નવલબેન પોતાના પશુઓ નું ધ્યાન પણ ખાસ રીતે રાખે છે તેમના માટે શેડ બનાવવામાં આવ્યા છે અને તેમને પીવા માટે શુદ્ધ પાણી આપવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાનો ખોરાક આપવાની સાથે પશુઓની સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પશુઓના શેડ બરાબર સાફ રહે, પશુઓ નું ધ્યાન બરાબર રહે અને તેમને સમયસર ખોરાક મળે તે માટે તેમણે 15 લોકોનો સ્ટાફ પણ રાખ્યો છે.

image source

આ સિવાય તેમના પશુઓને ઘાસચારો મળી રહે તે માટે તેમણે પાંચ એકરમાં લીલું ઘાસ વાવ્યું છે. 15 લોકોનો સ્ટાફ હોવા છતાં નવલબેન સવારથી સાંજ સુધી પોતે પણ પશુઓ પાસે ખડે પગે રહે છે. જોકે હવે તેમની ઇચ્છા છે કે તેઓ રોજ 1800થી 2000 લિટર દૂધ બનાસ ડેરીમાં ભરાવી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!