પ્રિયંકાથી લઇને ઐશ્વર્યા સુધી, બોલિવૂડની આ અભિનેત્રીઓ એમની સુંદરતા નિખારવા કરે છે દહીંનો ઉપયોગ, જાણી લો એમના બ્યુટી સિક્રેટસ

યોગર્ટ એટલે કે દહીથી બનેવાળો ફેસ માસ્ક તમારી સ્કિનને રેજુનવેટ કરે છે અને એને જરૂરી નરીશમેન્ટ આપે છે. યોગર્ટમાં મધ, હળદર કે અન્ય ઘરેલુ સામગ્રી ભેળવીને એને ફેસ માટે યુઝ કરો.

image source

તો ચાલો જાણી લઈએ કે બોલીવુડની હસીનાઓ પોતાની બ્યુટી નિખારવા માટે યોગર્ટનો કેવી રીતે ઉપયોગ કરે છે.

ઐશ્વર્યા રાય.

image source

મોસ્ટ બ્યુટીફૂલ એક્ટ્રેસમાંથી એક ઐશ્વર્યા રાય એમના ફ્લોલેસ કોમ્પ્લેક્સન અને બ્યુટીફૂલ સ્કિન માટે જાણીતી છે. અને એમની સ્કિનની સુંદરતા વધારવા માટે મોટાભાગે હોમમેડ વસ્તુઓનો જ ઉપયોગ કરે છે. એ દહીંને ફેસપેક તરીકે યુઝ કરે છે.એમનું કહેવું છે કે એ એમની સ્કિનને ન ફકત મૌશ્ચરાઇઝ કરે છે પણ એનાથી એમની સ્કિન યંગ પણ લાગે છે. તો તમે પણ ઐશ્વર્યા જેવી સ્કિન ઈચ્છતા હોય તો યોગર્ટ ફેશપેકનો રેગ્યુલર ઉપયોગ કરો.

પ્રિયંકા ચોપરા.

image source

પ્રિયંકા ચોપરા દહીંનો ઉપયોગ એના વાળ માટે કરે છે અને આ જ એમના હેલ્ધી વાળનું સિક્રેટ પણ છે. પ્રિયંકા દહીં, ઈંડુ અને મધને ભેળવીને બનાવેલા હેર પેક વાળમાં લગાવે છે. એનાથી વાળ સ્ટ્રોંગ બને છે અને ડ્રાય સ્કાલ્પ તેમજ ડેન્ડ્રફથી પણ છુટકારો મળે છે.

કિયારા આડવાણી.

image source

એક્ટ્રેસ કિયારા આડવાણી જેવી ફ્લોલેસ અને ગ્લોઇંગ સ્કિન મેળવવી એ દરેક છોકરીનું સપનું હોય છે. જો કે કિયારા લેકટોઝ ઈંટોલરન્ટ છે, સ્કિનને નરીશમેન્ટ આપવા માટે એ દહીંનો ઉપયોગ કરે છે. એ રેગ્યુલર દહીં અને બેસનનું મિશ્રણ ચહેરા પર લગાવે છે.

સુરભી જ્યોતિ.

image source

ટીવીની નાગીન બેલા એટલે કે સુરભી જ્યોતિની સુંદર સ્કિનનું સિક્રેટ પણ દહીં છે. એમને પણ એમના ફેન્સ માટે યોગર્ટ ફેસપેક સિક્રેટ શેર કર્યું છે. સુરભી જ્યોતિના યોગર્ટ ફેસપેક બનાવવાં માટે દોઢ ટેબલસ્પૂન હળદર પાઉડર, 1 1 ટેબલસ્પૂન બેસન, વહીટ બ્રાન અને દહીંમાં 3 4 ટીપાં રોઝ વોટર ભેળવીને ચહેરા પર લગાવો અને સુકાય એટલે ચહેરો ધોઈ લો.

અનન્યા પાંડે.

Ananya Pandey
image source

અનન્યા પોતાની સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવાં માટે બધી હોમ રેસીપીઝ ટ્રાય કરતી રહે છે. પણ એમને સ્કિન માટે સૌથી બેસ્ટ લાગે છે યોગર્ટ ફેસપેક. અનન્યા પાંડે વાળો ફેસ માસ્ક બનાવવા માટે 1 ટીસપૂન હળદર, 1 ટીસપુન મધ અને 1 ટેબલસ્પૂન દહીં મિક્સ કરી લો. અને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

મીરા રાજપૂત.

Meera Rajput
image source

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની સ્કિનના લોકો દીવાના છે. મીરા ઘણીવાર સોશિયલ મીડિયા પર એમની સ્કિન કેરના નુસ્ખા અને ઘરેલુ ફેસપેક્સ શેર કરતી રહે છે. મીરા ક્યારેય ફેશિયલ નથી કરાવતી અને ઘરે જ 4 સ્ટેપ ગ્લો ફેશિયલ કરે છે. એ માટે એ દહીં અને બેસન યુઝ કરે છે.