પરિણીતી ચોપરાના આવા ગ્લેમરસ ફોટા જોઇ પ્રિયંકાને થઈ ઇર્ષા, અને લખી નાખ્યું કંઈક એવું કે…

બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ ઘણીવાર એમના ફોટા અને વિડિયોઝ ફેન્સ સાથે શેર કરે છે. હાલ પરિણીતી ચોપરા તુર્કીમાં રજાઓ પસાર કરી રહી છે. હાલમાં જ એમને પોતાનો સમુદ્ર કિનારે બેઠેલો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. એમને આ અવતારમાં જોઈ એમના ફેન્સ ઘણા જ ખુશ થઈ રહ્યા છે. એ સાથે જ ફેન્સ ઘણી બધી કમેન્ટ પણ કરી રહ્યા છે. એટલું જ નહીં એમની બહેન પ્રિયંકા ચોપરાએ પણ પરિણીતી ચોપરાના આ ફોટા પર એક રસપ્રદ કમેન્ટ કરી છે. એ પછી અભિનેત્રીની આ પોસ્ટ ખુબ જ ચર્ચામાં આવી ગઈ છે.

image source

વાત જાણે એમ છે કે પરિણીતી ચોપરાએ થોડા સમય પહેલા જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં પરિણીતી ચોપરા ખૂબ જ ફિટ લાગી રહી છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે પરિણીતી ચોપરા સમુદ્ર કિનારે રેતી પર ગોગલ્સ પહેરીને બેઠી છે અને પોઝ આપી રહી છે. પરિણીતી ચોપરા આ ફોટામાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. પરિણીતી ચોપરાએ આ ફોટો શેર કરીને સાથે કેપ્સનમાં લખ્યું છે કે હું આ ફોટો ક્લિક કરાવતા પહેલા પ્રાણાયામ કરી રહી હતી.. ઓકે…એ અસત્ય છે.

image source

ફેન્સ એમના ફોટાની સાથે સાથે પરિણીતી ચોપરાના આ કેપ્સન પર પણ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. તો પ્રિયંકા ચોપરાએ આ ફોટા પર કમેન્ટ કરી છે કે મને ખુબ જ ઈર્ષ્યા થઈ રહી છે. એમને કમેન્ટમાં હાર્ટવાળી ઇમોજી પણ મૂકી. પરિણીતી ચોપરનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

image source

પરિણીતી ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લી વાર એ ફિલ્મ સાઈનામાં દેખાઈ હતી. જો બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલની લાઈફ પર આધારિત ફિલ્મ હતી. અને પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો એ હાલના દિવસોમાં લોસ એન્જેલ્સમાં પોતાના પતિ નિક જોનસ સાથે ક્વોલિટી સમય પસાર કરી રહી છે.

image source

વીતેલા દિવસોમાં પરિણીતી ચોપરાએ બિહાર અને ઉત્તરપ્રદેશમાં ગંગા નદીમાં વહેતી લાશોના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરિણીતી ચોપરાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે આ મહામારીએ માનવતાનો સૌથી ખરાબ ચહેરો સામે લાવીને રાખી દીધો છે. જેમની લાશો તરી રહી છે એ લોકો પણ જીવિત હતા.કોઈની માતા, કોઈની દીકરી, પિતા કે દીકરો હશે. જો તમારી બોડી નદી કિનારે મળતી કે તમારી માતાનું શબ નદી કિનારે તરતું મળતું તો તમને કેવું લાગતું? વાસ્તવમાં આ વિચારવું પણ અઘરું છે. એવું કરાવનાર લોકો ખરેખર રાક્ષસ છે.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2011માં પરિણીતી ચોપરાએ લેડીઝ વર્ષેસ રિકી બહેલથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જો કે એમને ઓળખ વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ ઇશ્કઝાદેથી મળી હતી. શુદ્ધ દેશી રોમાન્સ, ગોલમાલ અગેન, કેસરી અને જબરીયા જોડી જેવી ફિલ્મોમાં એ કામ કરી ચુકી છે. જો કે પરિણીતી ચોપરાની હમણાં રિલીઝ થયેલી ત્રણેય ફિલ્મો સંદીપ ઓર પિંકી ફરાર, સાયના અને ધ ગર્લ ઓન ધ ટ્રેન બોક્સ ઓફીસ પર કઈ ખાસ કમાલ ન કરી શકી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *