આ ફેમસ કંપનીને લાગશે તાળા, સરકારે આપી દીધી મંજૂરી, તમે તો ક્યાંક નથી વિચારતાને આ સ્કૂટર લેવાનું?

અહીં આ આર્ટિકલ વાંચનારા વાંચકો પૈકી જો કોઈ જૂની પેઢીના વાંચકો હોય તો તેમના માટે લેંબ્રેટા, વિજય સુપર, વિક્રમ અને લૈમ્બ્રો જેવા નામો અજાણ્યા નહીં હોય. કદાચ એવું પણ બની શકે કે આ નામો વાંચી તેમના ચહેરા પર રોનક આવી જાય અને સ્મિત પણ. ઉપરોક્ત નામ અસલમાં પ્રખ્યાત સ્કુટર્સના છે જેને જૂની પેઢીના લોકો બહુ ઠાઠ સાથે ચલાવતા. જો કે હવે આ યાદગીરીના એક દુઃખદાયક સમાચાર છે.

image source

લેંબ્રેટા અને વિજય સુપર જેવા લોકપ્રિય સ્કૂટર બનાવનારી સાર્વજનિક ક્ષેત્રની ઓટોમોબાઈલ કંપની સ્કુટર્સ ઇન્ડિયા લિમિટેડ નજીકના ભવિષ્યમાં જ બંધ થવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં આ કંપની બંધ કરવાના પ્રસ્તાવને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ એવું કહેવાય છે કે મંત્રીમંડળના આર્થિક મામલાઓ સંભાળતી સમિતિ (CCEA) એ ગત બુધવારે એક બેઠકમાં લખનઉની કંપની સ્કુટર્સ ઇન્ડિયા લિમિટેડને બંધ કરવા મંજૂરી આપી હતી.

આ મશહૂર બ્રાન્ડ બનાવતી સ્કુટર્સ ઇન્ડિયા કંપની

Lambretta Scooter
image source

એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્કુટર્સ ઇન્ડિયાના બ્રાન્ડને અલગથી વેંચવામાં આવશે કારણ કે કંપની પાસે લેંબ્રેટા, વિજય સુપર, વિક્રમ અને લૈમ્બ્રો જેવા પ્રખ્યાત બ્રાન્ડ છે. કંપની વિક્રમ બ્રાન્ડ અંતર્ગત અનેક પ્રકારના ત્રિચક્રી વાહનો બનાવે છે. કંપનીને બંધ કરવાના પ્રસ્તાવને સરકારની મંજૂરી બાદ ભારે ઉદ્યોગ મંત્રાલય તેને બંધ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરશે.

કંપની બંધ કરવા માટે પણ જોઈશે 65.12 કરોડ રૂપિયા

image source

સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું હતું કે સ્કુટર્સ ઇન્ડિયા લિમિટેડને બંધ કરવા માટે 65.12 કરોડ રૂપિયાની જરૂરત પડશે. આ રકમ સરકાર પાસેથી ઋણ તરીકે લેવામાં આવશે. પ્રસ્તાવ અંતર્ગત આ કોષ ઉપલબ્ધ થયા બાદ કંપનીના નિયમિત કર્મચારીઓને સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના / સ્વૈચ્છિક પૃથકીકરણ યોજના (વીઆરએસ/વીએસએસ) નો લાભ અપાશે. લખનઉ ખાતેની કંપનીના મુખ્યાલયમાં લગભગ 100 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

આમને હટાવશે કંપની

image source

અધિકારીએ જણાવ્યું કે વીઆરએસ / વીએસએસ નો વિકલ્પ પસંદ ન કરનાર કંપનીના કર્મચારીઓને ઔદ્યોગિક વિવાદ કાનૂન, 1947 મુજબ હટાવવામાં આવશે. કંપનીની 147.49 એકર જમીન ઉત્તર પ્રદેશ રાજ્ય ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણને અરસપરસ સહમતી વાળા દરે પરત અપાશે. જો કે આ પ્રક્રિયામાં સમય લાગવાની સંભાવના છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત