નાગણના બદલાનો કિસ્સો ચારેકોર ચર્ચામાં, સાપ કરડતાં 3 દિવસ પહેલાં કાકીનું અને પછી 7 વર્ષની ભત્રીજી બન્નેના મોત

આપણે ગામડામાં એક વાત ખુબ જ વખત સાંભળી હોય કે નાગ અને નાગણ એકબીજાનો બદલો લેવા માટે જાણીતા છે. ત્યારે હાલમાં સાચે જ એક એવો કિસ્સો આવ્યો છે અને પરિવારમાં બે લોકોના મોત પણ નીપજ્યા છે. ત્યારે હવે આ કિસ્સો ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો ફફડી ઉઠ્યાં છે. તો આવો વિગતે જાણીએ આ કેસ વિશે. દહેગામ તાલુકાના ગલાજીની મુવાડી ખાતે આ વિચિત્ર ઘટના બની છે. જેમાં સાપે ડંખ મારતાં કાકી-ભત્રીજી બન્ને મોત થયાં હતાં. પરંતુ આ કેસમાં વાત કંઈક અલગ જ છે.

image source

જો વિગતે વાત કરીએ તો મૃતકના ઘરની આસપાસ ઘટનાના ત્રણ દિવસ પહેલાં એક સાંપ ચઢી આવ્યો હતો, જેને પગલે કોઈએ તેને પકડ્યો અને મારી નાખ્યો હતો. ત્યારે કાકી-ભત્રીજીનાં સાપે ડંખ મારવાથી થયેલા મોતને પગલે ગામમાં વાતો શરૂ થઈ ગઈ હતી કે ત્રણ દિવસ પહેલાં મરેલા સાપનો બદલો લેવા નાગણે લીધો છે અને 2 લોકોનો ભોગ લીધો છે. ત્યારે હાલ તો આ ઘટના માત્ર ગલાજીની મુવાડી નહીં, પરંતુ સમગ્ર દહેગામ પંથકમાં ચર્ચામાં આવી છે અને લોકો વચ્ચે આવી બદલાની જ વાતો કરવામાં આવી રહી છે, કારણ કે 4 કલાકના અંતરે ઘટેલી ઘટનામાં કાકી અને ભત્રીજી બંનેને સાપે ડાબા પગની આંગળીમાં જ ડંખ માર્યો હતો. આ ઘટના 10 જૂન ગુરુવારના રોજની બતાવવામાં આવી રહી છે.

image source

સમગ્ર વાત વિગતે કરવામાં આવે તો બન્યું એવું કે ગલાજીની મુવાડી ગામે રહેતાં 35 વર્ષીય સુરેખાબેન પ્રહલાદજી સોલંકી સવારે 6 વાગ્યે ઘરની બાજુમાં લાકડાં ભેગાં કરવા ગયા હતાં. આ સમયે તેમને ડાબા પગની આંગળીએ સાપ કરડ્યો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો સહિતના લોકોએ તેમને તાત્કાલિક દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લી ગયા અને ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

image source

મૃતક સૂર્યબેન સોલંકીના પતિ પ્રહલાદજીનું છ મહિના પહેલાં કોઈ બીમારીને કારણે મોત થયું હતું. પતિના મોત બાદ છૂટક મજૂરી કરીને 12 વર્ષની દીકરી, 8 અને 5 વર્ષના બે દીકરાનું ગુજરાન ચલાવતા હતા. માતાના અચાનક મોતને પગલે ત્રણેય બાળકોએ છ મહિનાના ગાળામાં માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે.

image source

કઈ રીતે ભત્રીજીનું મોત થયું એના વિશે વાત કરીએ તો મૃતક સુરેખાબેનના જેઠ રણજિતસિંહની 7 વર્ષની દીકરી અનુ ઘર પાસે રમી રહી હતી. આ સમયે ઘરની સીડી પાસે તૂટેલા ભાગમાં બેસી રહેલો સાપે તેને પણ ડાબા પગની આંગળીએ કરડી ગયો અને તેની તબિયત લથડતાં બાળકીને પણ દવાખાને લઈ જવાઈ હતી. જો કે દુર્ભાગ્ય તો જુઓ બાળકીને પણ બચાવી શકાઈ ન હતી. એક સાથે બે લોકોનાં મોતને પગલે રોષે ભરાયેલા લોકોએ સાપને શોધીને મારી નાખ્યો. સમગ્ર ઘટનામાં ત્રણ દિવસ પહેલાં મારી નખાયેલા નાગનો બદલો લેવા માટે નાગણ આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને લોકોમાં ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે.