કોરોના મહામારીમાં સીએમ રૂપાણીનો મહત્વનો નિર્ણય, આ લોકોને મળશે 25 લાખ રૂપિયાનું વળતર

દેશમાં કોરોના મહામારીનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે અનેક લોકોના મોત થઈ રહ્યા છે. દેશમાં બીજી લહેરનો કહેર આતંક મચાવી રહ્યો છે. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. તેઓએ કહ્યું કે કોરોનામાં જેમના મોત થયા છે તે સ્મશાનગૃહના કર્મચારીઓના વારસદારોને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

આ કર્મચારીઓને સીએમ રૂપાણીએ ગણાવ્યા કોરોના વોરિયર્સ

image source

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલમાં મળેલી એક બેઠકમાં નિર્ણય લીધો છે કે રાજ્યાના તમામ સ્મશાનગૃહમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓને પણ હવેથી કોરોના વોરિયર્સ ગણવામાં આવશે. આ સાથે તેમને આ નવા નિર્ણયનો લાભ 1 એપ્રિલ 2020થી મળશે.

શું લીધો નિર્ણય

image source

સીએમ રૂપાણીએ નિર્ણય લીધો છે કે હવેથી સ્મશાનગૃહમાં કામ કરતા લોકોને પણ કોરોના વોરિયર્સ ગણવામાં આવશે. જો આ કર્મચારીઓ સ્મશાનગૃહમાં કામ કરતા પોતાનો જીવ ગુમાવે છે તો તેમને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. મહામારીમાં ગંભીર સ્થિતિમાં કામ કરતા આ કર્મચારીઓ પોતાના જીવના અને પરિવારના જોખમે કામ કરે છે. આ સાથે જ તેમના જીવને પણ જોખમ રહે છે તો તેમના મોત બાદ પરિવારને સાથ મળી રહે તે માટે તેમને આ સહાય આપવાનું નક્કી કરાયું છે.

હાલમાં ગુજરાતમાં ઘટી રહયા છે કોરોનાના કેસ

image source

એક રિપોર્ટ અનુસાર છેલ્લા 25 દિવસમાં કોરોનાથી મોતની સંખ્યા ગુજરાતમાં ઘટી છે અને રિકવરી રેટ પણ 80 ટકાને પાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 11હજાર નવા કેસ આવ્યા હતા તો સાથે જ 15 હજાર દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. 10 જિલ્લામાં કોઈનું પણ મોત થયું નથી. સુરત બાદ અમદાવાદ પણ હોટસ્પોટ બની ચૂક્યું હતું પણ હવે તેમાં રાહત મળી રહી છે.

કોર કમિટીની બેઠકમાં લીધો આ નિર્ણય પણ

મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડને લઈને પણ સરકારનો નિર્ણય

image source

સીએમ રૂપાણીએ ગાંધીનગર કોર કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. જેમાં તેઓએ માં અમૃતમ -વાત્સલ્ય કાર્ડથી ખાનગી હોસ્પિટલમાં પણ સારવારનો લાભ મળવાની દજાહેરાત કરી હતી. આ નવી યોજનાાના આધારે દર્દીને દરરોજના રૂ 5.000ની મર્યાદામાં દાખલ થયાની તારીખથી 10 દિવસ સુધી આ યોજનાનો લાભ મળી શકશે. હાલથી લાગૂ કરવામાં આવેલો આ નિર્ણય 10 જુલાઇ સુધી લાગુ રહેશે તેમ પણ સીએમ રૂપાણીએ કહ્યું હતું.