આ નિયમ લાગૂ થયો તો સપ્તાહમાં મળશે 3 ઓફ, જાણો શું છે નવો નિયમ અને ક્યારથી તે થશે લાગુ

નોકરી કરતાં લોકો માટે જુલાઈનો મહિનો મહત્વનો સાબિત થવાનો છે. કારણ કે જુલાઈથી નવો વેજ કોડ લાગુ થવાની શક્યતા છે. વેજ કોડ લાગૂ થયા બાદ કર્મચારીઓનું સેલેરી સ્ટ્રકચર, રજા, પીએફ તમામ વસ્તુ પર અસર થશે. સરકારે 29 કેન્દ્રીય લેબર કાયદાને સાથે રાખી 4 નવા કોડ તૈયાર કર્યા છે. જેમાં ઈંડસ્ટ્રિયલ, રિલેશંસ, કોડ ઓન ઓક્યૂપેશન સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશંસ કોડ, સોશિયલ સિક્યોરિટી કોડ અને કોડ ઓન વેજીજનો સમાવેશ થાય છે.

image source

નવો વેજ કોડ લાગુ થયા બાદ સૌથી મોટી અસર પગાર પર થશે. તેનાથી કર્મચારીઓનું સેલેરી સ્ટ્રકચર સંપૂર્ણ રીતે બદલી જશે. સેલેરીમાં અલાઉંસ 50 ટકાથી વધારે નહીં હોય. 50 ટકા ભાગ બેઝિક પ્લસ મોંઘવારી ભથ્થાને જોડીને રાખવામાં આવશે. સેલેરી સ્ટ્રકચરની અસર મિલો, ફેક્ટરીઓમાં કારનાર શ્રમિકો સુધી તમામને લાગૂ થશે. આ નિયમ લાગુ થવાથી કર્મચારીની ટેકહોમ સેલેરી ઘટી શકે છે.

image source

માત્ર સેલેરી જ નહીં કર્મચારીની રજાઓ પર પણ અસર થશે. કર્મચારીઓની રજા અને કામના કલાકો બદલી જશે. કર્મચારીઓની અર્ન્ડ લીવ રજા 300 થઈ શકે છે. અગાઉ આ રજાઓ 240 હતી. ત્યારબાદ રજા 300 કરવા માંગણી કરાઈ હતી. પરંતુ આ માંગણી મંજૂર થઈ છે કે કેમ તે કોડ લાગુ થયા પછી ખબર પડશે.

image source

નવા વેજ કોડમાં કર્મચારીના કામના કલાકો વધી અને 12 થઈ શકે છે. જો કે સરકાર તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે સપ્તાહમાં 48 કલાક કામ કરવાનો નિયમ લાગૂ જ રહેશે. એટલે કે જો કોઈ કર્મચારી દિવસમાં 8 કલાક કામ કરે છે તો તેને સપ્તાહના 6 દિવસ જ કામ પર જવાનું રહેશે એક જ દિવસની રજા મળશે. જો કોઈ કંપની 12 કલાક કામ આપે છે તો તે કર્મચારીઓને સપ્તાહમાં 3 દિવસ રજા આપવી પડશે. જો કે આમ કરવા માટે કંપની અને કર્મચારી વચ્ચે સહમતિ હોવી જોઈએ.

આ કોડ લાગુ થવાથી પહેલીવાર દેશના તમામ પ્રકારના વર્કર્સને ન્યૂયનત પગાર મળશે. તમામ શ્રમિકોને સામાજિક સુરક્ષા માટે પીએફ ફંડની સુવિધા અપાશે. સંગઠિત અને અસંગઠિત બંને સેક્ટરના તમામ કર્મચારીઓને ઈએસઆઈનું કવરેજ મળશે.

આ વેજ કોડમાં ખાસ વાત એ પણ છે તે મહિલાઓને તમામ પ્રકારના વેપારમાં કામ કરવાની છૂટ આપે છે અને તેમને નાઈટ શિફ્ટ કરવાની પણ મંજૂરી મળશે.

image source

જો કે આ વેજ કોડ જુલાઈથી લાગૂ થશે તેવી ચર્ચાઓ છે. અગાઉ એપ્રિલ માસથી તે લાગૂ થવાનું હતું પરંતુ રાજ્ય સરકારો તૈયાર ન હોવાના કારણે તેને લાગૂ કરાયો નહીં. જો કે હજુ પણ ચર્ચા છે કે કેટલાક રાજ્યો હજુ પણ ડ્રાફ્ટ રુલ તૈયાર કરી શક્યા નથી તેથી ઓક્ટોબર સુધી આ કાયદો લાગૂ થઈ શકશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!