જાણો PM મોદીએ કયા કયા સમયે લોકોને સરપ્રાઈઝ આપી રાજકીય નિષ્ણાતોને ખોટા પાડ્યા હતા

ગુજરાતના સીએમ તરીકે રૂપાણીના રાજીનામાં બાદ સૌથી મોટો પ્રશ્ન એ ચર્ચાઈ રહ્યો છે કે, હવે નવા સીએમ કોણ બનશે. જો કે સોશિયલ મીડિયામાં અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. જો કે આખરે નિર્ણય તો પીએમ મોદી અને અમિત શાહ જ કરશે. જો કે પીએમ મોદી બધાને સરપ્રાઈઝ આપવા માટે જાણીતા છે એ તો બધા જાણે જ છે. આ પહેલા પણ તેઓ અનેક વખત સરપ્રાઈઝ આપી ચુક્યા છે,

મુખ્યમંત્રીપદેથી રૂપાણીનું રાજીનામું ગુજરાતના રાજકારણીઓ જ નહીં પરંતુ પ્રજા માટે પણ સરપ્રાઈઝિંગ રહ્યું. જે રીતે સવારે સરદારધામના કાર્યક્રમમાં રૂપાણી સ્ટેજ પર હતા અને સંબોધન કરીને ડાયરેક્ટ રાજભવન પહોંચ્યા અને રાજીનામાંની જાહેરાત કરી તેનાથી સમગ્ર રાજ્યમા લોકો ચોંકી ગયા હતા. જો કે સરપ્રાઈઝ આપવી અને છેક સુધી રહસ્ય જાળવી રાખવું એ પીએમ નરેન્દ્ર મોદીનો યુનિક સેલિંગ પોઈન્ટ છે. નોંધનિય છે કે, આ પહેલા પણ રૂપાણીને 2016માં CM બનાવીને મોદીએ આવી જ સરપ્રાઈઝ આપી હતી.

image soucre

જો આપણે ભૂતકાળ પર નગર કરીએ તો, સરપ્રાઈઝ આપવાની આ ટ્રીક નરેન્દ્ર મોદી ભાજપના ભીષ્મ પિતામહ અટલ બિહારી વાજપેયી પાસેથી શીખ્યા હતા. તમને જણાવી દઈએ કે, મોદીએ ખુદ એક સમયે જણાવ્યું હતું કે, 2001માં તેઓ દિલ્હીમાં એક પત્રકારની અંતિમવિધિમાં ગયા હતા ત્યારે PMOમાંથી તેમને ફોન આવ્યો હતો. આ દરમિયાન સામેથી અધિકારીએ કહ્યું હતું કે, અટલજી તમને મળવા માગે છે તો તમે તુરંત આવો. ત્યાર બાદ મોદીજી સ્મશાનેથી સીધા PMO પહોચ્યા ત્યારે અટલજીએ અચાનક કહ્યું કે, નરેન્દ્રભાઈ તમારે ગુજરાતની જવાબદારી સંભાળવાની છે.

image soucre

તો બીજી તરફ નરેન્દ્ર મોદી જ્યારે 2014માં લોકસભા ચૂંટણી જીત્યા અને ગુજરાતના મુખ્યમંત્રીમાંથી દિલ્હીમાં પ્રધાનમંત્રી પદ સંભાલા ગયા ત્યારે ગુજરાતમાં તેમના અનુગામી કોણ બનશે તે મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. જો કે બધાને તે વખતે લાગતું હતું કે, મોદીના અત્યંત વિશ્વાસુ અમિત શાહને જ ગુજરાતના મુખ્યમંત્રી બનશે. જો કેતે વખતે મોદીએ ફરી સરપ્રાઈઝ આપી અને આનંદીબેન પટેલને મુ્ખ્યમંત્રી બનાવ્યા હતા.

image soucre

ત્યાર પછી ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે 300થી વધુ બેઠકો જીતીને કેન્દ્રમાં ફરી સત્તા પર આવી. તમને જણાવી દઈએ કે, આ ચૂંટણીમાં અમિત શાહની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની વ્યૂહરચનાની ખૂબ પ્રશંસા થઈ હતી. નોંધનિય છે કે, જે રીતે કપરા સ્થાનો પર અમિત શાહે વ્યહરચના ઘડીને ભાજપને જીત અપાવી તે પ્રશંસનિય હતા. કદાચ આ બાબતની નોંધ લઈને મોદીએ 2019ની સરકારની રચનામાં અમિત શાહને નંબર-ટુનું સ્થાન આપીને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવ્યા હતા, જેનાથી ફરી બધા ચોંકી ગય હતા.

image soucre

આ ઉપરાંત 2015-16માં જ્યારે પાટીદાર અનામત આંદોલનના કારણે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે ખૂબ નારાજગી ફેલાઈ હતી અને પાટીદાર સમુદાય પણ ભાજપ સરકાર સામે ભારોભાર ક્રોધિત હતો. એવા સમયે આનંદીબેનનું રાજીનામું લેવાયું તો તેમના અનુગામી પણ પાટીદાર જ હશે તેવું બધાને લાગતું હતું. પરંતુ મોદીજીએ સરપ્રાઈઝ આપતા વિજય રૂપાણી જેવા જૈન સમુદાયના નેતા કે જેમની માસ્ટરી સંગઠનમાં જ હતી તેમને વહીવટની લગામ સોંપીને લોકોને વિચારતા કરી દીધા હતા.

image soucre

જો કે હવે ફરી રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ બનશે એ સવાલ સૌના મનમાં છે. તો એક વાત સ્પષ્ટ છે કે હાલમાં ભલે લોકો મનસુખ માંડવિયાના નામને હોટ ફેવરિટ ગણતા હગોય પરંતુ મોદીજી આ વખતે પણ લોકોને સરપ્રાઈઝ આપે તો નવાઈ નહીં.