Airtel કંપનીનો સસ્તો રિચાર્જ પ્લાન 79 રૂપિયાનો, જાણો જિઓમાં 75 રૂપિયામાં મળે છે કઈ સુવિધાઓ

નામાંકિત ટેલિકોમ કંપની Airtel એ પોતાનો સસ્તો રિચાર્જ પ્લાન જે 49 રૂપિયા વાળો હતો તે બંધ કરી દીધો છે. હવે એરટેલનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 79 રૂપિયા વાળો છે. આ પ્લાનની સામે જિયોનો 75 રૂપિયા વાળો પ્લાન પણ બજારમાં છે. અને જિયોનો આ પ્લાન યુઝર્સને વધુ ફાયદાકારક લાગી રહ્યો છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે આ બન્ને રિચાર્જ પ્લાન વિશે વાત કરીશું.

image source

જેમ ઉપર વાત કરી તેમ નામાંકિત ટેલિકોમ કંપની Airtel એ પોતાનો સસ્તો રિચાર્જ પ્લાન જે 49 રૂપિયા વાળો હતો તે બંધ કરી દીધો છે. હવે એરટેલનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 79 રૂપિયા વાળો છે અને એરટેલના આ સસ્તા પ્લાન સામે સ્પર્ધામાં રહેલ જિયોનો 75 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન ગ્રાહકોને વધુ ફાયદાકારક લાગી રહ્યો છે.

image source

એક બાજુ એરટેલના પ્લાનમાં ડેટા અને કોલિંગ શામેલ છે તો બીજી બાજુ જિયો પણ પોતાના યુઝર્સ માટેના સસ્તા પ્લાનમાં વધુને વધુ ફાયદો આપી રહ્યું છે. પરંતુ જિયોનો આ સસ્તો પ્લાન ફક્ત જિયોફોન યુઝર્સ માટે જ છે. હવે આ બન્ને પ્લાનમાંથી કયો પ્લાન યુઝર્સ માટે વધુ ફાયદાકારક છે તે પણ જોઈએ.

એરટેલનો 79 રૂપિયા વાળો સસ્તો રિચાર્જ પ્લાન

image source

એરટેલના સસ્તા પ્લાન વિશે વાત કરીએ તો એરટેલના 79 રૂપિયા વાળા પ્રિપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 64 રૂપિયાનો ટોકટાઈમ મળશે. તેમજ આ પ્લાનની વેલીડીટી 4 સપ્તાહ એટલે કે 28 દિવસની રહેશે. સાથે જ યુઝરને આ પ્લાનમાં 200 MB નો ઈન્ટરનેટ ડેટા પણ મળશે. 49 રૂપિયા વાળા વાળા પ્લાનમાં યુઝરને 38 રૂપિયાનો ટોકટાઇમ આપવામાં આવે છે અને તેમાં 100 MB નો ઈન્ટરનેટ ડેટા પણ આપવામાં આવે છે તેમજ આ રિચાર્જ પ્લાનની વેલીડીટી પણ 4 સપ્તાહ એટલે કે 28 દિવસની રહે છે.

જિયો નો 75 રૂપિયા વાળો સસ્તો રિચાર્જ પ્લાન

image source

જિયો ના સસ્તા રિચાર્જ પ્લાન વિશે વાત કરીએ તો જિયોના 75 રૂપિયા વાળા સસ્તા પ્લાનનું નામ JIOPHONE ALL-IN-ONE PLAN છે. આ 75 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં યુઝરને દરરોજ 0.1 GB ઈન્ટરનેટ ડેટા મળશે અને 200 MB નો વધારાનો ડેટા મળશે. આ રિચાર્જ પ્લાનની વેલેડીટીની વાત કરીએ તો આ રિચાર્જ પ્લાનની વેલીડીટી 4 સપ્તાહ એટલે કે 28 દિવસની રહે છે. સાથે જ આ રિચાર્જ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ થઈ શકશે. આ રિચાર્જમાં યુઝરને 50 મફત sms પણ મળશે. એટલું જ નહીં આ રિચાર્જ પર યુઝરને જિયો એપ્સનું સબસક્રીપ્શન પણ મળશે.