વિટામીન સીથી ભરપૂર નારંગીથી વધે છે ઈમ્યુનિટી અને જાણો વધારે ખાવાથી થતા નુકસાનને પણ

કોરોના વાયરસના કારણે લોકો પોતાની ઇમ્યુનિટી વધારવાના અનેક પ્રયાસ કરી રહ્યા છે અને વિટામીન સી વધારે પ્રમાણમાં લઈ રહ્યા છે. સૌથી વધારે વિટામીન સી નારંગીમાં હોય છે. આ ઈમ્યુનિટીને મજબૂત કરે છે અને સાથે તેમાં કેલેરી પણ વધારે હોય છે તેનાથી વજન વધતું નથી. અનેક લોકો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે નારંગીનું વધારે સેવન કરી રહ્યા છે. પણ આ સમયે નારંગીના ફાયદા અને નુકસાન જાણી લેવા જરૂરી છે. નારંગીમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. તેના વધારે પડતા સેવનથી પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા સર્જાય છે.

વધારે પડતી નારંગી ખાવાથી થાય છે આ મોટા નુકસાન

image source

કોઈ પણ ચીજનું વધારે સેવન કરવાથી નુકસાન થાય છે નારંગીનું સેવન ફાયદો કરે છે પણ તેનું વધારે પ્રમાણ શરીરને માટે અનેક મુશ્કેલીઓ વધારે છે. નારંગી વિટામીન સીથી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર પણ વધારે હોય છે. ફાઈબરનું વધારે સેવન કરવાથી પેટમાં બળતરા, ગેસ, એસિડીટી કે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય દાંત ખરાબ થવા, દાંતની સુરક્ષા કરનારું પડ ડેમેજ થવું કે પછી દાંતના કેલ્શિયમને પણ રિએક્શન થાય છે અને દાંત જલ્દી ખરાબ થાય છે. જો વધારે ફાઈબર યુક્ત ખોરાક લેવાય તો પણ મુશ્કેલી સર્જાય છે. તેથી પ્રમાણસર રીતે નારંગીનો ઉપયોગ લાભદાયી રહે છે.

આ મહિલાઓએ કરવું જોઈએ નારંગીનું સેવન

image source

જે લોકોને ટાઈપ 2 ડાયાબીટિસની સમસ્યા છે તેઓ માટે નારંગીનો ઉપયોગ ફાયદો કરે છે. આ સિવાય દિલની બીમારીથી પીડિત લોકો માટે નારંગી ફાયદો કરે છે. હ્રદય માટે તે ઉત્તમ માનવામાં આવે છે. તેના એન્ટી ઓક્સીડન્ટ્સ કેન્સરમાં પણ મદદ કરે છે. તેના ઉપયોગથી આંખો સારી રહે છે અને મોતિયાબિંદની સમસ્યા ઘટે છે. જે મહિલાઓને હિમોગ્લોબીનની ખામી રહે છે તેઓએ રોજ એક નારંગી ખાવી યોગ્ય છે.

image source

નારંગી ખાવાથી થાય છે શરીરને આ મોટા ફાયદા

નારંગી ખાવાથી વજન વધતું નથી અને ઈમ્યુનિટી મજબૂત રહે છે.

વારેઘડી શરદીની ફરિયાદ રહેતી હોય તો નારંગી લાભદાયી બને છે.

સીઝનલ બીમારીથી બચવા માટે પણ નારંગી સારી માનવામાં આવે છે.

image source

નારંગીમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સારી રાખે છે.

નારંગીનું વિટામીન સી શુષ્ક સ્કીનને સારી કરે છે. તેની છાલનો લેપ લગાવીને બનાવવાથી ચહેરા પર નિખાર આવે છે.

નારંગી ખાવાથી ખરતા વાળની સમસ્યામાં રાહત મળે છે અને વાળ કાળા, લાંબા થવાની સાથે તેનો ગ્રોથ પણ વધે છે.