જો તમે પણ Youtube ના નિયમિત વ્યુઅર હોય તો જાણી લો આ નવા ફીચર વિશે

એટલું જ નહીં Youtube પર કોઈ એક દેશ કે કોઈ એક ભાષા જાણતા હોય તેવા વ્યુઅર આવે તેવું નથી હોતું પરંતુ તેના વ્યુઅર વૈશ્વિક સ્તરે ફેલાયેલા છે. Youtube પર અનેક ભાષામાં અનેક પ્રકારના અનેક વિડીયો ઉપલબ્ધ છે. વળી, Youtube તેના વ્યુઅરની પસંદગીનું વિશેષ ધ્યાન પણ રાખે છે અને તેને જેવી સામગ્રી જોઈએ તેવી સામગ્રી પીરસે છે. ત્યારે હવે Youtube એક એવું ફીચર લઈને આવ્યું છે જેના દ્વારા આ લોકપ્રિય વિડીયો એપની લોકપ્રિયતા વધુ વધશે. Youtube નું આ નવું ફીચર્સ શું છે અને તે કઈ રીતે કામ કરે છે તેના વિશે અમે આપને આજના આ આર્ટિકલમાં જણાવીશું.

કોમેન્ટ નીચે આપવામાં આવશે ટ્રાન્સલેટનું બટન

image source

પોતાના આ નવા અપડેટમાં Youtube હવે કોમેન્ટ સેક્શન નીચે 100 થી વધારે ભાષાઓમાં ટ્રાન્સલેટ કરવા માટેનું ફીચર આપશે. આ ફિચરમાં કોઈપણ વિડીયો પર યુઝર દ્વારા કરવામાં આવેલા કૉમેન્ટ નીચે એક ટ્રાન્સલેટનું બટન હશે જેથી યુઝર પોતાની પસંદગીની ભાષામાં કે તે કોમેન્ટ વાંચી શકશે.

કોને મળશે આ ફિચર્સની સુવિધા

image source

આ ફિચરની જાહેરાત Youtube એ પોતાના ટ્વિટર હેન્ડલ પર કરી હતી. આ ફીચર હાલ Youtube ના મોબાઈલ એપના યુઝરો માટે રિકીઝ કરવામાં આવશે. બન્ને એન્ડ્રોઇડ અને iOS ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરનારા યુઝરો પોતાના ફોનમાં Youtube એપ ડાઉનલોડ કરી લે તો તેઓ આ ફિચરનો લાભ લઇ શકશે એટલે કે Youtube એપ પર આપવામાં આવેલા વિડીયો નીચે કરવામાં આવેલ અન્ય ભાષાઓની કોમેન્ટ પોતાની ભાષામાં કન્વર્ટ કરી શકશે.

100 થી વધુ ભાષાઓમાં કોમેન્ટ થઈ શકશે ટ્રાન્સલેટ

image source

ઉપરોક્ત વાત કરી તે Youtube ટ્રાન્સલેટ બટન એપના યુઝર માટે કોમેન્ટને તરત જ પોતાની પસંદગીની ભાષામાં કન્વર્ટ કરી આપશે. તમે Youtube વિડીયો પર આવેલી કોઈપણ કોમેન્ટને અંગ્રેજી, હિન્દી, ફ્રેન્ચ, પૂર્તુગાલી, Deutsch અને બહાસા જેવી 100 થી વધુ ભાષાઓમાં વાંચી શકશો. ધ્યાન રહે કે આ બટન આપોઆપ જ કોમેન્ટને ટ્રાન્સલેટ નહિ કરે એટલે કે જ્યારે પણ તમે કોઈ કોમેન્ટને તમારી ભાષામાં વાંચવા ઇચ્ચો ત્યારે તેના ટ્રાન્સલેટ બટન પર ક્લિક કરીને તમારી પસંદગીની ભાષામાં અનુવાદિત કરી શકો છો.

image source

Youtube નું આ ફીચર એપને વધુ સમાવેશી એટલે કે ઇન્કલુઝીવ બનાવી દેશે. વ્યક્તિ અહીં પોતાની પસંદગીની ભાષામાં કન્ટેન્ટ જોતા જ હોય છે અને હવે કોઈપણ કોમેન્ટને પોતાની પસંદગીની ભાષામાં વાંચી શકશે.