100 વર્ષ જૂની આ સાયકલમાં છે અનેક ખાસિયતો, 50 લાખ રૂપિયામાં પણ માલિક વેચવા તૈયાર નથી

આજના સમયમાં ઘણા પ્રકારની સાઇકલ છે. ગિયરવાળી સાઇકલથી લઈને ઘરેલું અને રેસર સાઇકલ બજારમાં હાજર છે. તમારી ઉંમર, લિંગ અને જરૂરિયાતો અનુસાર બજારમાં વિવિધ પ્રકારની સાઇકલ ઉપલબ્ધ છે. પરંતુ જો કોઈ તમને કહે કે અત્યારે લાકડાની સાઈકલ પણ છે અને તે 50 લાખ રૂપિયા આપીને પણ ખરીદી શકાતી નથી, તો તમે કદાચ ચોંકી જશો. પરંતુ આ સત્ય છે. જી હા, આ સાઇકલ 100 વર્ષ જૂની છે. એક સમયે આ સાઈકલ ચલાવવા માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડતી હતી અને સાઈકલનું લાઈસન્સ પણ બનતું હતું.

100 साल पुरानी है लकड़ी की यह साइक‍िल, 50 लाख रुपए में भी नहीं बेच रहे मालिक, जानिए वजह
image source

આ સાઇકલ ભારત અને પાકિસ્તાનના વિભાજનથી પહેલાની છે. આ સાઇકલ જોવામાં અદભૂત છે. લોકો તેને જોવા માટે દૂર દૂરથી આવે છે. કદાચ પંજાબમાં આ એકમાત્ર સાઇકલ છે, જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

સાઇકલ 50 લાખમાં પણ ખરીદી સકાતી નથી.

naidunia
image source

દેશ -વિદેશના લોકો આ અનોખી સાઇકલને જોવા આવતા રહે છે. આ દરમિયાન, એક વિદેશી વ્યક્તિએ આ સાઈકલ ખરીદવા માટે 50 લાખ રૂપિયાની બોલી લગાવી હતી, પરંતુ સાઈકલના માલિકે તેને વેચવાની ના પાડી દીધી હતી. સાઈકલના માલિક સતવિંદરે જણાવ્યું કે એક વ્યક્તિ વિદેશથી આ સાઈકલ ખરીદવા આવ્યો હતો, જે આ સાઈકલ માટે 50 લાખ રૂપિયા આપવા તૈયાર હતો પરંતુ તેણે આ સાઇકલ વેચી નહીં કારણ કે શોખની કોઈ કિંમત નથી.

રેલવે કર્મચારી પાસેથી સાઇકલ ખરીદી હતી

સાઇકલના માલિક સતવિંદરના જણાવ્યા અનુસાર, આ સાઇકલ તેના વડીલોએ નજીકના ગામના રેલવે કર્મચારી પાસેથી ખરીદી હતી. તે સમયે સાઇકલ ચલાવવા માટે લાયસન્સ બનાવવું પડતું હતું અને સતવિંદરના કાકાએ પણ લાઇસન્સ બનાવ્યું હતું. આ લાયસન્સ આજે પણ તેની પાસે છે. આ સાઇકલની સૌથી મોટી વાત એ છે કે આ સાઇકલની સવારી આજે પણ કરી શકાય છે. આજના સમયમાં લોખંડની સાઇકલ આટલી લાંબી ચાલતી નથી, પણ લાકડાની સાઇકલની આ તાકાત આશ્ચર્યજનક છે.

image source

જો તમે પણ આ સાઇકલની વિશેષતા ખુબ જ પસંદ આવી હોય, તો આ સાઇકલ ખરીદવી તો શકાય નથી. તેથી તમે આ સાઇકલ જોવા માટે જઈ શકો છો. કહેવાય છે કે આ સાઇકલના મલિક દરેક લોકોને આ સાઇકલ દેખાડવી પસંદ કરે છે. તેથી તમે પંજાબ આ સાઇકલ જોવા માટે જઈ શકો છો.