અર્ચના પુરન સિંહે કપિલ શર્મા શોનો શેર કર્યો BTS વિડીયો, જુઓ શું કહ્યું

કૉમેડીના બેતાજ બાદશાહ કહેવાતા કોમેડિયન કપિલ શર્માના શોને લોકો તરફથી ઘણો બધો પ્રેમ મળી રહ્યો છે. એ દરમિયાન શો સાથે જોડાયેલા સ્ટાર્સ પણ ધ કપિલ શર્મા શો સાથે જોડાયેલી અપડેટ્સ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહ્યા છે. આ ક્રમમાં એક્ટ્રેસ અર્ચના પુરન સિંહે પણ ધ કપિલ શર્મા શોનો એક બિહાઇન્ડ ધ સીન વિડીયો શેર કર્યો છે અને એમને કન્ટેન્ટ કિંગ કહીને એમના વખાણ કર્યા છે. અર્ચનાએ લખ્યું છે કે બિહાઇન્ડ ધ સીન, જ્યાં કન્ટેન્ટ કિંગ છે અને આ કન્ટેન્ટના કિંગ છે. આવા સેટ પર કામ કરવામાં મજા આવે છે. તમને જણાવી દઈએ કે અર્ચના પુરન સિંહ કપિલ શર્માના શોમાં જજની ભૂમિકામાં દેખાય છે અને ઘણીવાર શો સાથે જોડાયેલા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

image source

હાલમાં જ અર્ચના પુરન સિંહ દ્વારા શેર કરવામાં આવેલા શોના બિહાઇન્ડ ધ સીન વિડીયોમાં કપિલ શર્મા ઝૂમકા બરેલી વાલા સોન્ગ પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. કપિલનો ડાન્સ જોઈ ત્યાં હાજર લોકો તાળીઓ પાડતા પણ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં અર્ચના પુરન સિંહ કપિલ સાથે સોશિયલ મીડિયા પર એમના ફોલોઅર્સને લઈને વાત કરતી દેખાઈ રહી છે અને કોમેડિયન કપિલ શર્માને કહે છે કે તમારા ફેન્સને કહો કે મને પણ ફોલો કરી લે. અર્ચના કપિલ શર્માને આગળ કહે છે કે તું બહુ ઓછી પોસ્ટ કરે છે જ્યારે હું રેગ્યુલર પોસ્ટ કરું છું. જો કે કપિલ અર્ચનાની આ રિકવેસ્ટ પર ફની જવાબ આપે છે જેને સાંભળીને બધા હસી પડે છ

.

વીડિયોમાં અર્ચના અને કપિલ શર્મા વચ્ચે ઘણો હસી મજાક પણ થતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કપિલ શર્મા એમના વધેલા પેટને લઈને પણ અર્ચનાને કહે છે કે ડિસેમ્બર જાન્યુઆરીમાં હું કેટલો ફિટ હતો, હું જલ્દી પાછો એવો થઈ જઈશ. તમને જણાવી દઈએ કે અર્ચના પુરન સિંહ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે. તો ઘણા ફેન્સ આ વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે

image source

તમને જણાવી દઈએ કે અર્ચના પુરન સિંહ શોમાં એમના શાનદાર ગેટઅપના કારણે પણ ચર્ચામાં રહે છે. આ ઉંમરમાં પણ એમના ચહેરા પર ગ્લો જડવાયેલો છે અને એ હમેશા તાજગીથી ભરપૂર રહે છે. હંમેશા હસતી રહેતી અર્ચના એમના ફેન્સને પણ એન્ટરટેન કરવાનો એક મોકો નથી છોડતી. અર્ચના પુરન સિંહે ઘણી બધી બોલિવુડ ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કર્યું છે અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.