બાહુબલીની માતા ક્યારેક હતી બોલીવુડની ફિલ્મોમાં ફ્લોપ, આજે છે ખૂબ જ ફેમસ

એસ. એસ.રાજમૌલિની ફિલ્મ બાહુબલીની રાજમાતા આજે ઘર ઘરમાં જાણીતી છે..રાજમાતા શિવગામી દેવીનો રોલ કરનારી રામ્યા કૃષ્ણને ફિલ્મમાં પોતાની મોટી મોટી આંખો અને રૂઆબદાર અવાજ સાથે એવો અભિનય કર્યો જેને ભૂલી શકવું મુશ્કેલ છે. રામ્યાએ ફક્ત સાઉથની ફિલ્મોમાં જ કામ નથી કર્યું પણ એ બોલીવુઆ પણ એમની એક્ટિંગનો જાદુ વિખેરી ચુકી છે. રામયાએ અત્યાર સુધી તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મો મળીને 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પણ એમને અસલ ઓળખ મળી બાહુબલીની રાજમાતાના પાત્રથી. પણ સૌથી પહેલા આ રોલ બોલીવુડની જાણીતી અભિનેત્રીને ઓફર કરવામાં આવ્યો હતો જ્યારે એમને આ રોલ કરવાનો ઇનકાર કરી દીધો ત્યારે રામ્યાને આ રોલ માટે અપ્રોચ કરવામાં આવી. જાણી લો ક્યાં કારણે રામ્યા બની શકી રાજમાતા અને એમની જિંદગી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા.

image source

રામયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1970ના રોજ ચેન્નઈમાં થયો હતો. બાળપણથી જ એમને એક્ટિંગ કરવાનો શોખ હતો. એમને એમના ફિલ્મી કરિયરની શરૂઆત 14 વર્ષની ઉંમરમાં તમિલ ફિલ્મ વેલલાઇ મનાસુથી કરી હતી. એ ફિલ્મ પછી એમને સતત સાઉથની ફિલ્મો કરવા લાગી.

image source

રામ્યાએ બોલીવુડમાં યશ ચોપરાની ફિલ્મ પરંપરાથી પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં વિનોદ ખન્નાની સાથે એમને ઘણા ઇન્ટિમેટ સીન્સ પણ આપ્યા હતા.એ પછી એ ખલનાયક, બનારસી બાબુ, ચાહત અને બડે મિયાં છોટે મિયાં જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં દેખાઈ હતી. રામ્યા અત્યાર સુધી તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મો મળીને 200થી વધુ ફિલ્મમાં કામ કરી ચુકી છે.

image source

રામ્યાએ બોલીવુડમાં એમનો પગ જમાવવા માટે લગભગ દરેક ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યા હતા. અમિતાભ બચ્ચન અને ગોવિંદાની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં લવ લેડી તરીકે દેખાઈ હતી. તો ફિલ્મ વજુદમાં રામ્યા લિપ લોક કરતી દેખાઈ હતી. બધા બોલ્ડ સીન આપ્યા પછી પણ રામ્યા બોલીવુડમાં એમની ઓળખ ન બનાવી શકે.

image soure

રામ્યાને અસલી ઓળખ અપાવવામાં બાહુબલી ફિલ્મનું મહત્વનું યોગદાન છે. પણ રામ્યા ફિલ્મની પહેલી પસંદ નહોતી. એસ એસ રાજમૌલિએ સૌથી પહેલા આ રોલને શ્રીદેવીને ઓફર કર્યો હતો. પણ શ્રીદેવી આ રોલ માટે વધુ ફી માંગી રહી હતી રિપોર્ટ્સનું માનીએ તો આ રોલ માટે શ્રીદેવીએ 6 કરોડ રૂપિયા ફી માંગી હતી. સાથે જ શ્રીદેવીએ ફાઈવ સ્ટાર હોટલના આખા ફ્લોરને એમના માટે બુક કરવા માટે કહ્યું હતું.ફી અને ડિમાન્ડ વધુ હોવાને કારણે ડાયરેકટર એસ. એસ. રાજમૌલિએ રામ્યા કૃષ્ણનને સાઈન કરી હતી અને આ ફિલ્મ રામ્યા માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ.