હેપેટાઇટિસ A : એક એવો રોગ જેના વિશે તમે આટલું વિસ્તારથી ક્યારેય નહીં જાણ્યું હોય, કરો બાળકોની કૅર

હેપેટાઇટિસ A એક પ્રકારનું લીવરમાં થતું સંક્રમણ છે જે હેપેટાઇટિસ A વાયરસનું કારણ હોય છે. તેમાં વ્યક્તિ સામાન્ય બીમાર કે ગંભીર બીમાર થઈ શકે છે અને તે અમુક સપ્તાહ કે મહિનાઓ સુધી બીમાર રહી શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO ના અનુમાન મુકબ વિશ્વ સ્તરે દર વર્ષે 10 કરોડથી વધુ લોકો હેપેટાઇટિસ A થી સંક્રમિત થાય છે. જો કે આ લીવરનું સંક્રમણ સામાન્ય રીતે બાળકોમાં સામાન્ય ગણાય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં તે ગંભીર પણ બની શકે છે. મોટા બાળકો અને વયસ્કોમાં આ સંક્રમણથી સામાન્ય રીતે ગંભીર લક્ષણો દેખાય છે. આ લક્ષણો પૈકી એક લક્ષણ છે કમળો. જે 70 ટકાથી વધુ કેસોમાં જોવામાં આવ્યું છે.

image source

હેપેટાઇટિસ A સંક્રમણ વધારે દિવસો સુધી રહેનારું સંક્રમણ નથી હોતું. પરંતુ તે ગંભીર હોઈ શકે છે. જો તમે આ બાબતે યોગ્ય સમયે ધ્યાન ના આપો તો અમુક કેસોમાં તેના ગંભીર પરિણામો પણ આવી શકે. જેમ કે લીવર કામ કરવાનું બંધ કરી દે અને અમુક કિસ્સાઓમાં મૃત્યુ પણ નિપજી શકે. હેપેટાઇટિસ A નો પ્રકોપ આમ તો વિશ્વભરમાં છે પરંતુ ખાસ કરીને એ જગ્યાએ તેનો પ્રકોપ વધારે હોય છે જ્યાં સ્વચ્છતાનું ધ્યાન નથી રાખવામા આવતું. આ જ કારણ છે કે એ બાળકો જેઓ સ્વચ્છ જગ્યાએ રહે છે અને વાયરસના સંપર્કમાં નથી આવતા તેઓ બાળપણમાં હેપેટાઇટિસ A થી બચી શકે છે. પણ તેઓમાં કિશોરાવસ્થામાં ગંભીર સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે.

કઈ રીતે ફેલાય છે આ રોગ ?

જો તમે હેપેટાઇટિસ A થી દૂષિત જમવાનું જમો કે પાણી પીવો તો તમે પણ આ બીમારીની પકડમાં આવી શકો છો. તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આ ફેલાવો મોટાભાગે મોં દ્વારા ફેલાય છે. જ્યારે કોઈ દૂષિત પાણી કે દૂધ પીવે કે એવું ખાવાનું ખાય જેને સફાઈનું ધ્યાન રાખીને તૈયાર કરવામા નથી આવ્યું.

image source

જો તમે ભૂલથી હેપેટાઇટિસ A થી દૂષિત થયેલ ખાવાનું ખાઈ લો તો તમને હેપેટાઇટિસ A થવાનું જોખમ વધી જાય છે. આ તમને ત્યારે પણ થઈ શકે જ્યારે તમે એક સંક્રમિત બાળકનું ડાયપર બદલ્યું હોય અને તમે તમારા હાથોને વ્યવસ્થિત રીતે ધોયા ન હોય. જો તમે રેસ્ટોરન્ટમાં ખાવા પીવાની ચીજવસ્તુઓ શેયર કરો છો કે એક દરવાજાની સ્ટોપરની સપાટી સ્પર્શો છો જેમાં સંક્રમિત વ્યક્તિના મળના અમુક કણ લાગેલ હોય તો તમે પણ હેપેટાઇટિસ A થી સંક્રમિત થઈ શકો તેવી શક્યતા છે.

આ સંકેતો પર જરૂર ધ્યાન આપો

જરૂરી નથી કે દરેક સંક્રમિત વ્યક્તિમાં કોઈને કોઈ લક્ષણ દેખાય. જો લક્ષણ વિકસિત થઈ રહ્યા હોય તો સામાન્ય રીતે સંક્રમણના 2 થી 6 સપ્તાહમાં અમુક લક્ષણો દેખાવા લાગે છે જે આ પ્રકારે છે.

તાવ

ઉલટી

સ્લેટી રંગનું મળ

થાક

પેટનો દુખાવો

સાંધાનો દુખાવો

ભૂખ ઓછી લાગવી

કમળો

બેચેની થવી

image source

એ યાદ રાખવું કે એવું જરૂરી નથીનકે સંક્રમિત વ્યક્તિમાં ફક્ત આ લક્ષણો જ દેખાય. અમુક કિસ્સાઓમાં લક્ષણ 6 થી 9 મહિના સુધી દેખાઈ શકે છે.

શું હેપેટાઇટિસ A ને રોકી શકાય ?

હા, હેપેટાઇટિસ A સંક્રમણને રોકી શકાય છે અને તેના માટેના સૌથી સરળ ઉપાય આ મુજબના છે

1. સાફ પાણી પીવું અને ખાવાનું સારી રીતે પકાવવું, કાચું માંસ અને ઘોંઘા ખાવાથી બચવું, ફળ અને શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવા.

2. શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ હાથોને સાબુથી અને પાણીથી ખૂબ સારી રીતે ધોવા. એટલું જ નહીં બાળકોના ડાયપર વગેરે બદલાવીને, ખાવાનું બનાવતા પહેલા સાબુથી સારી રીતે હાથ ધોવા.

3. ઘરની અંદર અને બહાર સારી રીતે સ્વચ્છતા રાખવી.

4. બાળકોને હેપેટાઇટિસ A ની રસી અપાવવી.

હેપેટાઇટિસ A માટેનો ઉપચાર

હેપેટાઇટિસ A માટે કોઈ વિશેષ ઉપચાર નથી એટલા માટે અમુક સુરક્ષા ઉપાય કરવાથી જ આ બીમારીથી બચી શકાય છે. રસી લેવાથી પણ તમને હેપેટાઇટિસ A થવાનું જોખમ ઘટી જાય છે.v

હેપેટાઇટિસ A ની રસી ક્યારે આપવામાં આવે છે ?

એક વર્ષ કે એથી વધુ ઉંમરના બાળકોને હેપેટાઇટિસ A ની રસી આપી શકાય છે. આ જ કારણ છે કે WHO અને Indian Academy of Pediatrics જેવા વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધીકરણ એ સલાહ આપે છે કે આ રસી એ બધા બાળકોને અપાવવી જોઈએ જેઓ નિયત ઉંમર મર્યાદામાં આવતા હોય. હેપેટાઇટિસ A અને બાળકો માટે રસી બાબતે વધુ માહિતી માટે તમે તમારા બાળરોગ નિષ્ણાંત ડોકટર કે વિશેષજ્ઞનો સંપર્ક કરી શકો છો.