ગુજરાતમાં મળ્યો એવો માંસાહારી છોડ જે નાના જીવાતને પણ ગળી જાય છે, જાણીને તમે પણ ચોંકી જશો

ગુજરાત અદભૂત સૃષ્ટિ થી ભરેલુ રાજ્ય છે. અહી જીવ અને વન્સપતિની એવી એવી જાતિ છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. ત્યારે હવે ગુજરાત માં એવો માંસાહારી છોડ જોવા મળ્યો છે, જે નાના જીવાણુઓને પોતાનો શિકાર બનાવી ને ખાઈ જાય છે. ગુજરાતના ગિરનાર માં આ પ્લાન્ટ મળી આવ્યો છે, જેનું નામ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી છે.

image source

જૂનાગઢ ની નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સિસ ભવનના પ્રોફેસર સુહાસ વ્યાસ અને વિદ્યાર્થીઓની ટીમે “યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી” નામની વનસ્પતિ શોધી કાઢી છે. દેખાવમાં તો વનસ્પતિ સામાન્ય જ છે, પરંતુ તેની વિશેષતા બીજી વનસ્પિતથી ઘણી અલગ છે. કારણ કે, આ વનસ્પતિ માંસાહારી છે, તેના મૂળ કોથળી જેવા હોય છે, જ્યાંથી તે સૂક્ષ્મ જીવાતોને ચૂસી લે છે.

image source

પ્રોફેસર સુહાસ વ્યાસના જણાવ્યા મુજબ આ વનસ્પતિ ભારતમાં અંદાજિત સો વર્ષથી મહારાષ્ટ્રમાં જોવા મળે છે. બાદમાં પહેલીવાર ગુજરાતમાં જૂનાગઢના ગિરનારમાંથી મળી આવી છે. બાદમાં તપાસ કરતાં તે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી હોવાનું સામે આવ્યું હતું. આ વનસ્પતિની અલગ-અલગ ચાર જાતમાં મળી આવી છે. હજુ ગિરનાર પર આવી અનેક વનસ્પતિઓ હોવાની શક્યતા છે.

image source

વનસ્પતિને જીવાણુ નહીં પરંતુ વનસ્પતિ તેને ખાય છે, તેના મૂળ કોથળી જેવા દેખાય છે, એક થી દોઢ હાથવેંત જેટલી લાંબી હોય છે, ફ્લાવરિંગ પરથી તેની ઓળખ થાય છે લાઈફ સાયન્સિસ ભવનની ટીમે વનસ્પતિની શોધ માટે ગિરનાર ખૂંદ્યો હતો. પ્રોફેસર ઉપરાંત ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી કમલેશ ગઢવી, સંદીપ ગામિત, દુષ્યંત દૂધાગરા તેમજ રશ્મિ યાદવ સહિતનાઓ ની મુખ્ય ભૂમિકા રહી છે.

image source

આ ઉપરાંત ટીમે અગાઉ ખારાપાટ વિસ્તારમાં થતી વનસ્પતિ અને તેની વિશેષતાની શોધ કરી હતી. સાથે હાલ ગિરનાર પર પણ આ ટીમ શોધ માટે કામે લાગી છે. ગિરનારને વનસ્પતિનું હબ માનવામાં આવે છે, ત્યારે ગિરનારમાંથી એક એવી વનસ્પતિ મળી આવી છે, હાલ દેશમાં માત્ર મહારાષ્ટ્રમાં જોવા મળે છે.

image source

બાદમાં વિશ્વભરમાં ક્યાંય જોવા નથી મળી. ત્યારે હવે ગુજરાતમાં પહેલીવાર શોધ થયેલ વનસ્પિતનું નામ છે યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી. જાણીને નવાઈ લાગશે પરંતુ આ વનસ્પતિ માંસાહારી છે! કારણ કે, તેનો ખોરાક નાના જીવાણુ છે.

યુટ્રિક્યુલેરિયા જનાર્થનામીની ખાસિયત

આ છોડ દેખાવમાં અન્ય છોડની જેમ સામાન્ય જ હોય છે. તે માંસાહારી પ્રકૃતિનો છે, તેના મૂળ કોછળી જેવા હોય છે, જ્યાં તે સૂક્ષ્મ જીવોને ખાઈ શકે છે, મહારાષ્ટ્રમાં સો વર્ષ થી આ વનસ્પતિ જોવા મળે છે, તેના મૂળ એક થી દોઢ હાથવેંત જેટલી લાંબી હોય છે, તેના ફ્લાવરિંગ પરથી છોડની ઓળખ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!