જો તમારા હાથમાં પણ હોય ક્રોશનું આવું નિશાન તો થઈ જજો સાવધન, કારણકે..

મિત્રો, આપણું જીવન એ ધર્મ અને આધ્યાત્મ સાથે ગાઢ રીતે સંકળાયેલુ હોય છે. આપણા જીવનમા બનતી દરેક ઘટના પાછળ કોઈ ને કોઈ વિશેષ કારણ હોય છે, જે આપણને આધ્યાત્મ સાથે અને ધર્મ સાથે જોડતુ હોય છે પરંતુ, જ્યા સુધી તેને વૈજ્ઞાનિક સ્વીકૃતિ નથી મળતી ત્યા સુધી લોકો તેનો સ્વીકાર કરતા નથી. આજે આ લેખમા અમે તમને ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલી આવી જ એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ.

image source

આપણે આપણા હાથમા અનેકવિધ વાર ક્રોસનુ નિશાન જોયુ હશે પરંતુ, આપણને આપણા હાથમા રહેલ આ નિશાનનો વાસ્તવિક અર્થ શું થાય તે અંગે યોગ્ય માહિતી હોતી નથી. આ ક્રોસનુ નિશાન આપણા હાથમા કોઈપણ પર્વત અથવા હાથની કોઈપણ રેખા પર હોય શકે છે. આ ક્રોસનુ નિશાન એ આપણા જીવન પર ખુબ જ વિશેષ પ્રભાવ પાડે છે, તો ચાલો તેના વિશે આગળ હજુ વિસ્તૃત માહિતી મેળવીએ.

image source

જો કોઈ જાતકના હાથના ગુરુ પર્વત પર ક્રોસનુ નિશાન બનેલુ હોય તો તેમને તમામ પ્રકારની સુખ-સુવિધાઓ મળી રહે છે. આ જાતકોને શિક્ષિત અને શ્રીમંત જીવનસાથી મળે છે. તેમનુ વૈવાહિક જીવન પણ સુખમયી હોય છે. આ ક્રોસનુ નિશાન ગુરુ પર્વત પર હોવુ જ લાભદાયી ગણાય છે, જો તે અન્ય કોઈ સ્થાન પર હોય તો તે લાભદાયી ગણાતુ નથી.

image source

જો તમારી હથેળીમા શનિ પર્વત પર આ ક્રોસનુ નિશાન આવેલુ હોય તો આવનાર સમયમા કોઈ લડાઈ-ઝઘડામા તમને ઈજા પહોંચી શકે છે. આ જાતકો અકાળે મૃત્યુ પામે છે. આ સિવાય જો સૂર્ય પર્વત પર ક્રોસનુ નિશાન હોય તો તે જાતકે હમેંશા સમાજમા બદનામીનો સામનો કરવો પડે છે. આ સિવાય આ જાતકોએ વ્યવસાય ક્ષેત્રે પણ ભારે ધનહાનીનો સામનો કરવો પડી શકે છે.

image source

આ ઉપરાંત જો કોઈ વ્યક્તિની હથેળીમા બુધ પર્વત પર ક્રોસનુ નિશાન બનતુ હોય તો આ પ્રકારના લોકોથી હમેંશા અંતર બનાવીને રાખવુ જોઈએ કારણકે, આ જાતકો વિશ્વાસઘાતી અને દગાબાજ હોય છે. આ સિવાય જો કોઈ જાતકની હથેળીમા કેતુ પર્વત પર ક્રોસનુ નિશાન બનતુ હોય તો તે જાતકો કોઈ પારિવારિક સમસ્યાના કારણે યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી.

image source

આ સિવાય જો કોઈ જાતકની હથેળીમા મંગળ પર્વત પર ક્રોસનુ નિશાન બને છે તો તે લોકો વધુ પડતા ક્રોધી અને ઝઘડાળુ સ્વભાવ ધરાવતા હોય છે. આ લોકો મોટાભાગે કોઈ ગુનાહિત પ્રવૃતિના કારણે જેલમા સજા ભોગવતા હોય છે અથવા તો આત્મહત્યા કરી લેતા હોય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ