વિશ્વના આ ફેમસ સ્થળો પર્યટકો માટે છે ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન, જાણો ખાસિયતો

વિશ્વભરમાં ફરવા માટેની અનેક જગ્યાઓ છે. કદાચ આખી જિંદગી પણ આ બધી જગ્યાઓએ ફરવા જવા માટે ટૂંકી પડે. વિશ્વભરમાં કુદરતી સૌંદર્ય, કલાકારી, આસ્થા અને માનસિક શાંતિ સાથે જોડાયેલી અનેક જગ્યાઓ છે. પર્યટકો પોતાની રુચિ અનુસાર અલગ અલગ જગ્યાઓની પસંદગી કરતા હોય છે. જો કે ઘણા ખરા લોકોની અન્ય જગ્યાઓએ પણ ફરવા જવાની ઈચ્છા હોય છે પણ તે પુરી નથી કરી શકતા.

image source

તેઓ બધા વિકલ્પોમાંથી સૌથી સારી જગ્યા અને બજેટ અનુરૂપ કઈ છે તેની પસંદગી કરે છે. ત્યારે અમે આજના આ ટ્રાવેલ સંબંધી લેખમાં ચાર એવી જગ્યાઓ વિશે માહિતી આપવાના છીએ જેને મોટાભાગના પર્યટકો આવવાની ઈચ્છા ધરાવે છે.

વેનીસ

image source

ફ્રાન્સમાં આવેલ વેનીસ એટલું આકર્ષક છે કે તેને અનેક ફિલ્મોમાં પણ શૂટ કરાયું છે. મુખ્ય શહેરમાં ગ્રાન્ડ કેનાલ નામનો જળમાર્ગ છે. વેનીસને ” ધ સીટી ઓફ વોટર ” પણ કહેવામાં આવે છે. અહીં પર્યટકો રિયાલ્ટો બ્રિજ, ડોગે પેલેસ, પિયાઝા સેન માર્કો તથા અન્ય સ્થાનો જોવા આવે છે. લગભગ દરેક હરવા ફરવાના શોખીન લોકો માટે વેનીસ આવવું એક સ્વપ્ન હોય છે.

પેરિસ

image source

પેરિસને વિશ્વના શ્રેષ્ઠ ફરવાલાયક સ્થાનોમાં નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત છે. આ શહેરમાં ફરવા જેવા અનેક સ્થળો આવેલા છે જેમ કે એફિલ ટાવર, લોવર, આર્ક ડી ટ્રાયંફ વગેરે.. અહીં ફરવા આવતા પર્યટકોમાં નવપરિણિત લોકો સૌથી વધુ હોય છે. પર્યટકો ખાસ કરીને અહીંના એફિલ ટાવર પાસે પોતાની પસંદગીની તસ્વીર ખેંચાવવાનો શોખ ધરાવતા હોય છે. અહીંની સુંદર સીન નદી પણ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

માચુ પીચ્ચુ

image source

માચુ પીચ્ચુ એક ઐતિહાસિક સ્થળ છે. ઇતિહાસમાં રુચિ ધરાવતા પર્યટકો માટે માચુ પીચ્ચુ ફરવા જવું એક સ્વપ્ન સમાન હોય છે. અને ઇતિહાસ પ્રેમીઓએ અહીં આવવું પણ જોઈએ કારણ કે આ ઇન્કા સભ્યતા સાથે જોડાયેલું સ્થાન છે. આ સ્થાન સમુદ્રતળથી લગભગ 8000 ફૂટ ઊંચી એક પહાડી પર આવેલું છે. ખાસ કરીને અહીંના કુદરતી સૌંદર્ય ધરાવતા દ્રશ્યો પર્યટકો માટે કાયમી સંભારણું બની રહે છે.

નાયગ્રા ફોલ્સ

image source

કેનેડાની સીમા પર સ્થિત નાયગ્રા ફોલ પોતાના અદભુત નજારા માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. કહેવાય છે કે વિશ્વમાં આના જેવો કોઈ બીજો જળ ધોધ નથી. અહીં 51 મીટરની ઊંચાઈ પરથી પાણી નીચે પડે છે ત્યારે તે ઝાકળ જેવું દેખાય છે. શિયાળાની સિઝનમાં તો આ ઝરણું જામી જાય છે અને બરફમાં ફેરવાઈ જાય છે. આ દ્રશ્ય જોવા માટે પણ અહીં પર્યટકોનો સારો એવો ઘસારો રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત