હોળી પહેલા ભારતીય રેલ્વેની મોટી જાહેરાત, મહિલાઓની સેફ્ટી સાથે જોડાયેલા 10 નિયમો જાણવા જરૂરી

ભારતીય રેલ્વેમાં રોજ લગભગ 46 લાખ મહિલાઓ સફર કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી રેલગાડીઓ અને રેલ્વે પરિસરમાં મહિલાઓની વિરુદ્ધમાં અપરાધની ઘટનાઓ બની રહી છે. આ ચિંતાને જોતા મહિલા યાત્રીઓની સુરક્ષા માટે રેલ્વેમાં મહિલાઓના વિરોધમાં અત્યારને ઘટાડવા માટે ભારતીય રેલ્વેએ અનેક પગલા લીધા છે.

image source

રેલગાડીમાં અનેક પ્રકારના અપરાધની શક્યતાને ઘટાડવા માટેની ખાસ જગ્યાઓ જેમકે શૌચાલયોની આસપાસ લોકોના ભેગા થવા પર રોક લગાવી છે. આ સિવાય કોચ, એટેન્ડન્ટ અને સાથે જ એસી મિકેનિકલ ના ડબ્બામાં પ્રવેશ અને નિકાસના ગેટની નજીક આબંટિત સીટ પર રહે છે. જ્યાંથી કોચની માહિતી રાખવામાં મદદ મળી રહે.

પોલીસના એસ્કોર્ટ ટીમ, રેલગાડીમાં સંદિગ્ધ ગતિવિધિ પર નજર રાખવાનું, તેની જાણકારી મેળવવાનું અને સાથે જ આ પ્રકારના અપરાધને ઘટાડવાનું કામ કરે છે. આ સાથે કર્મચારીઓ અને રેલગાડીમાં ફરતા પેન્ટ્રી કાર સ્ટાફને પોતાના ભરોસામાં રાખે છે, જો કોઈ મહિલા નાના બાળક સાથે યાત્રા કરી રહી છે તો તેને મેરી સહેલીના આધારે સુરક્ષાની ખાસ વ્યવસ્થા આપવામાં આવે છે.

રેલ્વેએ જાહેર કર્યા 10 નિયમ

image source

ગુનાના કેસમાં સંવેદનશીલ રેલ્વે સ્ટેશનના દરેક ક્ષેત્ર, ફરવાની જગ્યાઓ, પાર્કિંગ, ફૂટ ઓવર બ્રિજ, સંપર્ક સડકો, પ્લેટફોર્મના કિનારા, રેલની સફાઈ કરનારી લાઈન, ડીઈએમયૂ, કાર શેડ્સ, સામાન રાખવાની જગ્યાની આસપાસ લાઈટની પ્રોપર વ્યવસ્થા કરાશે.

પ્લેટફોર્મ કે યાર્ડમાં ખાલી પડેલી ચીજો અને ખંડર ઈમારતોનું ધ્યાન ન રખાતું. હવે તેની એન્જિનિયરની પાસેથી તપાસ કરાવાશે અને તેને પાડી દેવાશે. આવા ક્વાર્ટરને જ્યાં સુધી પાડી દેવાશે નહીં ત્યાં સુધી ડ્યુટી સ્ટાફ આ સમયે ખાસ કરીને રાતે અને જ્યાં સુધી લોકોની ઉપસ્થિતિન ન હોય તેમની નિયમિત રીતે તપાસ કરતા રહેશે.

અનાધિકૃત પ્રવેશ અને નિકાસના માર્ગોથી અવરજવરને બંધ કરાશે.

image source

વેટિંગ રૂમની પણ નિયમિત તપાસ કરાશે. આ સિવાય તપાસ કરવા અને ચેક કરવા માટે અહીં લોકોના પ્રવેશને અનુમતિ અપાશે. ખાસ કરીને રાતે અને એવા સમયે જ્યારે યાત્રીઓની હાજરી ઓછી હોય. એવા રૂમની ડ્યુટી અધિકારી દ્વારા સતત તપાસ કરાશે.

રેલ યાત્રીઓની સર્વિસના કામમાં રહેતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પોલિસ વેરિફિકેશન કરાશે. તેમની પાસે ઓળખપત્ર હોવું જરૂરી છે. રેલગાડી અને રેલ્વે પરિસરમાં આઈડેન્ટીટી કાર્ડ વિના પ્રવેશની પરમિશન અપાશે નહીં.

રેલ્વે યાર્ડ અને કોચ ડેપોમાં કોઈ પમ અનધિકૃત વ્યક્તિને પ્રવેશને નિષએધ કરાયો છે. એવા સ્થાનો પર પ્રવેશને નિયંત્રિત કરાશે.

યાત્રીઓા બેસવાની જગ્યા હોય છે ત્યાં આસપાસ અવૈધ રીતે બનાવાયેલા અતિક્રમણને કાનૂની પ્રક્રિયાનું પાલન કરતાં પ્રાથમિકતાના આધારે હટાવવામાં આવશે.

image source

ભારતીય રેલ્વે પોતાના યાત્રીઓને નિઃશુલ્ક ઈન્ટરનેટ સેવા આપી રહી છે. આ પ્રકારની સેવાઓને પૂરી પાડવા માટે ઓપરેટરની સાથે એ નક્કી કરવું જરૂરી છે કે આ સેવાના માધ્યમથી પોર્ન સાઈટ તો જોવામાં આવી રહી નથી ને.

રેલ્વે પરિસરમાં અનધિકૃત વ્યક્તિને પકડીને તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરાશે.

રેલ્વે સ્ટેશન અને ગાડીમાં શરાબ પીનારાને પકડીને તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરીને વિશેષ અભિયાન ચલાવાશે.

રેલ યાત્રીઓ માટે ખાસ સૂચના

image source

ટ્રેનની ટિકિટના પાછળના ભાગ પર હેલ્પલાઈન નંબરનું લિસ્ટ છે. તેમને કોઈ પણ મુશ્કેલી લાગે તો તેઓ તરત તે નંબર્સ પર ફોન કરીને તેની જાણ કરી શકે છે. રેલ્વે સ્ટોપ સેન્ટર પણ ચલાવે છે. આ પર અનેક પ્રકારની જાણકારી એક જ જગ્યાએ મળે છે. જેમકે ડોક્ટરની મદદ, પોલિસની મદદ, કાયદાકીય સલાહ, મનો વૈજ્ઞાનિક, સામાજિક કાઉન્સલિંગ અને પ્રભાવિત મહિલાને અસ્થાયી રહેવાની જગ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!