જો માત્ર 10 રૂપિયાના ખર્ચમાં જ 50 કિમી બાઈક ચલાવવી હોય તો કરો આવો જુગાડ, લોકોએ ખોબલે ને ખોબલે વધાવ્યો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે મોંઘવારી પણ આકાશને સ્પર્શી રહી છે. લોકોની સ્થિતિ આવક આઠાની અને ખર્ચ એક રૂપિયો થઈ ગઈ છે. તેલંગાનાના કુરાપતિ વિદ્યાસાગર આ વાતથી નારાજ થયા અને પોતાની પેટ્રોલ બાઇકને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં રૂપાંતરિત કરી. હકીકતમાં બન્યું એવું કે વિદ્યાસાગરની આર્થિક સ્થિતિ પહેલાથી સારી નહોતી, અને લોકડાઉન દરમિયાન, પરિવારની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ થઈ ગઈ. આવી સ્થિતિમાં જ્યારે પેટ્રોલના ભાવમાં સતત વધારો થવા લાગ્યો ત્યારે વિદ્યાસાગરની મુશ્કેલી વધી ગઈ. કારણ કે દરરોજ કામના સંબંધમાં, તેની બાઇક લગભગ 2 લિટર પેટ્રોલ ખાતી હતી.

image source

જ્યારે તેલની વધતી કિંમતોએ તેનો નફો ઘટાડ્યો, ત્યારે તેણે તેનું સમારકામ કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ વિદ્યાસાગરને જલ્દી જ ખ્યાલ આવી ગયો કે આ સિવાય તે કોઈ બીજું કામ કરી શકશે નહીં, ત્યારબાદ તેણે ઓછા ખર્ચે બાઇક ચલાવવા માટે કેટલાક જુગાડ કરવાનું વિચાર્યું અને કામ શરૂ કર્યું, અને અંતે તેણે એવું પરાક્રમ કર્યું કે આ બાબત હેડલાઇન્સ બની ગઈ.

image source

વિદ્યાસાગરે કોઈક રીતે થોડી રકમ એકત્ર કરી અને એક મશીન ખરીદ્યું જેણે તેના મોટરસાયકલને ઇલેક્ટ્રિક બાઇકમાં ફેરવ્યું. આ મશીન તેણે 7,500 રૂપિયામાં ઓનલાઈન ખરીદ્યું હતું, જે બાઇકની પેટ્રોલ ટેન્કની નીચે ગોઠવી દીધું હતું અને તેની સાથે ચાર 30AS ક્ષમતાની બેટરી જોડી દીધી હતી. વિદ્યાસાગર કહે છે કે બેટરી ચાર્જ કરવામાં 5 કલાક લે છે, જેમાં એક યુનિટ વીજળી ખર્ચવામાં આવે છે. આ બાઇક એક જ ચાર્જ પર 50 કિમીનું અંતર કાપી શકે છે. તેના સાથી અનિલ મોટર વાહન મિકેનિક, આ બાઇક બનાવવામાં વિદ્યાસાગરને મદદ કરી. સારી બાબત એ છે કે જ્યારે બાઇક ચાલે છે ત્યારે બેટરીઓ ડાયનોમોનો ઉપયોગ કરીને આપમેળે ચાર્જ થઈ જાય છે.

image source

આ સાથે જો વાત કરવામાં આવે તો બીજો એક બાઈકનો જુગાડ પણ ભારે ચર્ચામાં આવ્યો હતો. એક બાઇકનો જુગાડ ભાવનગરના સીદસરના ગામના ખેડૂતે આવિષ્કાર કર્યો છે. વિવિધ કામોમાં સહજ રીતે ઉપયોગી થઈ રહેલું જુગાડ બાઇક કે જે ટ્રેકટર કે સનેડો (મિની ટ્રેક્ટર) જેવા સાધનો કરતા 80% સસ્તું અને સરળ બની રહે છે.

image source

ખેતીમાં વારંવાર થતા નાનામોટા ખર્ચ સામે પહોંચી વળવા અને તેની બચત કરવા ભાવનગરના સીદસર ગામના ખેડૂત જયેશ મકવાણાએ આ તમામ બાબતોનો જુગાડ શોધી કાઢ્યો હતો.

image source

જો આ જ કેસ વિશે આગળ વાત કરીએ તો યુવા ખેડૂતે એક જુના બાઇકને ખેતીના સાધનમાં પરિવર્તિત કર્યું છે, બાઈકમાં નિંદામણ સહિતના વિવિધ ખેતી કામોના ઉપયોગમાં આવી શકે તેવું એક જુગાડ બાઈક બનાવ્યું છે. જેમાં કારનું ડિફ્રેસન સહિતનું ગિયર બોક્ષ ફીટ કરવામાં આવ્યું છે. જેનાથી તાકાતમાં ખુબ વધારો થાય છે અને માટીના ઢેફા વચ્ચે પણ આસાનીથી ચાલી શકે છે. ત્યારે 2020માં આ ભાવગનરના ખેડૂતનો જુગાડ પણ ભારે ચર્ચામાં આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!