જો તમને દેખાય આ લક્ષણો તો હોઈ શકે છે સાયટીકા, જાણી લો ઉપાય

માનવ શરીરમાં લગભગ 206 હાડકા હોય છે. એમાંથી જો એકપણ હાડકામાં જરા સરખી તકલીફ શરૂ થઈ જાય તો એની અસર આખા શરીર પર પડે છે. સાથે જ તમે એક ભયંકર અને જીવલેણ દુખાવામાંથી પસાર થવું પડે છે. એવું જ કંઈક થાય છે સાયટીક નર્વમાં. આ સ્થિતિથી પીડાઈ રહેલા વ્યક્તિને કમરથી લઈને બમ્પ અને પગ સુધી સખત દુખાવો, બળતરા અને સુન્ન થઈ જવાની સમસ્યા થવા લાગે છે.।

image source

આ સ્થિતિમાં સાયટીકા દ્વારા જ તમે તમારા પગને નિયંત્રિત કરી શકો છો અને પગમાં ફિલ પણ એના લીધે જ થાય છે. સાયટીકાની સારવાર કે ઉપાયની રીત જાણતા પહેલા જરૂરી છે કે તમે આ દુખાવાનો યોગ્ય પ્રકાર સમજી લો.

શુ છે સાયટીકા.

image source

સાયટીકા નસ તમારી કરોડરજ્જુથી શરૂ થઈને તમારા બમ્પથી લઈને તમારા પગ સુધી જાય છે. આ માનવ શરીરની સૌથી મહત્વપૂર્ણ તાંત્રિકાઓમાંથી એક છે. સામાન્ય રીતે આ દુખાવો 30 વર્ષ પછી જ થાય છે. આમ તો સાયટીકા એક અસ્થાયી દુખાવો જ છે જે જાતે જ મટી જાય છે અને એ માટે દવા અને અમુક ઉપયોની જરૂર પણ આવી શકે છે.સાયટીકા નસમાં થયેલી સમસ્યાથી પીડાઈ રહેલા દર્દીને કમરમાં દુખાવો, પગ સુન્ન થઈ જવા કે દુખાવો થાય છે. સાયટીકાનવા કટીસ્નાયુશૂળના નામે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ એના કારણો વિશે.

ક્યાં કારણે થાય છે સાયટીકા.

image source

સાયટીકાની સમસ્યા થવાનું આમ તો ઘણા કારણ હોય છે. પણ આ બીમારીનું મુખ્ય કારણ સ્લીપ ડિસ્ક હોય છે. તમને જણાવી દઈએ કે આપણી કરોડરજ્જુમાં ઘણા બધા હાડકા હોય છે અને એની આગળ એક ડેસ્ક હોય છે જેને તમે એક ઓશિકા જેવું સમજી શકો છો. એના કારણે આપણે સરળતાથી કમરને વાળી શકીએ છીએ.

પણ જ્યારે આ ડેસ્ક એની જગ્યાએથી હલી જાય છે તો એની પાછળ નીકળતી નસો પર દબાણ આવવા લાગે છે. હવે આ નસ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી સાયટીકાનો દુખાવો થઈ શકે છે.પણ એવું નથી કે સાયટીકાનું ફક્ત આ જ કારણ છે. એના ઘણા કારણો હોઈ શકે છે જે કંઈક આ પ્રકારે છે.

image source

ધુમ્રપાન- ખરાબ લાઇફસ્ટાઇલ બને છે સાયટીકાનું કારણ.

જો હડકાઓનું એલાઈમેન્ટ ખરાબ હોય તો પણ સાયટીકાની તકલીફ થઈ શકે છે.

ઉંમર સાથે બોડી પોસચરમાં ફેરફાર થાય છે જેના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે

જો કોઈ વ્યક્તિ વધુ વજન ઉઠાવવાનું કામ કરે છે તો એને પણ આ સમસ્યા થઈ શકે છે.

ખરાબ જીવનશૈલી પણ સાયટીકાનું કારણ બની શકે છે.

એવા લોકો જેમનું વજન વધારે છે એમને પણ સાયટીકાની સમસ્યા થઈ શકે છે.

સાયટીકાના ઉપાયો.

ઘણીવાર કબજિયાતને લીધે અવરુધ્ધ થયેલો વાયુ, ઉર્ધ્વગતિ કરીને આફરો, હૃદયશૂળ, છાતીનો દુખાવો, શીરઃસ્થૂળ, ગભરામણ, પાશ્વશૂળ વગેરે અનેક વેદનાઓ ઉત્પન્ન કરે છે. આવા દર્દોમાં દિવેલ ઉત્તમ પરિણામ આપે છે.

image source

– રોજ રાત્રે ૨ થી ૩ ચમચી એરંડિયું દૂધમાં નાંખી પીવું.

– સહન થઈ શકે એવા ગરમ પાણીમાં ૨૦ થી ૩૦ મિનિટ સવારે અને સાંજે બેસવું.

– કટીસ્નાન પછી પગની પાછળની બાજુએ પાનીથી પ્રારંભ કરી નિતંબ તરફ ઊલ્ટી રીતે મહાનારાયણ તેલથી હળવા હાથે માલિશ કરવી.

– મહારાસ્નાદિ ક્વાથઃ ચાર થી છ ચમચી સવારે, બપોરે, અને રાત્રે પીવો.

_ રાસ્નાદિ ગૂગળની બે બે ગોળી દિવસમાં ત્રણવાર લેવી.

– વાયુની વૃધ્ધિ કરે એવા લઘુ, રૂક્ષ-લુખા, વાસી આહાર દ્રવ્યોનો ત્યાગ કરવો.

– ઉભડક બેસવું કે એકદમ પગ વાળવા પડે એવા કાર્યો કરવા નહિ.

– લાકડાની પાટ પર ચત્તા જ સૂવું, પગ સીધા રાખવા.