જો તમે પણ તમારા બાળકનુ નામ ઠંડીની ઋતુ પરથી રાખવા ઈચ્છો છો તો આ છે અમુક શ્રેષ્ઠ નામની યાદી…

મિત્રો, દરેક માતા-પિતા તેમના બાળક માટે બધી જ વસ્તુઓ પરફેક્ટ ઇચ્છે છે, પછી તે નામ જ ભલે ના હોય. તમને મિત્રો અને સંબંધીઓ તરફથી તમને બાળકનુ નામ શુ રાખવુ? તે વિશે ઘણી સલાહ મળી રહી છે પરંતુ, દરેક માતા-પિતા તેના બાળકનુ સૌથી અનોખુ અને વિશેષ નામ રાખવા ઈચ્છતા હોય છે. જો શિયાળામાં તમારા બાળકનો જન્મ થવાનો છે, તો આજે આ લેખમા અમે તમને અમુક બાળકોના નામ વિશેની સલાહ આપીશુ.

આ છે બેબી ગર્લના ટ્રેન્ડિંગ નામો :

image source

પુત્રીનો જન્મ એ દરેક વ્યક્તિના જીવનમા સુખ અને સમૃદ્ધિ લાવે છે. જ્યારે શિયાળામા તમારા ઘરે પુત્રીનો જન્મ થાય તો તમે આ નામમાથી કોઈપણ એક નામની પસંદગી કરી શકો છો.

અહના :

image source

આ નામનો અર્થ સૂર્યની પ્રથમ કિરણો થાય છે. ઠંડીની ઋતુમા લોકોને સૂર્ય ખૂબ જ પસંદ આવે છે, તેથી તમે શિયાળામાં જન્મેલી તમારી પુત્રીને આ નામ આપી શકો. અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની નાની પુત્રીનું નામ પણ અહના છે.

અહલાદિતા :

આ નામનો અર્થ થાય છે સુખ અને સારો મૂડ. પુત્રીનું આગમન તમારા જીવનમા ખુશીઓ લાવે છે, તેથી તમે તેને આ નામ આપી શકો છો.

અમૈયા:

આ નામનો અર્થ છે કે ત્યા કોઈ મર્યાદા નથી, જો તમે ઈચ્છો તો આ નામ રાખી શકો.

અનિલા:

image source

ઠંડીની ઋતુમા ઠંડા પવનો મનને તાજગી આપે છે અને અનિલા એટલે પવનનુ બાળક. જો તમે ઈચ્છો તો તમે તમારી બેબી ગર્લનુ નામ આ પણ રાખી શકો.

ઇરા:

આ નામનો અર્થ હિમવર્ષા થાય છે, જે ઘણીવાર ઠંડીની ઋતુ દરમિયાન જોવા મળે છે, જો તમે ઈચ્છો તો તમારી પુત્રીનુ નામ આ પણ રાખી શકો.

હિમાની:

ઘણા લોકો બરફને હિમાની તરીકે પણ ઓળખે છે, તમે તમારી બેબી ગર્લનુ આ નામ પણ રાખી શકો છો.

લુમિ:

આ નામનો અર્થ પણ બરફ થાય છે, જો તમને પસંદ પડે તો તમે તમારી બેબી ગર્લનુ આ નામ રાખી શકો.

શીન:

આ નામનો અર્થ પણ બરફ થાય છે, બેબી ગર્લ માટે આ નામ પણ ખુબ જ સારુ છે.

તુષારિકા:

image source

આ નામનો અર્થ થાય છે બરફનો એક ભાગ, તમે તમારી બેબી ગર્લનુ આ નામ પણ પસંદ કરી શકો છો.

રિધુષની:

આ નામનો અર્થ હવામાન થાય છે, તમારી બેબી પર આ નામ ખુબ જ સારું લાગશે.

આ છે ટ્રેન્ડિંગ બેબી બોયના નામ :

જો તમારા ઘરે પુત્રનો જન્મ થાય છે, તો તમે નીચે આપેલી નામ ની યાદીમાંથી કોઈપણ એક નામની પસંદગી કરી શકો છો.

અભિનંદન :

image source

આ નામનો અર્થ થાય છે આનંદ કરવો, ઉજવણી કરવી, પ્રશંસા કરવી, આશીર્વાદ અને ખુશ થવુ. તમારા બેબી બોય પર આ ખુબ જ સારું લાગશે.

રક્ષિત:

આ નામનો અર્થ થાય છે સુરક્ષિત કે સલામત. જો તમે ઈચ્છો તો તમે તમારા બેબી બોય ને આ નામ આપી શકો.

અબજર:

આ નામનો અર્થ શક્તિશાળી અને બળશાળી થાય છે,જો તમારું બાળક હુષ્ટપુષ્ટ અને તંદુરસ્ત છે તો તેના માટે આ નામ એકદમ પરફેક્ટ છે.

અદ્વૈત:

આ નામનો અર્થ થાય છે અનન્ય. આ નામ પણ તમારા બેબી બોય માટે ખુબ જ સારું રહેશે.

અગ્નિવેશ:

આ નામનો અર્થ થાય છે અગ્નિ ની જેવી તેજસ્વીતા ધરાવવી. જો તમે તમારા બેબી બોય નુ આ નામ રાખો છો તો આ નામ ના કારણે તેની તેજસ્વિતામા પણ વધારો થાય છે.

અંશુલ:

આ નામનો અર્થ થાય છે સૂર્યની કિરણ. તમારા બેબી બોય માટે આ નામ પણ ખુબ જ સારું રહેશે.

આરુષ:

આ નામનો અર્થ થાય છે શિયાળોનો પહેલો સૂર્ય. જો તમે પણ તમારા બેબી બોય માટે આ નામ વિચારી રહ્યા છો તો તે ખુબ જ સુંદર છે.

ભાસ્કર:

image source

આ નામનો અર્થ થાય છે ભાસ્કર. તમારા બેબી બોય માટે આ નામ એકદમ પરફેક્ટ રહેશે.

ધ્રુવ:

સંસ્કૃતમા ધ્રુવીય તારાને ધ્રુવ કહેવામા આવે છે. આ નામ પણ તમારા બેબી બોય માટે ખુબ જ સારું રહેશે.

પ્રસીત:

આ નામનો અર્થ થાય છે શિયાળામા સૂર્યની પહેલી કિરણ. તમે ઈચ્છો તો તમારા બેબી બોય માટે આ નામની પસંદગી કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત