ફેસબુકે આ સ્કીમ ઇન્ડીફી સાથે મળીને શરૂ કરી છે. તેના દ્વારા નાના વેપારીઓને 5 દિવસમાં લોન મળશે.

ફેસબુકે દેશમાં નાના વેપારીઓના બિઝનેસને મોટો બનાવવા માટે લોન આપવાનું શરૂ કર્યું છે. આ પહેલ અંતર્ગત ફેસબુક ઈન્ડિફી સાથે ભાગીદારી કરીને દેશના નાના વેપારીઓને 50 લાખ સુધીની લોન આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે 5 દિવસની અંદર લોનના પૈસા તમારા ખાતામાં આવી જશે. આ સાથે, તમને ફક્ત જરૂરિયાતના સમયે જ પૈસા મળશે, જેના કારણે તમે કોઈપણ તકનો સરળતાથી લાભ લઈ શકો છો અને સારી કમાણી કરી શકો છો. તમને આ લોન પર વ્યાજ માફી પણ મળશે.

લોન ક્ષેત્રે ફેસબુકનું પહેલું પગલું

image source

સોશિયલ મીડિયા સેક્ટર પર શાસન કર્યા બાદ ફેસબુક હવે લોન સેક્ટર પર પણ પ્રભુત્વ મેળવવા માંગે છે. આ માટે કંપનીએ પ્રથમ વખત ભારત માટે ‘સ્મોલ બિઝનેસ લોન ઈનિશિયેટિવ’ યોજનાની જાહેરાત કરી છે. અગાઉ ફેસબુકે વિશ્વના અન્ય કોઈ દેશમાં આવી સ્કીમ શરૂ કરી નથી. ફેસબુકે આ સ્કીમ માટે ફાઇનાન્શિયલ કંપની ઇન્ડીફી સાથે ભાગીદારી કરી છે. આનો અર્થ એ છે કે ઈન્ડીફી દ્વારા તમને પૈસા આપવામાં આવશે, પરંતુ ફેસબુક પણ આમાં પોતાનો ભાગ ભજવશે.

50 લાખ સુધીની લોન મળશે

image source

ફેસબુક ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહનના જણાવ્યા અનુસાર, કંપની કોઈ પણ વચન વગર નાના ઉદ્યોગોને મૂડી પૂરી પાડવા માંગે છે. જો કે, આ યોજના હેઠળ લોન લેવા માટે, નાના વેપારીઓએ પહેલા તેમના વ્યવસાયની જાહેરાત ફેસબુકમાં કરવી પડશે. આ પછી, તેઓ 5 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. આ લોન પર 17 થી 20 ટકાના દરે વ્યાજ લેવામાં આવશે. આ લોન માટે અરજી કરનારા લોકો પાસેથી ઈન્ડીફી લોન અરજી પર કોઈ પ્રોસેસિંગ ફી પણ લેશે નહીં.

લોન 5 દિવસમાં મળી જશે

image source

અજીત મોહનના જણાવ્યા મુજબ, ઈન્ડીફી તમામ જરૂરી દસ્તાવેજો મેળવ્યાના 5 દિવસમાં અરજદારને લોન આપશે. આ માટે નાના ઉદ્યોગપતિઓએ કોઇપણ જાતની બાંયધરી આપવાની રહેશે નહીં. તેમજ મહિલા વેપારીઓને વ્યાજદરમાં 0.2 ટકાની છૂટ મળશે. અત્યારે આ યોજના દેશના 200 શહેરોમાં શરૂ કરવામાં આવી છે. જોકે, આ કાર્યક્રમમાં ફેસબુક તરફથી કોઈ પૈસા આપવામાં આવશે નહીં.

image source

લોનની સંપૂર્ણ રકમ ઇન્ડીફી આપશે અને ઉદ્યોગપતિઓએ પણ લોનની રકમ ઇન્ડીફીને જ ચૂકવવી પડશે. તેથી જો તમને તમારો ધંધો આગળ વધારવા માંગો છો તો આ ઈન્ડીફી તમને લોન આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!