સુકાતા પાક વચ્ચે ખેડૂતો માટે આવી ખુશખબર, વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેતીના પાકને ભારે નુકશાન થવાની સંભાવના છે જેને લઈને ગઈકાલે સીએમ રૂપાણીએ સિંચાઈ માટે પાણી છોડવાનો આદેશ આપ્યો છે, તો બીજી તરફ ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ અંગે હવામાન વિભાગે રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

image source

આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનિય છે કે ગુજરાતમાં હજુ પણ સારા વરસાદની અછત જોવા મળી રહી છે જેના કારણે ખેતીનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે અને ખેડૂતો મુજાયા છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. આ ઉપરાંત જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે. તો બીજી તરફ રાજ્યમાં ફરી વરસાદ પાછો ખેંચાવાના કારણે ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે.

image source

નોંધનિય છે કે, ગઈ કાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. આ ઉપરાંત દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડવાની શક્યાતા તેમ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું નોંધનિય છે કે, આજે ફરી હવામાન વિભાગે જણાવ્યું કે, ઓગસ્ટના બીજા અઠવાડિયામાં રાજ્યમાં સારો વરસાદ પડે તેવી હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.

image source

નોંધનિય છે કે, જુલાઈના અંતિમ અઠવાડિયા બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે વરસાદ લાંબો ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, ખેતરમાં ઉભેલો પાક બળી જવાની ચિંતા છે ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોઓ હાશકારો અનુભવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આ સીઝનનો જોઈએ એટલો વરસાદ પડયો નથી, તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં 450 મીમી વરસાદ થઈ જતો હોય છે પરતું હજુ માત્ર સિઝનનો 253 મીમી વરસાદ નોંધાતા પાણીની ખેંચ પડી છે.

image source

તમને જણાવી દઈએ કે, વરસાદ ખેંચાતાં ગુજરાતનાં અડધાથી વધુ જળાશયોમાં 50 ટકાથી પણ ઓછું પાણી બાકી રહ્યું છે. નોંધનિય છે કે,રાજ્યમાં આવેલા 206 નાના-મોટા ડેમમાંથી માત્ર 5 ડેમ જ 100 ટકા ભરાયા છે, જ્યારે 80 જેટલા ડેમમાં 20 ટકાથી ઓછું પાણી જ બાકી રહ્યું છે. જે રાજ્ય માટે ચિંતાનો વિષય છે.