સુરતની ૭૪ વર્ષીય મહિલાએ કર્યો એરપોર્ટ બનવા બાબત પર વિરોધ, કહ્યું ના તોડો અમારા ઘર

સુરત એરપોર્ટને લઇને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. જેમાં સુરત એરપોર્ટની આસપાસ બનેલી બહુમાળી ઇમારતો એર ફ્લાઇટ માટે અસર કરતી અને નિયમ વિરુદ્ધ હોય તેવી તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા નામદાર હાઈકોર્ટે આદેશ કર્યો છે. વધુમાં કોર્ટે આવી બિલ્ડિંગો ને બે ડિસેમ્બર સુધીમાં તોડીને હાઇકોર્ટમાં કૉમ્પ્લેયન્સ રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે.

image source

સુરત એરપોર્ટની આજુબાજુની નડતરરૂપ બિલ્ડિંગ માટે જાહેર હિતની અરજી કરાઈ છે. જેમાં સુરત એરપોર્ટની ફરતે વધારાના ગેરકાયદે બાંધકામને દૂર કરવા માટે અરજદારની રજૂઆત કરાઈ છે, એરપોર્ટના નિયમો અનુસાર તેને દૂર કરવા આવશ્યક છે એવી અરજીમાં માગ કરાઈ છે. અરજદારે કરેલી પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે ડીજીસીએ અને સુરત મ્યુનિસિપલ માત્ર આવી બિલ્ડિંગને નોટિસ જ આપી છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું છે કે, હવે એક બાબતને લંબાવવા માટે સમય આપવામાં નહી આવે.

image source

એરપોર્ટના રન-વેને નડતર રૂપ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, જેમાં એક હજાર ચારસો ચાલીસ ફ્લેટના સુડતાલીસ હજાર પાંચસો વીસ લોકો ઘર ગુમાવી દે એવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. ત્યારે આવાં મકાનોના પીડિતોએ પીએમ ઓફિસમાં મેલ મોકલવાનું કેમ્પેન શરૂ કર્યું છે, જેમાં ચિમોતેર વર્ષનાં એક વૃદ્ધાએ પ્રધાનમંત્રી મોદી ને અનુલક્ષીને લખ્યું હતું કે ‘અમારું ઘર-અમારું જીવન બચાવો. ઘર મહેનતના રૂપિયાથી અને આખી જિંદગીની બચતમાંથી ખરીદ્યું છે. અમારી ભૂલ નથી, અમારું ઘર ન પાડો.

તમામ દસ્તાવેજો છે, લોન પણ અપાઈ છે : વૃદ્ધા

image source

અમે ઘર ખરીદતાં પહેલાં એરપોર્ટ ઓથોરિટીનું એનઓસી, જમીનમાલિકી નો પુરાવો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન નો એપ્રૂવલ પ્લાન અને સુરત પાલિકાનું બીયુસી સર્ટિફિકેટ અને ટાઈટલ ક્લિયર સર્ટિ. ચકાસ્યું હતું. કાનૂ ની નિષ્ણાતો પાસે પણ દસ્તાવેજોની ચકાસણી કરાવવામાં આવી હતી. વિવિધ બેન્કો અને કાનૂની સહાલકારો પાસે પણ તેની ચકાસણી કરાઇ હતી, જેમણે પ્રોપર્ટી ટાઈટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ્યું હતું અને ત્યાર બાદ બેન્ક દ્વારા હોમ લોન આપવામાં આવી હતી. ત્યાર બાદ અમે ઘરનો કબજો મેળવ્યો હતો.

‘ગેરકાયદે નોટિસથી અમે હચમચી ગયા છીએ’

image source

વર્ષ 2017 માં એરપોર્ટ ઓથોરિટી એ અમારું ઘર ગેરકાયદે છે, એવું કહી અમને નોટિસ આપી હતી. 2018-19 માં ફરી નોટિસ મળી. એ પછી અમે નિરાશ થયાં હતાં અને અંદરથી હચમચી ઊઠ્યાં હતાં. સાહેબ, અમે માત્ર રહેવાસીઓ અથવા ખરીદદારો છીએ, સામાન્ય પ્રેક્ટિસ સિવાય પરવાનગીઓ મેળવવા અથવા લાગુ કરવા માટેની કોઈપણ ‘પ્રક્રિયા’ અથવા ‘પ્રક્રિયાઓ’ની કોઈપણ ગંભીરતા જાણતા નથી. અમારી કોઈ ભૂલ નથી એટલા માટે અમારું ઘર પાડવામાં ન આવે.