કળિયુગની હાજરાહજુર દેવી મા મેલડીનું આ મંદિર છે ભાવિક ભક્તોની આસ્થાનું પ્રતિક, જાણો ચમત્કાર વિશે

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મેલડી માતાની મહિમા અપરંપાર છે, તેઓ બધાની મનોકામના પૂર્ણ કરે છે. મેલડી માતા સાચા ભક્તો સિવાય કશું જ નથી માંગતા. મેલડી માતા ભક્તો ના બધા જ સંતાપ હરી લે છે. મિત્રો આજે અમે તમને ધ્રાંગધ્રામાં આવેલા એક ચમત્કારિક મેલડી માતામાં મંદિર વિશે જણાવીશું કે, જેની મહિમા અપરંપાર છે. મેલડી માતાનું આ ચમત્કારિક મંદિર ધ્રાંગધ્રાના હામપુરા ગામે આવેલું છે.

આ મંદિરની ખાસિયત એ છે કે, આ મંદિર જમીનથી દસ ફુટ નીચે આવેલું છે. અહીં ભક્તો દૂર દૂરથી માં મેલડીના દર્શન કરવા માટે આવે છે. આ મંદિર સાતસો થી આઠસો વર્ષ જૂનું છે. ગામના લોકો નું કહેવું છે, કે જયારે હામપુરા ગામ વસ્યું પણ નહતું ત્યારથી માં મેલડી આ સ્થાનક પર સાક્ષાત બિરાજમાન છે.

હામપુરા ગામમાં બિરાજમાન મેલડી માતામાં પરચા અપરંપાર છે. અહીં વિદેશ થી પણ લોકો પોતાની માનતા લઈને આવે છે. હામપુરા ગામમાં બિરાજમાનમાં મેલડીએ વિદેશોમાં રહેતા લોકોને પણ દીકરા આપ્યા છે, અને તેની માનતા પૂરી કરી છે. મંદિરમાં રવિવારના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

રવિવારના દિવસે આવતા દરેક ભક્તોને જમાડી ને જ અહીંથી મોકલવામાં આવે છે. દેશ વિદેશમાં વસતા ગુજરાતી લોકો હામપુરા ગામમાં બિરાજમાન મેલડી માતાના દર્શન કરવા માટે આવે છે. માં બધા ભક્તો ની મનોકામના પૂર્ણ કરે છે. મંદિર ની બાજુમાં એક પૈરાણિક વાવ પણ આવેલી છે.

image source

હામપુરા ગામ માં મેલડીનું મંદિર જમીનથી દસ ફૂટ નીચે આવેલું છે અહીં માતાનું ત્રિશુલ પણ આવેલું છે. અહીં માં મેલડીના ભક્તો આવીને માતા ની પૂજા અર્ચના કરે છે અને માં મેલડીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ મંદીરમાં જે લોકો માનતા કરે છે તેની માનતા માં મેલડી જરૂર પૂરી કરે છે.

image source

માતા તેમના ભક્તોના દરેક દુખ ને દુર કરે છે, અને હમેશા તેના આશીર્વાદ તેમના ભક્તો પર વરસાવે છે. અહીં દર્શન લગભગ આખો દિવસ ખુલ્લા હોય છે, અને અહીં મંગલા આરતી નો સમય સવારે સાડા પાંચ વાગ્યા નો હોય છે, અને બીજી આરતી સંધ્યા સમયે થાય છે. અહીં મંદિરના પરિસરમાં ભક્તોના રહેવા અને જમવાની પણ વ્યવસ્થા છે.