દુનિયાના આ ગામના લોકોને સદી ફટકારવી એટલે ડાબા હાથનો ખેલ, બધા લોકો જીવે છે 100 વર્ષ કરતાં પણ વધારે

આજના સમસ્યા અને તણાવપૂર્ણ જીવનને કારણે લોકોની સરેરાશ ઉંમર ઘણી ઘટી રહી છે પરંતુ ઇટાલીમાં એક ગામ છે જ્યાં મોટાભાગના લોકો 100 વર્ષથી વધુ જીવે છે. ઇટાલીના સાર્દિનિયા પ્રદેશના પર્વતીય વિસ્તારમાં આવેલું પેરદાસ્ડેફોગુ ગામ ત્યાંના લોકોની ઉંમરને કારણે સમગ્ર વિશ્વમાં આજે ચર્ચાનો વિષય બન્યુ છે. અહી મોટાભાગના પરિવારોમાં 4-5 લોકો 100 વર્ષથી વધુ જીવે છે. મળતી માહિતી મુજબ પેરદાસ્ડેફોગુ ગામની વસ્તી આશરે 1740 છે અને હાલમાં ત્યાં લગભગ 8 લોકો છે જે 100 વર્ષથી વધુ વયના છે.

image source

આ વર્ષે 5 લોકોએ 100 વર્ષની ઉંમર પાર કરી હોવાના સમાચાર મળ્યા છે. આ સાથે જાણવા મળ્યુ છે કે આગામી બે વર્ષમાં 10 વધુ લોકો 100 વર્ષના થશે. આ ગામમાં મોટાભાગના પરિવારોના 4-5 લોકો 100 વર્ષ જીવ્યા પછી જ મૃત્યુ પામ્યા હોવાનુ કહેવામા આવી રહ્યુ છે.

રાષ્ટ્રીય સરેરાશ કરતા 13 ગણા વધારે 100 વર્ષથી વધુ ઉંમરના લોકો:

image source

એક રિપોર્ટ મુજબ ઈટાલીના પેરડાસ્ડેફોગુમાં 100 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા 13 ગણી વધારે છે. સાર્દિનિયા પ્રાંત વિશ્વના એવા પાંચ પ્રદેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ 100 વર્ષથી વધુ ઉંમરના લોકો છે. આ સમગ્ર પ્રાંતમાં હાલમાં 100 વર્ષથી વધુ વયના કુલ 534 લોકો છે એટલે કે 1 લાખની વસ્તી માટે 37 લોકો 100 વર્ષથી વધુ વયના છે.

image source

છેલ્લા કેટલાક વર્ષોમાં ઇટાલીમાં સદી ફટકારનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2009માં ઇટાલીમાં 100 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યાનો આંકડો 11 હજાર સામે આવ્યો હતો. આ પછી 2019માં તે વધીને 14456 પહોચી ગયો હતો અને 2021માં 17935 સુધી આ સંખ્યા પહોચી ગઈ છે.

વૃદ્ધોના સારા સ્વાસ્થ્યનુ શું છે રાજ?

કેગલિયારી યુનિવર્સિટીમાં ડેમોગ્રાફીના પ્રોફેસર લુઇસા સેલારીસ આ વિશે કહે છે કે 100 વર્ષથી વધુ જીવવા પાછળ તાજી હવા અને સારો ખોરાક સૌથી મોટું કારણ હોય છે. તેમણે કહ્યું હતુ કે અલબત્ત તે તાજી હવા અને સારા ખોરાકને કારણે છે પરંતુ હું માનું છું કે દીર્ધાયુષ્યનું એક કારણ તણાવ પ્રત્યેનું તેમનું વલણ પણ છે. તે દરેક સમસ્યાને શક્ય તેટલી ઝડપથી હલ કરે છે.

પુસ્તકો વાંચવા આ ગામના લોકોનો શોખ છે:

image source

જાણવા મળ્યુ છે કે પુસ્તકો તેમનુ આયુષ્ય વધારવામાં પણ અસરકારક સાબિત થયા છે. આ સિવાય અહીંના લોકો સામાજિક છે અને એકબીજા સાથે સારી રીતે સંપર્કમાં રહે છે. સાહિત્યિક ઉત્સવો નિયમિતપણે યોજવામાં આવે છે જેમાં વડીલો પણ સંપૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લે છે. અહીં વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં જતા નથી અને તેમના ઘરે જ રહે છે.