સ્ત્રીઓ માટે છે આ આસન ખુબ જ ઉપયોગી, કરો દરરોજ અને મેળવો ફાયદા…

જો તમે તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા ઈચ્છતા હોવ તો યોગ જરૂરી છે. યોગમા અનેક પ્રકારના આસન આવે છે, જેમાં એક આસન છે ભુજંગાસન. આ આસન કરવાથી પેટ પર વધુ બળ આવે છે. આ આસન પાચનતંત્રને ખૂબ જ મજબૂત બનાવે છે. તે અનેક પ્રકારના રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે જ મહિલાઓમાં કબજિયાત, અસ્થમા અને માસિકની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

ભુજંગાસન શું છે ?

Benefits of Bhujangasana: महिलाओं के लिए बेहद फायदेमंद है यह आसन, पीठ दर्द से मिलती है राहत, जानिए दूसरे जबरदस्त फायदे
image source

ભુજંગાસન બે શબ્દો ભુજંગ અને આસનથી બનેલું છે. અંગ્રેજીમાં આ મુદ્રાને “કોબ્રા પોઝ” કહેવામાં આવે છે. આ આસનમાં સાપની જેમ તમારે તમારા ધડને આગળની દિશામાં ઊંચું રાખવું પડશે. જો તમને પેટ સાથે સંકળાયેલ કોઈ સમસ્યા હોય તો તમે નિયમિત ભુજંગાસન કરો.

ભુજંગાસન કરવાની સરળ રીત :

આ આસન કરવા માટે તમે સપાટ અને સ્વચ્છ જમીન પર કાર્પેટ બિછાવીને તમારા પેટના બળ પર સૂઈ જાઓ અને થોડા સમય માટે આરામ કરો. ત્યારબાદ પુશઅપ મુદ્રામાં આવી જાવ અને તમારા શરીરના આગળના ભાગને ઉપાડો. આ આસન તમારા ધડને આગળની દિશામાં ઉપાડીને કરવું પડે છે. તમારી શારીરિક ક્ષમતા અનુસાર આ મુદ્રામાં રહો. ત્યારબાદ પહેલા તબક્કામાં આવો. દરરોજ આ દસ વખત આ ક્રિયા કરો.

image source

ભુજંગાસનના જબરદસ્ત ફાયદાઓ :

image source

આ આસન તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. તે ખભા અને હાથને મજબૂત બનાવે છે. આ સિવાય તે શરીર સુડોળ બનાવે છે અને તમારા શરીરના તણાવ અને થાક દૂર કરે છે. આ આસન તમારા હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત આ આસન કરવાથી તમને અસ્થમાની સમસ્યા સામે પણ રાહત મળે છે. સુડોળ કમર, પાતળી અને આકર્ષક બનાવે છે. આવું દરરોજ કરવાથી લંબાઈ વધે છે અને કમરના દુ:ખાવામાં રાહત મળે છે.

ભુજંગાસન દરમિયાન રાખો આ સાવચેતી :

હર્નીયાથી પીડિત વ્યક્તિએ આ આસન ના કરવુ જોઈએ. જો તમને પેટમાં દુ:ખાવો હોય તો આ આસન ના કરો. સગર્ભા સ્ત્રીઓએ આ આસન બિલકુલ ન કરવું જોઈએ. જો તમને હાથ, પીઠ અને ગરદનમાં દુ:ખાવો અથવા ઈજા થાય તો આ ન કરો. આસન કરતી વખતે તમારા માથાને પાછળની તરફ વધારે નમાવવુ નહીં નહીતર સ્નાયુઓમા તણાવ આવી શકે છે.