ટુવ્હીલર ખરીદવાના પ્લાનમાં છો તો જાણી લો TVS Jupiter ZX ના ફીચર્સ અને કિંમત, બનશે પહેલી પસંદ

TVS Jupiter ZX ની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 72,347 રૂપિયા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ટીવીએસ જ્યૂપીટર દેશમાં સૌથી વધુ વેંચાતા સ્કુટી પૈકી બીજા નંબરની સ્કૂટી છે. ત્યારે હાલની નવી TVS Jupiter ZX પહેલાના જયુપીટર કરતા વધુ પાવરફુલ બનાવવામાં આવી છે.

image source

દેશની નામાંકિત દ્વિચક્રી વાહન નિર્માતા કંપની TVS પોતાના સૌથી વધુ લોકપ્રિય સ્કૂટર જયુપીટર પર ખાસ ઓફર આપી રહી છે. જો તમે પણ એક નવું સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોય તો કદાચ તમારી પાસે અત્યારે મળે છે તેવી તક બીજી વખત ન પણ આવે. બીજી બાજુ ટીવીએસ કંપની તરફથી તેના આ TVS Jupiter ZX માટે એવો દાવો કરવામાં આવે છે કે ટીવીએસ જયુપીટર અન્ય સ્કૂટરની સરખામણીએ 15 ટકા વધુ માઇલેજ આપે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ટીવીએસના નવા TVS Jupiter ZX વિશે જાણવા જેવી માહિતી આપી રહ્યા છીએ જે કદાચ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકશે.

TVS Jupiter ZX ના ફીચર્સ

image source

TVS મોટર્સએ તેની આ સ્ફુટીમાં ડિસ્ક બ્રેક અને નવી આઈ ટચ સ્ટાર્ટ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીવીએસ જયુપીટરમાં કંપનીએ સાયલન્ટ સ્ટાર્ટ ફિચરની સુવિધા આપી હતી. આ સાથે જ ટીવીએસ જયુપીટરમાં કંપનીએ ઈન્ટેલિગો ટેક્નિકનો પણ ઉપયોગ કર્યો છે. આ ટેક્નિક સ્કુટરની ફ્યુલ ઇફીશિએંશીને વધુ સારી બનાવે છે. કંપનીના દાવા અનુસાર TVS Jupiter ZX અન્ય સ્ફુટીની સરખામણીએ વધારે માઇલેજ આપશે.

TVS Jupiter ZX ની કિંમત

image source

TVS Jupiter ZX ની કિંમતની વાત કરીએ તો ટીવીએસ મોટર્સએ તેની નવી TVS Jupiter ZX ની દિલ્હી એક્સ શોરૂમની કિંમત 72,347 રૂપિયા રાખી છે. નોંધનીય છે કે ટીવીએસ જ્યૂપીટર દેશમાં સૌથી વધુ વેંચાતા સ્કુટી પૈકી બીજા નંબરની સ્કૂટી છે. ત્યારે હાલની નવી TVS Jupiter ZX પહેલાના જયુપીટર કરતા વધુ પાવરફુલ બનાવવામાં આવી છે.

TVS Jupiter ZX નું એન્જીન

image source

ટીવીએસની નવી TVS Jupiter ZX માં મળતા એન્જીનની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને 110 cc નું એન્જીન મળશે. આ એન્જીન 7 bhp નો પાવર અને 8 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે. તેમાં બે રાઈડિંગ મોડ 1) ઇકો અને 2). પાવર મોડ આપવામાં આવ્યા છે. TVS Jupiter ZX નાં ફ્રન્ટમાં 220 mm ની ડિસ્ક બ્રેક અને રિયર વહીલમાં 130 mm ની ડિસ્ક બ્રેક આપવામા આવી છે.