હિંમતનગરનો આ યુવાન એક સમયે કરતો હતો સાયકલ પર કપડાંની ફેરી, આજે કરી દેખાડ્યું એવું કે તમે પણ કરી જશો કમાલ

માણસનું મન જ્યારે મક્કમ થઈ જાય અને કોઈ કામ કરવાનું ધારી લેવામાં આવે તો કલ્પના પણ ન કરી હોય તેવી સફળતા વ્યક્તિને મળે છે. આવી જ સફળતા ગુજરાતના હિંમતનગરમાં એક નાનકડા ગામમાં રહેતા એક યુવાનને મળી છે. આર્થિક રીતે નબળા પરિવારના યુવાને એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે તેનું નામ આજે દેશભરમાં ગુંજી ઉઠયું છે.

image source

હિંમતનગરના કાંકણોલ ગામ ના જય પંચાલ નામના વ્યક્તિએ હિંમતનગર થી લદાખ સુધીની સફર સાઇકલમાં પૂરી કરી છે. ગુજરાતથી લદાખ સુધીનું ૧૮૩૨ કિલોમીટરનું અંતર તેને 16 દિવસમાં પૂર્ણ કર્યું અને તે ફાસ્ટર સાયકલ રાઇડર બન્યો છે. તેણે હિંમતનગર થી લે લદાક સુધીની સાઇકલ રેસ સ્પર્ધામાં ભાગ લીધો અને રાજ્યનું નામ દેશભરમાં રોશન કરી દીધું.

image source

જય પંચાલ જ્યારે ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો ત્યારે તેના શિક્ષિકાએ સાઇકલ ચલાવવાની તેની સ્પીડ થી પ્રભાવિત થઈ તેને એક સાઇકલ ગિફ્ટ કરી હતી. ત્યારબાદ તે હિંમતનગરમાં ચાલતી સાઇકલ ક્લબ સાથે જોડાયો. જો કે ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી તે આ દિશામાં વધારે આગળ કંઈ કરી શક્યો નહીં અને નબળી આર્થિક પરિસ્થિતિના કારણે તેને સાઈકલ પર કપડાની ફેરી કરવા જવાનું શરૂ કરવું પડ્યું. જય પંચાલ સાઇકલ રાઇડિંગમાં પણ ધીરે ધીરે પ્રગતિ કરતો રહ્યો.

image source

ગુજરાતની પ્રથમ વ્યક્તિ કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય તેવા મેહુલ જોશી સાથે જય પંચાલ સાઇકલ ક્લબ માં સાયકલ ચલાવતો. તે દરમિયાન હિંમતનગર થી લેહ સુધીની સાયકલીંગ સ્પર્ધા નું આયોજન થયું. પરંતુ જય પાસે સાયકલ હતી તે આટલા લાંબા કિલોમીટરનું અંતર કાપી શકે તેમ ન હતી. તેથી એક કંપનીએ તેને સાયકલ પણ સ્પોન્સર કરી અને અન્ય ખર્ચ પણ આપ્યો. આ મદદ મળ્યા બાદ જય પંચાલ ની હિંમત વધી અને તેણે હિંમતનગર ના કાંકણોલ થી સવારે છ વાગ્યે સાઇકલ ચલાવવાની શરૂ કરી અને 16 દિવસમાં તે લેહ લદાખ પહોંચ્યો. આ સાથે જ જય ગુજરાતનો ફાસ્ટ સાયકલ રાઇટર પણ બન્યો.

image source

જય પંચાલ હવે માઉન્ટ એવરેસ્ટ સર કરવા નું સપનું જોઈ રહ્યો છે અને તેની તૈયારી કરી રહ્યો છે.