એક હોર્ડિંગના કારણે કોંગ્રેસ કાર્યાલયમાં થઈ ગયો હાહાકાર, પોસ્ટરમાં કમલનાથ કૃષ્ણ તો સીએમ શિવરાજને ચિતર્યા કંસ

મધ્ય પ્રદેશમાં ફરી એકવાર પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ કાર્યાલય ભોપાલની બહાર લગાવેલા પોસ્ટરના કારણે રાજ્યમાં નવો પોલિટિકલ મુદ્દો ઉભો થઇ ગયો છે. વાત જાણે એમ છે કે ભોપાલમાં કોંગ્રેસ ઓફિસની બહાર એક મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. જેમાં કમલનાથ અને શિવરાજ સરકારના કામકાજની તુલના કરવામાં આવી છે. એટલું જ નહીં આ પોસ્ટરમાં પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને કૃષ્ણના રૂપમાં બતાવવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કંસ બતાવવામાં આવ્યા છે. સાથે જ હોર્ડિંગમાં પ્રદેશની જનતાને કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ આપી હતી.

image source

પોસ્ટરમાં ઓબીસી આરક્ષણ, વીજળી બિલ, બેરોજગરો પર લાઠીચાર્જ, બીજેપી સરકારમાં વધેલી મોંઘવારી, બેરોજગારી અને મહિલા ઉતપીડનના બિન્દુઓથી લઈને શિવરાજ સરકાર પર નિશાનો સાધવામાં આવે છે.

બીજેપી સરકારમાં જનતા પરેશાન.

કોંગ્રેસ પ્રવક્તા શહરયાર ખાને કહ્યું છે કે જ્યારે ધરતી પર પાપ વધે છે તો ભગવાન કોઈને મોકલે છે. કમલનાથ તો વિકાસ પુરુષ છે. એમને આગળ કહ્યું છે કે પ્રદેશની દશાને લઈને જ આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે કમલનાથ સરકારમાં જનતાના હિતમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા પણ બીજેપી સરકારમાં જનતા પરેશાન છે.

image source

જન્માષ્ટમી પર આ પોસ્ટર વાયરલ થયા પછી ત્યારે આ અંગે પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કોંગ્રેસને આડા હાથે લેતા કહ્યું છે કે કોંગ્રેસ હંમેશા ધર્મનો મજાક ઉડાવે છે. ક્યારેક સોનિયા ગાંધીને દુર્ગા બતાવે છે તો ક્યારેક કમલનાથને કૃષ્ણ. કોંગ્રેસ હંમેશા જ ધર્મના નામે મજાક ઉદસવે છે. એમને કહ્યું છે કે કોંગ્રેસી રોજ એવું કામ કરે છે જેનાથી મૂળ રાષ્ટ્રવાદ અને હિંદુ અનુયાયીઓની ભાવના દુભાય છે. આ મહાન ભારતને બદનામ ભારત કહે છે, આ કોંગ્રેસના વિચારોને વ્યક્ત કરે છે.

image source

તો પ્રદેશના ચિકિત્સા શિક્ષા મંત્રી સારંગે પણ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું છે કે એથી વધુ દૂષિત રાજનીતિ નથી થઈ શકતી. એમને કહ્યું કે હિન્દૂ ધર્મ અને ભગવાનનું અપમાન છે. રામનો વિરોધ કરનાર, રામ મંદિર બનવાનો વિરોધ કરનારી કોંગ્રેસી છે..પ્રદેશની હવા બગાડવાની કોશિશ છે. જો કે વિવાદ વધતો જોઈ કોંગ્રેસે આ પોસ્ટરને બુધવારે હટાવી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના પોસ્ટર લગાવેલા જોઈને કમલનાથ ખૂબ જ નારાજ થયા છે.