આટલી શાનદાર છે અનન્યા પાંડેની વેનિટી વેન, જોઈ લો ફોટા.
બૉલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ પોતાની વેનિટી વેનનો અંદરનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. એમની વેનિટી વેનની અંદર બધી જ આધુનિક સુવિધાઓ રહેલી છે. અનન્યા પાંડેએ વેનિટી વેનની અંદરની પોતાની મનગમતી જગ્યાઓ વિશે પણ જણાવ્યું છે.વિડીયોમાં અનન્યા પાંડેએ એમના ફેન્સ દ્વારા મોકલેલા સવાલોના જવાબ પણ આપ્યા છે. અનન્યા પાંડેએ પોતાની વેનિટી વેનનો ખૂણે ખૂણો દર્શકોને બતાવ્યો હતો. એ પણ જણાવ્યું કે એમને કોફી પસંદ છે કે ચા.
તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેના ઇન્સ્ટાગ્રામ પર 20 મિલિયન ફોલોઅર્સ છે. એમની વેનિટી વેન સિમ્પલ છે અને એના ખૂણામાં એક નાનકડો સિંગલ બેડ છે. સિલિંગ પર લાકડાનું ડિટેલિંગ સાથે બ્લેક સરફેસ લાઇટ્સ છે. વેનિટી વેનનું ફર્શ લાકડાનું છે. વેનની અંદર એક ટીવી અને એસી દેખાઈ રહ્યું છે.
અનન્યા પાંડેની વેનિટી વેનની અંદર જ એક મોટો દરવાજો છે જેના પર કાચ લગાવેલો છે. અનન્યા પાંડે એમની વેનિટી વેનમાં એક લાકડી ઉઠાવીને એની સાથે રમતી દેખાઈ રહી છે. એ સાથે જ એ યુઝર્સને પોતાની વેનિટી વેનની અંદરના દ્રશ્ય પણ બતાવી રહી છે.
અનન્યા પાંડેએ વ્હાઇટ સ્વેટશર્ટ અને શોર્ટ્સ પહેરેલું દેખાઈ રહ્યું છે. આ વીડિયો પોસ્ટ કરતા ઇન્સ્ટાગ્રામ પર એમના 20 મિલિયન ફોલોઅર્સ હોવાની જાણકારી આપી છે અને સાથે જ ખુશી પણ વ્યક્ત કરી છે.
એમને એમના ફોલોઅર્સને લખ્યું છે કે તમે મને ખુશ રાખો છો. બધાના પ્રેમ માટે આભાર. અનન્યા પાંડે હાલમાં જ અરબાઝ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા પિંચના એક એપિસોડમાં પણ દેખાઈ હતી. ત્યાં એમને ટ્રોલર્સ વિશે વાત કરી હતી.
અરબાઝ ખાને એમને એક ટ્વીટ બતાવ્યું કે કેવી રીતે એમના ઉચ્ચારણથી એમના કાન વહેવા લાગ્યા. અનન્યા પાંડેએ માફી માંગતા કહ્યું હતું કે હું ખૂબ જ દિલગીર છું, હું તમારા માટે ટીશયું મોકલું છું. હાલમાં જ યુઝર્સે અનન્યા પાંડેને ટ્રોલ કરીને એમને સ્ટરગલિંગ દીદી કહી દીધું હતું.
તમને જણાવી દઈએ કે 30 ઑક્ટોબર, 1998ના જન્મેલી અનન્યા પાંડે બૉલીવુડ એક્ટર ચંકી પાંડે અને ભાવના પાંડેની દિકરી છે. મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણ્યા બાદ અનન્યાએ લોસ એન્જેલીસમાં યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાથી ગ્રેજ્યુએશન પુરુ કર્યું હતું.અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સતત પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.
અનન્યા પાંડે સ્ટુડન્ટ ઑફ ધ યરથી બૉલીવુડમાં પ્રવેશ કરનાર આલિયા ભટ્ટને આઈડલ માને છે.