વિરાટ કોહલીએ પાકિસ્તાન સાથેના મહામુકાબલા અંગે આપ્યું મોટું નિવેદન

ટીમ ઇન્ડિયા ટી -20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાવા જઈ રહી છે. આ બંને ટીમો માત્ર આઈસીસી ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. આવી સ્થિતિમાં આખી દુનિયાની નજર આ બંને ટીમો પર રહેશે. આ મોટા મુકાબલા પહેલા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાન વિશે વિરાટનું મોટું નિવેદન

image s ource

પાકિસ્તાન સામેની મોટી મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ મોટું નિવેદન આપ્યું છે. વિરાટે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘પાકિસ્તાન સારી ટીમ છે. તેઓ હંમેશા શક્તિશાળી ટીમ રહી છે. અમે તેમને હળવાશથી નથી લઈ રહ્યા અને આ મેચને પણ એ જ રીતે રમીશું જેમ બીજી ટીમ સાથે રમીએ છીએ. રેકોર્ડ્સ આપણા માટે બહુ મહત્વ નથી રાખતા અને ટીમ પણ તેના પર બહુ ધ્યાન આપતી નથી.

હાર્દિકની બોલિંગ પર પણ અપડેટ

image source

ટીમના ધમાકેદાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે વાત કરતી વખતે વિરાટ કોહલીએ કહ્યું કે હાર્દિક ઘણો સ્વસ્થ થઈ ગયો છે અને હવે તે સંપૂર્ણ રીતે તૈયાર છે. હાર્દિકની બોલિંગ પર વિરાટે કહ્યું કે તે દરેક મેચમાં અમારા માટે બે ઓવર નાંખી શકે છે અને અમે તેની બોલિંગને લઈને વધારે ચિંતા કરતા નથી.

image source

ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની ટક્કર 24 ઓક્ટોબરે દુબઈમાં યોજાશે. ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અખ્તરે કહ્યું, “આજના યુગમાં એક પણ પાકિસ્તાની નથી જે કહી શકે કે ભારતની ટીમ સારી નથી. તે આ વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કરે છે. તે વિરાટ કોહલીને એક મહાન બેટ્સમેન માને છે અને રોહિત શર્મા તેના કરતા પણ મહાન છે. તેઓ ભારતના ઇન્ઝમામ-ઉલ-હક છે. ઓસ્ટ્રેલિયામાં રિષભ પંતે જે રીતે બેટિંગ કરી તેની લોકોએ પ્રશંસા કરી. પછી સૂર્યકુમાર યાદવ આવ્યા, તેમના વખાણ પણ થયા.

image source

અખ્તર પોતાની યુટ્યુબ ચેનલ પર સતત ક્રિકેટ વિશે વાત કરતો રહે છે. તે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ અંગે પણ ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. તેણે કહ્યું કે તે સંતુલિત નિવેદન આપે છે અને એમ પણ કહ્યું કે તે પોતાને ઘણા નસીબદાર માને છે કે ઘણા ભારતીય ચાહકો તેને પ્રેમ કરે છે. તેણે કહ્યું, “જો તમે મારા વીડિયો જોશો તો તેનો આધાર નફરત નથી. મને લાગે છે કે એક ભૂતપૂર્વ ક્રિકેટર, એક બ્રાન્ડ એમ્બેસેડર અને એક માણસ તરીકે, મારા નિવેદનો સંતુલિત હોવા જોઈએ. લોકો કહે છે કે હું પૈસા કમાવવા માટે નિવેદનો આપું છું. આ યોગ્ય નથી. ભારતમાં મારા ઘણા ચાહકો છે. હું ભાગ્યશાળી પાકિસ્તાની છું જેને ભારતમાં ઘણો પ્રેમ મળ્યો છે. તેમાં કોઈ શંકા નથી. હું મારી જાતને કે તેમની લાગણીઓને ઠેસ પહોંચાડવા માંગતો નથી.”

ટીમ ઇન્ડિયા ટી 20 વર્લ્ડ કપમાં એના પહેલા મુકાબલામાં સૌથી મોટા દુશ્મન પાકિસ્તાનનો સામનો કરવાની છે. આ મેચ 24 ઓક્ટોબર રમાવાની છે. ભારતીય ટીમ આજ સુધી વર્લ્ડ કપમાં ક્યારેય પણ પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મેચ નથી હારી અને આવનારા મુકાબલામાં પણ એ એની આ બઢત જાળવી રાખવા માંગશે