અનન્યા પાંડે પછી બોલીવુડમાં ડેબ્યુ કરનારી અર્જુન કપૂરની કઝીન શનાયા કપૂર આવી એનસીબીની રડાર પર, જલ્દી જ મળી શકે છે સમન

ક્રુઝ ડ્રગ્સ કેસમાં તપાસ કરી રહેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે આ બાબતે હવે આર્યન ખાન સાથેના ચેટના આધારે એમના નજીકન મિત્રોને સકંજામાં લઈ રહી છે. એમાં પહેલું નામ અનન્યા પાંડેનું છે 21 ઓક્ટોબરના રોજ એનસીબીએ એમના ઘરે દરોડા પાડ્યા અને પૂછપરછ માટે બોલાવી હતી. ડ્રગ્સ કેસમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે, એમની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેને પૂછપરછ માટે આજે પણ એનસીબી ઓફિસે બોલવવામાં આવી છે. પણ આ કેસમાં હવે એક નવું નામ સંજય કપૂરની દીકરી શનાયા કપૂરનું પણ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોલીવુડમાં ડેબ્યુ કરનારી જે એક્ટ્રેસનું નામ સામે આવી રહ્યું છે એ શનાયા કપૂરનું જ છું.

શનાયા કપૂર પર એનસીબીની નજર

image source

સૂત્રો અનુસાર એનસીબીની નજર હવે શનાયા કપૂર પર છે. ક્રુઝ રેવ પાર્ટી બાબતે એનસીબી એક્ટ્રેસ જાહ્નવી કપૂરની કઝીન શનાયા કપૂરને પણ પૂછપરછ માટે સમન મોકલી શકે છે. આર્યન ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર ખૂબ જ ખાસ મિત્રો છે. શનાયા કપૂરને લઈને બૉલીવુડ ડેબ્યુની ખબર આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર શનાયા કપૂર ફિલ્મમેકર કરણ જોહરની આવનારી ફિલ્મમાં દેખાઈ શકે છે.

image source

જો કે આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું.ડેબ્યુ કરતા પહેલા શનાયા કપૂર ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં આસિસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કરી ચુકી છે. એમાં એમની બહેન જાહ્નવી કપૂર ગુંજનની ભૂમિકામાં દેખાઈ હતી.

અનન્યા પાંડેની 2 કલાક ચાલી પૂછપરછ

image source

તમને જણાવી દઈએ કે નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આર્યન ખાનની વોટ્સએપ ચેટના આધારે ગુરુવારે અનન્યા પાંડેના ઘરે રેડ પાડી હતી અને સમન આપ્યો હતો. લગભગ 4 વાગે અનન્યા પાંડેની એક્સચેન્જડ બિલ્ડીંગમાં આવેલ એનસીબીની મુંબઈ ઓફીસ પર પૂછપરછ શરૂ થઈ. લગભગ સવા બે કલાક ચાલેલી પૂછપરછ પછી અનન્યા પાંડેને છોડી મુકવામાં આવી, એમની સાથે એમના પિતા ચંકી પાંડે પણ હાજર હતા. એનસીબીએ શુક્રવારે ફરી એકવાર પૂછપરછ માટે અનન્યા પાંડેને સમન આપ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે મુંબઈથી ગોવા જતા ક્રુઝ પર એનસીબીએ રેડ પાડી હતી અને ત્યાંથી તેમને શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને કસ્ટડીમાં લીધો હતો. હાલ આર્યન ખાન આર્થર રોડમાં બંધ છે અને સેશન્સ કોર્ટ એની જામીન અરજી ફગાવી ચુકી છે.