ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું સ્વાસ્થ્ય જાણવાની આ છે રીતો, જરાય ન રહો કન્ફ્યુઝ

થોડા દિવસ પહેલા આવેલી ફિલ્મ મિમીને લોકોએ ખૂબ પસંદ કરી. સેરોગેસી એટલે કે ભાડાની કુખ વિષય પર આધારિત આ ફિલ્મે દર્શકોને રડાવ્યા પણ ખરા એનું કારણ છે ફિલ્મમાં આવેલો એવો ટ્વીસ્ટ જેનાથી ઘણું બધું બદલાઈ જાય છે. આ ટ્વીસ્ટ છે જ્યારે ડોકટર ટેસ્ટ રિપોર્ટ જોઈને મિમી એટલે કે સેરોગેટ મધરના પેટમાં ઉછરી રહેલા બાળકના ડાઉન સિન્ડ્રોમ હોવાની વાત કહે છે. પણ પછી બાળક નોર્મલ જન્મે છે.

image source

આ રીતે દર્શકોમાં ક્યાંક ને ક્યાંક એ વાત મનમાં બેસી જાય છે કે જો ડોકટર બાળકને એબનોર્મલ જણાવે છે અને બાળક નોર્મલ જન્મે છે તો આખરે એવા રિપોર્ટ પર ભરોસો કઈ રીતે કરવો. ડોકટર મિમી ફિલ્મના એ સિક્વન્સથી દર્શકોને કન્ફ્યુઝ ન થવાની સલાહ આપે છે. તો ચાલો જાણી લઈએ આખરે બાળકના ડાઉન સિન્ડ્રોમ વિશે કોઈ પેરેન્ટ્સ કઈ રીતે સંપૂર્ણપણે જાણીને નિર્ણય લઈ શકે છે.

image source

તમને આ તથ્ય સમજતા પહેલા મિમી ફિલ્મનું બેકગ્રાઉન્ડ જરૂર સમજવું પડશે. તો ચાલો પહેલા તમનર સંક્ષિપ્તમાં ફિલ્મની સ્ટોરી જણાવી દઈએ. એમાં થાય છે કંઈક એવું કે અમેરિકાથી આવેલું એક કપલ ભારતમાં પોતાના માટે સેરોગેટ મધર શોધી રહ્યા છે. એમની શોધ પુરી થાય છે ફિલ્મની હિરોઇન ક્રિતી સેનન એટલે કે મિમીને મળીને. પોતાના ડ્રાઇવર દ્વારા કોઈ રીતે એ મિમીને પોતાનો કુખ ભાડે આપવા માટે રાજી કરી લે છે.

image source

તો મહત્વકાંક્ષી મિમી પૈસાની લાલચમાં આવીને માતા બનવાની ઓફર સ્વીકારી લે છે. પછી તમામ ટેસ્ટ પછી કોઈ રીતે એ આઇવીએફ ટેક્નિક દ્વારા આ કપલના બાળકની માતા બને છે. કપલ એનો પૂરો ખર્ચ ઉઠાવવા લાગે છે. પછી મિડ પ્રેગ્નનસીમાં મિમી જે ટેસ્ટ કરાવે છે એના આધારે ડોકટર બાળકમાં ડાઉન સિન્ડ્રોમ હોવાની પુષ્ટિ કરી દે છે. અમેરિકન કપલ આ વાતથી સંપૂર્ણપણે તૂટી જાય છે અને મિમીને મળ્યા વગર ફક્ત એ વાત એની સુધી પહોંચાડી કે એ બાળક પડાવી દે, અમેરિકા પરત ફરે છે.

હવે એવી હાલતમાં મિમી બાળક ન પડવાનો નિર્ણય કરતા બધી સામાજિક આલોચનનો સામનો કરતા બાળકને જન્મ આપે ચેમ પણ જન્મ પછી ખબર પડે છે કે બાળક એકદમ નોર્મલ છે. જે હોસ્પિટલમાં એ ડિલિવરી કરાવે છે ત્યાંની ડોકટર જણાવે છે કે ઘણા કેસમાં એ રિપોર્ટ ખોટી સાબિત થાય છે અને બાળક સામાન્ય જન્મે છે. બસ દર્શકોનું કન્ફ્યુઝન અહીંયાંથી શરૂ થાય છે.

જો પેટમાં બાળક નોર્મલ છે તો પણ શું ટેસ્ટમાં એ સાબિત થઈ થઈ શકતું. લેડી હર્ડિંગ મેડિકલ કોલેજ દિલ્લીની પ્રોફેસર કહે છે કે આ ફિલ્મે પ્રેગ્નનસીના બીજા ચરણમાંથી પસાર થઈ રહેલી માતાઓમાં ખૂબ જ કન્ફ્યુઝન પેદા કર્યું છે. અમુમન લેવલ ટુ અલ્ટ્રાસાઉન્ડ અને અમુક ટેસ્ટ દ્વારા બાળકના શારીરિક અને માનસિક વિકાસ વિશે જાણવામાં આવે છે. આ રિપોર્ટના આધારે જ માતા પિતા ગર્ભમાં ઉછરી રહેલા બાળકને લઈને નિર્ણય લે છે પણ માતાઓમાં એ કન્ફ્યુઝન છે કે જો રિપોર્ટ ખોટી સાબિત થાય અને બાળક નોર્મલ થાય તો એમના માટે કેટલું મુશ્કેલ હશે.

image source

સૌથી પહેલા જાણી લો કે આ ડાઉન સિન્ડ્રોમ શુ હોય છે. એના જવાબમાં ડોકટર જણાવે છે કે આપણા બોડીના સેલ્સમાં જેનેટિક મેટિરિયલ ક્રોમોસોમ નામના બંડલમાં પેક હોય છે. ડાઉન સિન્ડ્રોમ હંમેશા ગર્ભધારણ સમયે હોય છે. આ એ સમય હોય છે જ્યારે ડિમ્બ અને વીર્યના આનુવંશિક બંડલ એકબીજાને મળે છે.એને ટ્રાઈસમી 21ના નામે પણ ઓળખવામાં આવે છે.

હજી એ સ્પષ્ટ નથી કે આવું ક્યાં કારણે થાય છે પણ આવું કોઈપણ કપલ સાથે થઈ શકે છે. આમ તો કોઈપણ ઉંમરમાં મહિલા ડાઉન સિન્ડ્રોમ ગ્રસ્ત શિશુને જન્મ આપી શકે છે પણ મોટાભાગના કેસમાં જોવામાં આવ્યું છે કે 35 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓમાં ડાઉન સિન્ડ્રોમ ગ્રસ્ત શિશુને જન્મ આપવાની શક્યતાઓ વધુ હોય છે.

ડાઉન સિન્ડ્રોમ એવી માનસિક સમસ્યા છે જેનાથી વાંચવા લખવા અને શીખવા સાથે સંબંધિત તકલીફો થાય છે. આ તકલીફ અમુક બાળકોમાં ઓછા લક્ષણો સાથે તો અમુક બાળકોમાં વધુ લક્ષણો સાથે દેખાય છે. એટલે ડોકટર દરેક ગર્ભવતી મહિલા અને ખાસ કરીને 35થી વધુ ઉંમરની સ્ત્રીઓને સ્ક્રીનીંગ ટેસ્ટની સલાહ જરૂર આપે છે. સ્ક્રીનીંગ ટેસ્ટમાં કોઈ તકલીફ આવે તો ડોકટર આગળના ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે જેના પછી જ એ વાતની સાબિતી આપી શકાય છે કે માતા પિતાને કોઈ સખત નિર્ણય લેવો કે નહીં.

image source

સૌથી પહેલા સ્ક્રીનીંગ ટેસ્ટ થાય છે જેને લેવલ ટુ અલ્ટ્રાસાઉન્ડ પણ કહે છે. જો એમાં શિશુને ડાઉન સિન્ડ્રોમ હોવાની ઉચ્ચ શક્યતાઓ દેખાય તો એ પછી ડોકટર ડાયગનોસ્ટીક ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે. ડાયગનોસ્ટીક ટેસ્ટમાં કોરિયોનિક વિલ્સ સેમ્પલિંગ અને એમનિયોસેન્ટસીસ એવા ટેસ્ટ છે જેનાથી સામાન્ય રીતે તમને સ્પષ્ટ ઉત્તર મળી જાય છે. આમ તો ડોક્ટરનું કહેવું છે કે ઘણીવાર આ રીતની ડાયગનોસ્ટીક તપાસથી ગર્ભપાત થવાનું જોખમ પણ રહે છે પણ એવું બહુ ઓછું બને છે. એટલે ડોકટર ક્યારેક સ્ક્રીનીંગ ટેસ્ટને જ સાબિતી માટે નથી ગણતા અને ન તો આ ટેસ્ટના આધારે પેરેન્ટ્સને કોઈ નિર્ણય લેવાનું કહે છે.

કોઈ સ્ત્રીની 11 થી 13 અઠવાડિયાની પ્રેગ્નનસી દરમિયાન એક ખાસ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરવી શકાય છે જેને ન્યુકલ ટ્રાન્સલ્યુસેસી સ્કેન કહેવામાં આવે છે. આ સ્કેનમાં માપવામાં આવે છે કે ગર્ભસ્થ શિશુની ગરદનના પાછળની સ્કિનની નીચે કેટલું તરલ છે. એનાથી ડાઉન સિન્ડ્રોમના જોખમનો ખ્યાલ આવી જાય છે.

image source

આ તપાસમાં એચસીજી અને પેપ એના લેવલને માપવામાં આવે છે જો કોઈ સ્ત્રીના ગર્ભમાં ડાઉન સિન્ડ્રોમ ગ્રસ્ત શિશુ ઉછરી રહ્યું હોય તો એના લોહીમાં એચસીજી અને પેપ એ બન્ને અસામાન્ય લેવલ પર મળશે. જો કુશળ ડોકટર અને સારી ગુણવત્તાનું સ્કેનિંગ મશીનથી આ ટેસ્ટ થાય તો એ ઘણો સચોટ હોય છે.

image source

એવામાં એ કહેવામાં આવી રહ્યું છે કે આજે ભારતમાં મેડિકલ સાયન્સ ડાઉન સિન્ડ્રોમનું ખૂબ જ સચોટ પરીક્ષણ કરવામાં સફળ થઈ ચૂક્યું છે. ફિલ્મોમાં આ પ્રકારની પટકથા દર્શકોમાં કન્ફ્યુઝન પેદા કરે છે. ડોકટર કહે છે કે ફક્ત એક ટેસ્ટથી ક્યારેય એ નિર્ણય નથી લેવામાં આવતો કે બાળકમાં ખરેખર આ પ્રકારની ગંભીર સમસ્યા છે. ડોકટર એ માટે બીજા ઘણા બધા ટેસ્ટ પછી નિર્ણય લે છે એમાં બાળકના નોર્મલ હોવાની શક્યતાઓ બહુ ઓછી હોય છે..એટલે ગર્ભવતીઅતાઓને આવા સિક્વન્સથી કન્ફ્યુઝ ન થવું જોઈએ. એક રિપોર્ટ ખરાબ હોય તો ડાયગનોસ્ટીક ટેસ્ટ જરૂર કરાવો.