નવરાત્રિ બાદ ધોરણ૧થી ૫ નુ પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટેની વિચારણા, જાણો શું રહેશે સરકારની સ્ટ્રેટેજી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતાં જ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ નવ થી બાર અને કોલેજોમાં શરૂ થયેલા શૈક્ષણિક કાર્ય બાદ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાથી ધોરણ પાંચ થી આઠ ની સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે, જોકે નાના ભૂલકાંના ધોરણ એક થી પાંચ ના વર્ગો શરૂ કરવાની શિક્ષણ વિભાગને કોઈ ઉતાવળ નહીં હોવાનું જાણવા મળ્યું છે, એ જોતાં ધોરણ એક થી પાંચ ની શાળા દિવાળી પછી શરૂ થઈ શકે છે.

image source

બીજી સપ્ટેમ્બર થી શાળાઓમાં પચાસ ટકા ક્ષમતા સાથે ધો. છ થી આઠ ના વર્ગો શરૃ થશે. ગુજરાતમાં માધ્યમિક અને તેથી ઉપરના વર્ગ બાદ સરકારે જન્માષ્ટમી પછી બીજી સપ્ટેમ્બર ને ગુરુવારથી ધોરણ છ થી આઠ માં ઓફલાઈન શિક્ષણ શરૃ કરવા શાળાઓ ને મંજૂરી આપી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય સંદર્ભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કોરોના ચેપ નિયંત્રણની ર્જીંના ચુસ્ત પાલન સાથે આગામી સપ્તાહે ત્રીસ હજાર શાળાઓમાં પચાસ ટકા કેપેસિટીમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૃ થશે.

image source

ઊપલા વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બાદ ઓક્ટોબરમાં નવરાત્રિના તહેવાર બાદ ધોરણ એક થી પાંચ માટે પણ ક્લાસરૃમમાં શિક્ષણ શરૃ કરવા સરકાર આગળ વધી રહી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં પહેલાથી જ પ્રાથમિક શાળાઓ ખૂલી ગઈ છે. સંભવિત થર્ડ વેવ પહેલા ગુજરાતમાં અઢાર કે તેથી વધુ વયજૂથ ના ચાર કરોડ ત્રીસ લાખ જેટલા નાગરિકોનું વેક્સિનેશન થયું છે.

image source

એકાદ મહિનામાં બાર થી અઢાર વર્ષના બાળકો માટે પણ વેક્સિનેશન શરૃ થવાની શક્યતાઓ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહે કોવિડ-૧૯ ના ચેપના ફેલાવાની સમીક્ષા કર્યા બાદ પાંચમા ધોરણથી નીચેના ક્લાસરૃમ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાશે.

image source

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીડિયા સમક્ષ કહ્યું કે, મંત્રીમંડળ ના નિર્ણય થી રાજ્યમાં વીસ હજાર થી વધુ સરકારી સહિત કુલ ત્રીસ હજાર શાળાઓમાં ધોરણ છ થી આઠમાં કુલ બત્રીસ લાખ વિદ્યાર્થીઓ માટે બીજી સપ્ટેમ્બર ને ગુરુવારથી વર્ગખંડમાં શિક્ષણ શરૃ થશે. આ વર્ગો વિદ્યાર્થીઓની સંખ્યાના પચાસ ટકા ક્ષમતા સાથે શરૃ કરવામાં આવશે.

image source

તેના માટે વાલીઓનો સંમતિપત્ર અનિવાર્ય છે. જે વાલી સંમતિ આપે તેમના બાળકો ને જ પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. હાલમાં જે રીતે ઓનલાઈન શિક્ષણ ચાલે છે તે પણ શાળાઓ શરૃ થયા પછી યથાવત્ જ રહેશે. એટલું જ નહી, રાજ્યમાં પહેલાથી ધોરણ નવ થી બાર ના વર્ગોમાં જે રીતે શિક્ષણકાર્ય ચાલે છે અને તેના માટે જે નિર્ણય અમલમાં આવ્યો છે, તે જ નિયમ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે પણ લાગુ પડશે.