આયશા ટાકિયાના હોઠ જોઈ લોકોએ કહ્યું…’સર્જરીથી બગાડી નાખ્યો આખો ચહેરો, જોઇ લો તસવીરોમાં તમે પણ
ફિલ્મ જગતમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેમને ફેશિયલ સર્જરી કરાવી છે. કોઈની સર્જરી સફળ થઈ તો કોઈનો ફેશિયલ સર્જરી પછી ચહેરો ઘણો બગડી ગયો અને એમને એ કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલિંગ સહન કરવી પડી. આ અભિનેત્રીઓમાં સામેલ છે ટારઝન ધ વન્ડર કાર અભિનેત્રી આયશા ટાકીયાનું નામ. આયશા ટાંકીયાને ઘણીવાર પોતાની ફેશિયલ સર્જરીને લઈને આલોચના સહન કરવી પડે છે. આયશા ટાકીયાએ પોતાની લિપ સર્જરી કરાવી હતી, એ પછી એ જ્યારે પણ કોઈ ફોટો પોસ્ટ કરે છે તો લોકો એમને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરતા હતા.
પોતાની લિપ સર્જરીને લઈને આયશા ટાકીયા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થઈ રહી છે. આયશા ટાકીયાએ થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો અને વીડિયો શેર કૃઓ. આ ફોટામાં એમને ગ્રીન કલરનો શૂટ પહેર્યો છે અને એ ખૂબ જ સુંદર લાગી રહી છે. પણ એ સાથે જ આયશાએ એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે જેમાં જો તમે ધ્યાનથી જોશો તો આયશાના હોઠ થોડા અજીબ લાગી રહ્યા છે. આયશા ટાકીયાનો આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ મજાક ઉડી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર લોકો એમનો આ વીડિયો જોયા પછી ખૂબ જ નિરાશ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે જ્યારે આયશા ટાકીયાએ ફિલ્મ જગતમાં પગ મૂક્યો જતો ત્યારે એમનો ચહેરો ખૂબ જ અલગ હતો. પણ લિપ સર્જરી કરાવ્યા પછી એમનો ચહેરો થોડો બગડી ગયો છે.।લોકો એમના ચહેરામાં આવેલા આ ફેરફારને જોઈને એમને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એક યુઝરે એમની પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું છે કે તમે તમારો આખો ચહેરો બગાડી નાખ્યો છે. બીજા યુઝરે લખ્યું કે આ શું કરી નાખ્યું ચહેરાનું. કોઈ યુઝરે લખ્યું કે તમે તમારા લિપ્સ બગાડી નાખ્યા છે.
આયશા ટાકિયા છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર થઈ રહી છે. એવામાં એમને લોકો દ્વારા કરવામાં આવેલી આલોચના પર ખુલીને વાત કરી. આયશાએ કહ્યું કે મેં ઘણીવાર ટ્રોલિંગ સહન કર્યું છે. લોકો પોતાની ઓફિસમાં અને અંગત જીવનમાં પણ ઘણીવાર ટ્રોલિંગનો શિકાર થાય છે. હું આ બાબતે લોકોને જાગૃત કરતા બસ એટલુ જ કહીશ કે દરેક વ્યક્તિ અલગ હોય છે અને બધાની પોતાની ખાસિયત હોય છે. લોકોએ આ વાતને સમજવું જોઈએ કે કોઈ વ્યક્તિને નીચું દેખાડવું ખોટું છે.
View this post on Instagram
સલમાન ખાનની વોન્ટેડ ગર્લ આયશા ટાકીયા જ્યારે વર્ષ 2017માં એક ઇવેન્ટમાં સામેલ થવા માટે પહોંચી હતી તો એ દરમિયાન એમના ફોટા ચર્ચામાં આવ્યા હતા. આયશાનો ફોટામાં ચહેરો ઘણો મોટો લાગી રહ્યો હતો અને એમના હોઠ પણ ઘણા મોટા લાગી રહ્યા હતા. એમને જોઈને લાગી રહ્યું હતું કે એમને હોઠોની સર્જરી કરાવી છે.
View this post on Instagram
આમ તો આયશા ટાકીયા આ લિસ્ટમાં એકલી નથી. એમના સિવાય પણ બોલીવુડની ઘણી અભિનેત્રીઓ છે જેમને સર્જરી પછી ટ્રોલ થઈ. અનુષ્કા શર્માથી લઈને કેટરીના કેફ અને પ્રિયંકા ચોપરા સુધી ઘણા સ્ટાર્સે લિપ સર્જરીને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ચૂક્યા છે.