વધી રહ્યા છે આ ગંભીર રોગના કેસ, ન રાખશો કોઈ પણ બેદરકારી, રાખો આ વાતોનુ ખાસ ધ્યાન

હાલ ચોમાસાની ઋતુ તો ચાલી રહી છે પરંતુ જે રીતે વરસાદ થઈ રહ્યો છે તે વરસાદી વાતાવરણની ઠંકડ સાથે બીમારીઓ પણ લાવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. આવી જ એક બીમારીના કેસ છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહ્યા છે. જેને લઈ દરેક વ્યક્તિએ સાવધાન રહેવું જરૂરી છે.

image source

વરસાદી વાતાવરણમાં ખરાબ પાણીના સેવન અને ભોજન બનાવતી વખતે દાખવેલી બેદરકારીના કારણે અથવા બહારનો ખોરાક ખાવાથી લોકો બીમારીનો શિકાર ઝડપથી થઈ જાય છે. હાલના સમયમાં વાયરલથી લઈ ટાયફોડ જેવી બીમારીના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્થાનિક હોસ્પિટલોમાં રોજ અનેક દર્દી ટાયફોઈડના નોંધાઈ રહ્યા છે. તેવામાં જો ધ્યાન રાખવામાં ન આવે તો ટાયફોઈડના કારણે ગંભીર સમસ્યા ભોગવવી પડી શકે છે.

image source

વરસાદમાં પલળવાથી, ખરાબ પાણીનું સેવન કરવાથી, ખરાબ ભોજનનું સેવન કરવાથી, ખરાબ તળાવની માછલીનું સેવન કરવાથી વાયરલ શરદી, ઉધરસ અને તાવના દર્દીની સંખ્યાથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. તેવામાં જો બીમારીને લઈને ગંભીરતા દાખવવામાં ન આવે તો વ્યક્તિ ટાયફોડના દર્દી બની જાય છે.

image source

હાલની સ્થિતિમાં નિષ્ણાંતો પણ મત વ્યક્ત કરે છે કે લોકોની સતર્કતા જ આ બીમારીથી તેમનો બચાવ કરી શકે છે. આવી સ્થિતિમાં ખોરાક અને પાણીને લઈને બેદરકારી ભારે પડી શકે છે. તેમજ જો તાવ આવે તો ઘરે ઈલાજ કરવાને બદલે ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર સમયસર શરુ કરી દેવી જોઈએ.

આ વાતનું રાખો ખાસ ધ્યાન

image source

– ઘર પર સ્વસ્છતા રાખો

– પાણીને ઉકાળીને પીવાનું રાખો.

– લીલા શાકભાજીનું વધારે સેવન કરો.

– તાજા શાકભાજીનું સેવન કરો.

– વાસી ખોરાક ન ખાવો

– દાળ-ચોખા બરાબર સાફ કરીને ઉપયોગમાં લેવા

image source

વાયરલ તાવની ચપેટમાં આવેલા દર્દી જો સમયસર યોગ્ય નિદાન કરાવી સારવાર લેતા નથી તો તેઓ ટાઈફોઈડની ચપેટમાં આવી શકે છે. તેવામાં સાવધાન રહેવું જરૂરી છે અને જો તાવ એક કે બે દિવસ વધારે આવે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વરસાદી વાતાવરણમાં ઠંડા પાણીને બદલે ગરમ કરેલા પાણીનો ઉપયોગ કરવો.