ગ્રહોની શરીરના વિવિધ અંગો પર થાય છે ખાસ અસરો, જાણો કેવો પડે છે પ્રભાવ

કુંડળીમાં ગ્રહ અને ઉપગ્રહની સ્થિતિથી વ્યક્તિના જીવનના દરેક પાસા પર અસરો જોવા મળે છે. તેમની સ્થિતિના આધારે જ જ્યોતિષીઓ ભવિષ્ય વાણી કરતા જોવા મળે છે. આ ગ્રહ આપણા ભૂત-વર્તમાન- ભવિષ્યની સાથે સાથે શરીરના અંગને પણ પ્રભાવિત કરે છે. દરેક ગ્રહ શરીરના અલગ અલગ અંગ પર અલગ પ્રકારની અસરો કરે છે. ગ્રહના નબળા હોવાના કારણએ કોઈ ખાસ અંગ પર તેનો વિશેષ અને ખરાબ પ્રભાવ પડે છે. એવામાં કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી હોવાથી કેટલાક ખાસ અંગોનું ધ્યાન રાખવાનું જરૂરી બને છે. તો જાણો કયા ગ્રહનો શરીરના કયા ખાસ અંગ સાથે સંબંધ હોય છે.

image source

ગ્રહોની શરીર પર અસર

સૂર્ય

સૂર્યનો પ્રભાવ મસ્તિષ્ક અને બુદ્ધિ પર થાય છે. આ સિવાય આ હાડકા, અગ્નાશય, મસ્તક, નેત્ર અને હ્રદયને પણ અસર કરે છે.

ચંદ્ર

ચંદ્રની અસર હ્રદય અને શરીરના અંદરના ભાગ પરના પાણી પર રહે છે. તે માણસના મન પર પ્રભાવ પાડે છે. આ કારણ છે કે અમાસ કે પૂનમના દિવસે મૂડ સ્વિંગ થાય છે. આ કલ્પના શક્તિ, ઈચ્છા શક્તિ અને ફેફસા પર પણ અસર કરે છે.

મંગળ

image source

મંગળનો પ્રભાવ આંખ અને લોહી સાથે હોય છે. આ આપણામાં સાહસ અને નિર્ભિકતા આપે છે. આ સિવાય મંગળ આપણા કંઠ, સત્વ, પરાક્રમ અને ગુદાને પણ પ્રભાવિત કરે છે.

બુધ

image source

જીભ, દાંત અને નાસાગ્ર પર બુધનો પ્રભાવ જોવા મળે છે. તેનાથી વાણી, વ્યવહાર અને બુદ્ધિ સંચાલિત થાય છે. આ આપણને યોગ્ય અને વિદ્યાવાન બનાવે છે. આ સિવાય તે પાચનતંત્ર, ત્વચા અને વાયુ પર પણ પ્રભાવ દેખાડે છે.

ગુરુ

image source

નાક અને શરીરના વાયુ પર ગુરુનો પ્રભાવ રહે છે. આ સિવાય ગુરુ જ્ઞાન, પિત્ત અને ચરબી પર પ્રભાવ દેખાડે છે. જો ગુરુ નબળો હશે તો શરીરના આ અંગોમાં તકલીફ સર્જાઈ શકે છે અને તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે.

શુક્ર

image source

વીર્ય, રસ અને ત્વચા પર શુક્રનો પ્રભાવ રહે છે. શુક્ર ગ્રહનું સારી સ્થિતિમાં હોવાથી જાતકોને આકર્ષણ વધે છે અને સાથ ધન સ્ત્રી સુખમાં વધારો થાય છે. શુક્રનો પ્રભાવ ગુપ્તાંગ પર પણ વધારે રહે છે. જો કુંડળીમાં શુક્ર નબળો હશે તો તમને આ અંગ સંબંધિત બીમારીઓ વેઠવી પડી શકે છે.